________________
કળશ- ૨૦૯
૨૯૯
ભારે (વાત)! વસ્તુસ્થિતિ વ્યવહાર વ્યવહારના સ્થાને છે, પણ છે હેય. વ્યવહારથી પણ નિશ્ચય થાય છે એમ છે નહિ, ભાઈ! આહાહા...! સમજાય છે કાંઈ? અમને તો નિર્વિકલ્પમાત્ર અનુભવ ઉપાદેય છે. આહાહા.! “અન્ય વિકલ્પ સમસ્ત હેય છે. અન્ય વિકલ્પ સમસ્ત. દયા, દાન, ભક્તિના વિકલ્પ તો હેય છે જ, પણ આ બદ્ધ, અબદ્ધ ને કર્તા-અકર્તાના વિકલ્પ પણ અમને હેય છે. આહાહા...! સમજાય છે કાંઈ?
દૃષ્ટાંત આપે છે કે- “સૂત્રે પ્રોતા વ જેમ કોઈ પુરુષ મોતીની માળા પરોવી જાણે છે...” પરોવવું, પરોવવું. મોતીની માળાને સોયના દોરામાં, સૂતરના દોરામાં પરોવે. “માળા ગૂંથતા અનેક વિકલ્પો કરે છે. એ વખતે. છે ને? પરંતુ તે સમસ્ત વિકલ્પો જૂઠા છે....” આહાહા..! “વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી.” આહાહા...! એ માળા પહેરવાની શક્તિમાં શોભા છે. માળા કરવાના વિકલ્પની કોઈ શોભા નથી. આહાહા...! સમજાય છે કઈ? “માળા ગૂંથતા અનેક વિકલ્પો કરે છે, પરંતુ તે સમસ્ત વિકલ્પો જૂઠા છે, વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી.” વિકલ્પમાં, જે આ માળા પહેરીને જે શોભા દેખાય એ કંઈ વિકલ્પમાં શોભાની તાકાત નથી. આહાહા. સમજાય છે કાંઈ? “શોભા તો મોતીમાત્ર વસ્તુ છે... આહાહા...! સમજાય છે કાંઈ? ચક્રવર્તીનો એક હોય છે ને? ચક્રવર્તીનો મોટો હાર હોય છે, એને જ હોય છે, મોટો આખા શરીર પ્રમાણે હોય), અબજો રૂપિયાની કિંમતનો. કંઈ નામ આપે છે. ભૂલી ગયા. હાર હોય છે, હાર. એની શોભા છે. હાર કેમ ગૂંથ્યો ને કેમ થયો ને કેમ કર્યો, એની શોભા છે ત્યાં આહાહા.
દાખલો આપ્યો છે ને? માલ લેવા ગયા, માલ. બરફી, પેંડા લેવા ગયા). ભાવ પૂક્યો શું ભાવ છે? કે, ચાર રૂપિયે શેર. અત્યારે તો ગમે તે હોય, ખબર નથી. પહેલા અમારે બે આના શેર પેંડા હતા. સાંઈઠ વર્ષ પહેલા. અત્યારે તો મોઘું હશે. અહીં તો ભાવ પૂછે. તોળે ને? બરાબર તોળ્યું છે? પૂછે, નક્કી કરે. કાંટો (હોય ને? આ બાજુ માલ હેઠે દગો કરે. આ બાજુ હેઠે લાખ રાખે એટલે એટલો માલ ઓછો તોળાય. પછી ઓલો તોળાવે બરાબર, સરખું છે? પણ ઈ ખાતી વખતે એ વિકલ્પ કામ ન કરે. એમ લેવા વખતે (વિકલ્પ) હો, ખાવા વખતે પછી ન હોય. એમ જાણતી વખતે આવા વિકલ્પ હો, પણ અનુભવ (વખતે), ખાવા વખતે અનુભવના વિકલ્પ નથી હોતા. સમજાય છે કાંઈ? આહાહા...! છે ને?
“વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી, શોભા તો મોતીમાત્ર વસ્તુ છે તેમાં છે” મોતીમાં શોભા છે. તેથી પહેરનારો પુરુષ મોતીની માળા જાણીને પહેરે છે, ગૂંથવાના ઘણા વિકલ્પો જાણી પહેરતો નથી;... આહાહા...! છે? જોનારો પણ મોતીની માળા જાણીને શોભા જુએ છે.” જુઓ! જોનારો પણ મોતીની માળાની શોભા જુએ છે. એણે કેમ ગૂંચ્યું એમ ત્યાં જોવે છે? ગૂંથવાના વિકલ્પોને જોતો નથી; તેમ શુદ્ધ ચેતનામાત્ર” શુદ્ધ ચેતનામાત્ર ભગવાન પૂર્ણાનંદ મૂર્તિ પ્રભુ. આહાહા.! “સત્તા અનુભવ કરવાયોગ્ય છે...” એની ચૈતન્યમાત્ર સત્તા, એ જ અનુવભ કરવાયોગ્ય છે. તેમાં ઘટે છે જે અનેક વિકલ્પો.” આ કર્તા-અકર્તા, ભોક્તા આદિ. “તે બધાની સત્તા અનુભવ કરવાયોગ્ય નથી.” બહુ સરસ કળશ હતો. વિશેષ કહેશે.)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)