________________
૨૯૨
કલામૃત ભાગ-૬
આહાહા...! મહારાજા ભગવાન, એની એ વસ્તી છે. “અધ્યાત્મ પંચ સંગ્રહમાં પરમાત્માની વ્યાખ્યા કરી છે, ત્યાં કરી છે. “અધ્યાત્મ પંચ સંગ્રહ છે ને? “દીપચંદજીનો કરેલો બહુ મોટો ગ્રંથ છે. “અધ્યાત્મ પંચ સંગ્રહમાં લખ્યું છે કે, ભગવાન પરમાત્માની અનંત આનંદ આદિ વસ્તી છે. એની રાજધાનીમાં એટલી વસ્તી છે. આહાહા.! “પરમાત્મ પુરાણ' આવે છે ને? હું લઈ ગયા હતા અહીંથી?
મુમુક્ષુ :- “બહેનશ્રી’ કહે છે, પરિવાર,
ઉત્તર :- આ પરિવાર છે. તમે વાંચવા લઈ ગયા હતા? અહીંથી લઈ ગયા હતા, ખબર છે, હમણા લઈ ગયા હતા. આહાહા!
અહીંયાં કહે છે, પ્રભુ! તું તો વીતરાગ સ્વરૂપ છો ને, નાથા અને વીતરાગ સ્વભાવથી તું પરિપૂર્ણ ભરેલો છો. આહાહા.! એમાં આવા વિકલ્પથી તને વીતરાગનો અનુભવ થાય એ વસ્તુનું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? આહા.! “અશુદ્ધરૂપ વિકલ્પ છે;
અથવા અકર્તુત્વનયથી જીવ અકર્તા છે. જુઓ એ પણ વિકલ્પ છે. સ્વભાવ અકર્તા છે, અકર્તા નામનો આત્મામાં એક ગુણ છે. અકર્તા નામનો એક ગુણ છે તો એ કારણે રાગનો અકર્તા છે. આહા...! અભોક્તા નામનો પણ આત્મામાં એક ગુણ છે. આહાહા...! એ કારણે રાગનો અભોક્તા હો. છે? “અકર્તુત્વનયથી જીવ અકર્તા છે તથા અભોıત્વનયથી...” જીવ અભોક્તા છે એટલે “ભોક્તા નથી...” એમ કહેવું તો એ છે.
કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો...... આહાહા. એ અપેક્ષાએ ભગવાન આત્મા દયા, દાનના વિકલ્પ તો ઠીક પણ આ વિકલ્પ જે ઊઠે છે તેનો પણ કર્તા-ભોક્તા નથી. આહાહા...! આવો માર્ગ આકરો પડે માણસને. અનંત કાળનો અભ્યાસ બીજો અને આ આખો અભ્યાસ બીજો. આહાહા...! બહારના વિકલ્પમાં સંતોષાયને અનાદિથી પડ્યો છે, માળો એ શું કહ્યું? આવો વિકલ્પ આવે છે એમાં સંતોષ થઈ જાય છે કે, આપણે ખુબ કર્યું. આહાહા...! હૈ? આહાહા...! આપણે ક્યાં સંસારના વિકલ્પ કરીએ છીએ? આ તો આત્માના વિકલ્પ છે ને. અકર્તા છે ને અભોક્તા છે ને કર્યા છે ને ભોક્તા છે, જે પર્યાય કરે તે ભોક્તા નહિ, દ્રવ્ય જે કરે તે ભોક્તા, સ્વભાવષ્ટિએ અકર્તા અને અભોક્તા, અમે તો આત્માના વિચાર કરીએ છીએ ને. પણ એ પણ વિકલ્પમાં રોકાય જાય છે.
મુમુક્ષુ :- અટકવાના સ્થાનો ઘણા. ઉત્તર :- ઘણા અટકવાના સ્થાન, ઘણા. આહાહા...!
અભોક્નત્વનયથી જીવ ભોક્તા નથી, કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો,-એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી... આહાહા.! એ પણ એક રાગની વૃત્તિનું ઉત્થાન છે. ઉત્થાન-ઉત્પન્ન કરે છે), અંદરમાં છે નહિ, પણ આ વિકલ્પની ઉત્પત્તિ-ઉત્થાન કરે છે, વસ્તુમાં નથી. તો કહે છે કે, એ વિકલ્પથી પણ આત્માનો અનુભવ થતો નથી. આહાહા...!