________________
૨૯૭
કળશ-૨૦૯
અનુભવનો લાભ થશે ને સમિકત થશે (એમ) કોઈ રીતે સ્થાપી શકાય નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? ત્યારે ત્યાં એમ કહ્યું ને, પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધન ભાવ. એ તો ભિન્ન સાધનનું જ્ઞાન કરાવ્યું, ભાઈ! અહીં તો કહે છે કે, આ વિકલ્પ પણ જ્યાં સ્થાપવા લાયક નથી ત્યાં વળી એમ કહે કે ભિન્ન સાધન, રાગ સાધન થાય અને નિશ્ચય વીતરાગભાવ સાધ્ય. એનો અર્થ એમ નથી. જેને પોતાના સ્વરૂપનું રાગથી ભિન્ન અનુભવનું સાધન પ્રગટ થયું ત્યાં આગળ જે રાગ બાકી છે તેને સાધનનો આરોપ આપ્યો. સાધનનો આરોપ આપ્યો. જેમ (જ્યાં) નિશ્ચય સમ્યગ્દર્શન છે ત્યાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તેને વ્યવહા૨ સમકિતનો આરોપ આપ્યો. આહાહા..! સમજાય છે કાંઈ? આવું છે, ભાઈ! આમાં વાદવિવાદ કર્યે કાંઈ પાર આવે એવું નથી. કોની સાથે વાદ કરીશ? બાપુ! અને તે પણ સામાને જૂઠો પાડવા માટે કાંઈ છે? આ તો વસ્તુની સ્થિતિ આવી છે, બાપા! સમજાય છે કાંઈ?
કોઈ વિકલ્પ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે–કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યે કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે?” બહુ (સરસ) કળશ ચાલ્યો છે. ‘સમાધાન આમ છે કે સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી.’ હૈં? કથંચિત્ કાંઈક મદદ કરે. નવલચંદભાઈ’! ચરમસીમા રાગ. આહાહા..! આવું સ્વરૂપ જ છે,
પ્રભુ! તને આગ્રહ થાય એટલે કાંઈ વસ્તુસ્થિતિ બદલાય જશે? આહાહા..! ‘સર્વથા નથી.’ ભાષા જુઓ! નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી.' આહાહા..! ‘તેને (સ્વરૂપને) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે.’ તેનું જ્ઞાન કરાવવા બતાવ્યું છે. જે અજ્ઞાની બીજી રીતે કહે છે, વેદાંત કે સાંખ્ય કે, તેનાથી ભિન્ન યથાર્થ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે આવું કર્યાં ને અકર્તા ને અભોક્તા બતાવ્યું છે. જ્ઞાન (કરાવવા), જાણવા માટે. અનુભવ માટે એ કોઈ વિકલ્પ કામ કરતા નથી. અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ સર્વશે કહેલા માર્ગથી બીજી રીતે કહે છે તેથી તેનું નિરાકરણ કરવા માટે કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તાની વ્યાખ્યા ભગવાને, આચાર્યોએ કહી છે. સમજાય છે કાંઈ? પણ એ વિકલ્પથી ત્યાં અનુભવ થશે (એમ નથી કહેવું). આહાહા..! આવો માર્ગ છે, પ્રભુ!
સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને (સ્વરૂપને)માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે...' નઃ યમ્ ા અવિ વિક્વિન્તામણિમાતિા અમિતઃ વાસ્તુ વ’ ‘અમને સ્વસંવેદનપ્રત્યક્ષ સમસ્ત નયવિકલ્પોથી રહિત,...’ આહાહા..! નાઃ” નામ “અમને’ છે ત્યાં, હોં! ન:” એટલે નકાર નહિ ત્યાં. ‘7:’ એટલે અમને. એમ શાસ્ત્રમાં આવે છે. નાઃ” એટલે અમને. આહા..! નાઃ' અમને સ્વસંવેદનપ્રત્યક્ષ...' પોતાનો આત્મા સ્વ, સં–પ્રત્યક્ષ વેદન. સ, સં, વેદન. પોતાનું પ્રત્યક્ષ