________________
૩૦
કલશામૃત ભાગ-૬
(રથોદ્ધતા) व्यावहारिकद्दशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्तृ कर्म च सदैकमिष्यते।।१८-२१०।।
ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનો કર્તા જીવ છે કે નથી ? ઉત્તમ આમ છે કે-કહેવા માટે તો છે, વસ્તુસ્વરૂપ વિચારતાં કર્તા નથી. તે કહે છે-“વ્યાવહારિશ રવ વને જૂઠી વ્યવહારદૃષ્ટિથી જ “ કર્તા “” તથા “ર્મ કરાયેલું કાર્ય વિભિન્ન પુષ્યતે ભિન્ન ભિન્ન છે. જીવ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો કર્તા–એવું કહેવા માટે સત્ય છે; કારણ કે યુક્તિ એમ છે કે રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં જ્ઞાનાવરણાદિરૂપે પુગલદ્રવ્ય પરિણમે છે, તેથી કહેવા માટે એમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું. સ્વરૂપ વિચારતાં એવું કહેવું જૂઠું છે; કારણ કે “વિ નિશ્ચયેન વિજ્યતે” (ર) જો (નિશ્ચયેન) સાચી વ્યવહારદૃષ્ટિથી (વિજ્યો) જોવામાં આવે, શું જોવામાં આવે? “વસ્તુ સ્વદ્રવ્યપરિણામ-પદ્રવ્ય પરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો “સેવા પ્રવ કરૂં ર્મ સ્વરમ્ કૃષ્યતે” (સવા વ) સર્વ કાળે (રૂં કર્તા અર્થાત્ પરિણમે છે જે દ્રવ્ય અને (ર્મ) કર્મ અર્થાત્ દ્રવ્યનો પરિણામ (ઈમ્ સુષ્યતે) એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય–વ્યાપકરૂપ પરિણમે છે તેથી કર્તા છે; અને તે જ કર્મ છે, કેમ કે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે;-એમ (3ષ્યત્વે) વિચારતાં ઘટે છે–અનુભવમાં આવે છે. અન્ય દ્રવ્યનું અન્ય દ્રવ્ય કર્તા, અન્યદ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મ–એવું તો અનુભવમાં ઘટતું નથી, કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્યવ્યાપકપણું નથી. ૧૮-૨૧૦.