________________
૨૯૬
કલશામૃત ભાગ-૬
સુધી આવ્યો કે અબદ્ધ છે, શુદ્ધ છે, એકરૂપ છે. પર્યાયથી વ્યવહારનો તો નિષેધ કરતા આવ્યા છીએ પણ સાથે હવે અમે નિશ્ચયનો નિષેધ કરીએ છીએ (અર્થાતુ) નિશ્ચયના પક્ષનો વિકલ્પ. પક્ષીતિક્રાંત ચીજ છે. આહાહા...! “તતઃ વિમ્' તેથી શું? અહીંયાં સુધી આવ્યો તોપણ તેથી શું? સમજાય છે કાંઈ? બાપુમારગડા પ્રભુના બહુ અલૌકિક છે. અત્યારે ફેરફાર થઈ ગયો છે. અત્યારે તો ચોર કોટવાલને દંડે એવું થયું છે. હું ઘણા ચોર ભેગા થાય પછી) કોટવાલને દંડે). બાપુ.! માર્ગ તો આ છે. હૈ?
એમાં આવ્યું છે, “મોક્ષમાર્ગ પ્રકાશક”માં સાતમા અધ્યાયમાં શ્વેતાંબરનો અધિકાર છે ત્યાં આવ્યું છે. એ લોકો મારે છે. વિરોધ હોય એને મારવા આવે). અરે.! બાપુ ભગવાન વખતે ઇન્દ્રોને ખબર નથી કે આ બધા વિરોધી છે? કોઈને માર્યા છે? હૈ? એવું હોય? ભગવાન છે. એની પર્યાયમાં ભૂલ છે તો શું? એ પ્રત્યે વિરોધ અને દ્વેષ બિલકુલ નહિ.
મુમુક્ષુ :- ચોથા ગુણસ્થાને વિરોધ હિંસા કીધી છે.
ઉત્તર :- કીધી છે, પણ કઈ અપેક્ષા? અંદર રાગ એવો આવે છે, વિરોધ કરનાર દુશ્મનને હું કરું, એવો. વિરોધીનો અર્થ) એ. વિરોધી એટલે વિરોધી છે એને મારવો, એવું છે ત્યાં? એ તો તેની લડાઈમાં મરે છે અને સમકિતી છે તેને રાગ એવો દ્વેષ આવે છે. એ અપેક્ષાએ તેને વિરોધી હિંસા થાય છે, એટલું. પણ વિરોધીને મારવો (એમ નથી). અંદર વિરોધનો વિકલ્પ આવ્યો છે, બસ! એ દોષ છે. પણ આવે છે, સમકિતીની ભૂમિકા છે. મોટું રાજ હોય છે, ચક્રવર્તીનું રાજ. આહાહા.! પણ એ ચક્રવર્તીની રાજ, ૯૬ હજાર સ્ત્રી, એ નવ નિધાન, એ ચૌદ હજાર દેવ એક ક્ષણમાં છોડી દીધું... ફડાક દઈને આહાહા...! એકલા ચાલ્યા ગયા, નગ્ન (થઈને) જંગલમાં ચાલ્યા ગયા. આહાહા.! અંતરના અનુભવ માટે, સ્થિરતા માટે). દૃષ્ટિ તો છે, સમ્યગ્દર્શન તો છે પણ વિશેષ અનુભવ માટે ચાલ્યા ગયા). આહાહા...! ૯૬ હજાર સ્ત્રી જંટિયા તાણે. જંટિયા સમજ્યા? વાળ તોડે.
શાંતિનાથ પુરાણમાં આવે છે. “શાંતિનાથ પુરાણ' છે ને? એમાં ભગવાન જ્યારે દીક્ષા ત્યે છે ત્યારે રાણીઓ આવે છે, જંટિયા તાણે છે. મહારાજ! આ શું કર્યું તમે? ત્યારે કહે છે), અરે! સ્ત્રીઓ! હું ત્યાં રોકાણો હતો એ તમારે કારણે નહિ. મને રાગ હતો. એટલે એ રાગ હવે મરી ગયો છે. હવે તમારું સાંભળનાર કોઈ નથી. તમને એમ લાગે કે તમારા માટે હું ત્યાં રહેલો હતો, એમ નહોતું. પ્રભુ! મને રાગ હતો, મારી આસક્તિ હતી. આહાહા...! એ આસક્તિ મને નાશ થઈ ગઈ છે. હવે તમારું રોવું ને કકળવું કોણ સાંભળશે? બેન! આહાહા.! “શાંતિનાથ પુરાણમાં આ વાત આવે છે. આહાહા.! આચાર્યોના કથનો તો...! કોઈ કથા હોય પણ વસ્તુસ્થિતિનું વર્ણન છે ને હું ચારે અનુયોગમાં સનું વર્ણન છે ને. આહા..!
અહીંયાં શું કહે છે? “શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી.” એ વિકલ્પથી