________________
૨૯૮
કલશામૃત ભાગ-૬
વેદન. એ “સ્વસંવેદનપ્રત્યક્ષ સમસ્ત વિકલ્પોથી રહિત...” “I પિ' છે ને? આહા. અમને તો સ્વસંવેદનપ્રત્યક્ષ, સર્વ વિકલ્પથી રહિત, વિવિગ્નામ'. આહાહા...! શુદ્ધ ચેતનારૂપ પ્રભુ પૂર્ણ ચિંતામણિ. આ ધૂળની ચિંતામણિ. ચિંતવે તે આપે, ચિંતામણિ જે ચિંતવે તે આપે એ તો બહારની ધૂળ આપે. આ ચિંતામણિ રત્ન હોય છે ને? એ શું આપે? આહાહા...! ઓલા કલ્પવૃક્ષ છે ને? કલ્પવૃક્ષ, જુગલિયાના. જે ઈચ્છે તે આપે એમ નથી ત્યાં. ત્યાં તો છે તે હોય. ત્યાં તો ક્યાં બધું હતું? દસ પ્રકારના કલ્પવૃક્ષ છે ને? જે છે તે આપે. એમાં હોય ઈ આપે ને. ઈ કહે, ફલાણું લાવો અહીંથી, એમ ન હોય).
મુમુક્ષુ - એ કલ્પવૃક્ષની પાસે જઈને લાડવા માગે તો આપને?
ઉત્તર :- ત્યાં ક્યાં લાડવા હતા? આહાહા..! એ કેટલાક કહે છે, ત્યાં જે ચિંતવે તે આપે. પણ શું? અંદર હોય ઈ ફળ આપે કે ન હોય ઈ ક્યાંથી આપે? એના પણ અર્થ કરવામાં ફેર મોટા, બહુ ફેર. આહાહા...! સમજાય છે કાંઈ?
અહીં કહે છે, એ તો જણાવવા માટે કહ્યું હતું. અમને તો “અનંત શક્તિગર્ભિત...” જુઓ! ચિંતામણિ કહ્યું ને? “અનંત શક્તિગર્ભિત...” ભગવાન આત્મામાં ગર્ભિત અનંત શક્તિ પડી છે. એના પેટમાં, ભાવમાં. આહાહા...! સમજાય છે કાંઈ? ચિંતામણિ લીધું ને? એટલે
અનંત શક્તિગર્ભિત...” “માતિવા' માળા એટલે “ચેતનામાત્ર વસ્તુ...” એમ. “ચેતનામાત્ર વસ્તુની...” “મિત: વાસ્તુ થવ’. આહાહા..! “અમૃતચંદ્રાચાર્ય જે ટીકા કરનાર. તીર્થંકર જેવું કામ કુંદકુંદાચાર્યદેવે પંચમઆરામાં કર્યું. “અમૃતચંદ્રાચાર્યે ગણધર જેવું કામ પંચમઆરાની અપેક્ષાએ કર્યું છે). આહા...! એ કહે છે. આહાહા.!
અનંત શક્તિગર્ભિત ચેતનામાત્ર વસ્તુ...” “મિત: વરતુ થવ” “સર્વથા પ્રકારે પ્રાપ્તિ હો. અહીં તો બસ એક જ વાત છે. આહાહા...! કથંચિત્ વિકલ્પ પણ પ્રાપ્ત હો અને કર્થચિતુ સ્વભાવ પણ પ્રાપ્ત હો એમ નહિ. આહાહા. કોઈ એમ કહે છે કે, “સર્વથા શબ્દ તો જૈનમાં હોય જ નહિ. કઈ અપેક્ષાએ? ઈ તો નિત્ય છે કે અનિત્ય છે, એક છે કે અનેક છે વસ્તુ, એમાં કથંચિત્ છે. પણ દ્રવ્યાર્થિકનયે નિત્ય છે એમાં કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે, એમ છે? દ્રવ્યથી તો નિત્ય જ છે. પર્યાયથી અનિત્ય જ છે. આહાહા. ત્યાં જ છે. એ તો આખા દ્રવ્યની વ્યાખ્યા કરવા માટે કથંચિત્ નિત્ય છે અને કથંચિતુ અનિત્ય છે એમ કહેવાય). અહીં એ કહ્યું, અમને સર્વથા આ જ પ્રાપ્ત હો. આહાહા..! જુઓ! આ દિગંબર સંતોની અંદરની ધખતી ધૂણી! હૈ? આહાહા..! અમે તો અંતર્મુખ પ્રભુ ભગવાન છે તેને અમે પ્રાપ્ત કરીએ, બસ! બાકી કોઈ ચીજ અમને છે નહિ. આહાહા...!
ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પમાત્રનો અનુભવ ઉપાદેય છે... લ્યો, બહુ ટૂંકું કર્યું. નિર્વિકલ્પમાત્રનો અનુભવ તે આદરણીય છે. “અન્ય વિકલ્પ સમસ્ત હોય છે. આહાહા...!