________________
કળશ- ૨૦૯
૨૯૧
આવ્યું. આહા.. એમ હો, વસ્તુ હો, ભલે. એ રીતે જ્ઞાન કરો. “તો એવું પણ હો,-એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી.” આહાહા...! જે દ્રવ્ય રાગનો કર્યા છે, તે જ દ્રવ્ય ભોક્તા છે, હો. અભેદનયથી એમ જ્ઞાનમાં જાણવામાં આવે છે પણ એ તો વિકલ્પ છે. આહાહા! સમજાય છે કાંઈ?
વા વાર્તા વ વેવયિતા વા મા મવતુ’ આહાહા...! આત્મા રાગનો કર્તા નથી, અકર્તા છે અને રાગનો ભોક્તા નથી, અભોક્તા છે, હો. એ પણ જ્ઞાન કરવા માટે હો. આહાહા...! છે? “કર્તુત્વનયથી જીવ પોતાના ભાવોનો કર્તા છે તથા ભોક્તત્વનયથી જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે” પરિણમે છે ને? એવું પણ હો. “એવું વિચારતાં... આહાહા...! શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી....... આહાહા.. સમજાય છે કાંઈ? અકર્તા અને અભોક્તા. આત્મા રાગનો કર્તા નથી અને રાગનો ભોક્તા નથી, એવું હો. એ જાણવા માટે વિકલ્પ છે. આહાહા...! સમજાય છે કાંઈ?
“કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે.” આહાહા! આવી વાત છે. આકરું પડે લોકોને, શું થાય? એકાંત કહીને માણસ તોફાન તોફાન પોતાની સાથે (કરે), અર...૨...! પ્રભુ તું કોણ છો? અહીં તો કહે છે કે, રાગનો કર્તા નથી, ભગવાન સ્વભાવની દૃષ્ટિએ અને ભોક્તા પણ નથી સ્વભાવની દૃષ્ટિએ, એવા વિકલ્પથી પણ તને શું લાભ છે? સમજાય છે કાંઈ? આહા.! રાગનો કર્યા છે અને ભોક્તા અન્ય છે અને દ્રવ્ય કર્તા છે અને એ દ્રવ્ય ભોક્તા છે, તેનાથી પણ તને શું લાભ થયો? અને આત્મા રાગનો કર્તા નથી–અકર્તા છે અને અભોક્તા છે તેનાથી પણ તને શું લાભ થયો? એ તો વિકલ્પ છે. આહાહા.! આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે. આહાહા..!
મુમુક્ષુ :- અહીં અશુદ્ધરૂપ વિકલ્પ કહ્યું તો કોઈ શુદ્ધરૂપ વિકલ્પ ખરો?
ઉત્તર :– શુદ્ધ છું એ પણ એક વિકલ્પ છે. ૧૪૩ (ગાથામાં) ન આવ્યું? કર્તા-કર્મ અધિકારની ૧૪૩ (ગાથા). હું શુદ્ધ છું. ત્યાં તો એમ કહ્યું કે, વ્યવહારનયનો તો અમે નિષેધ કરતા આવ્યા જ છીએ. છે? અર્થમાં છે. છે ને, ખ્યાલ છે એને. ૧૪૩, “કર્તા-કર્મ
અધિકાર', જયચંદ્રજી પંડિત લખે છે, વ્યવહારનયનો તો અમે નિષેધ કરતા આવ્યા છીએ પણ અહીંયાં તો આત્મા શુદ્ધ છે ને અબદ્ધ છે ને એક છે ને પવિત્ર છે એવા વિકલ્પોનો પણ અમે તો અહીંયાં નિષેધ કરીએ છીએ. છે? આહાહા.! ભાઈ! માર્ગ નિવૃત્તસ્વરૂપ અંદર જુદો છે. આહાહા..! સમજાય છે કાંઈ એકાંત લાગે પણ શું કરે? બીજો કોઈ માર્ગ નથી. માર્ગ તો આ છે. એકાંત કેમ લાગે છે? કે, વ્યવહારથી નિશ્ચય થાય તો અનેકાંત. અહીં તો કહે છે, આવા વિકલ્પથી પણ અનુભવ થતો નથી. આહાહા...!
પ્રભુ પૂર્ણાનંદનો નાથ, જેમાં અનંત અનંત વીર્ય દળ પડ્યું છે. આહાહા.! વીર્ય નામનો ગુણ છે. વસ્તુ આવી ને? વસ્તુ-વસ્તી. વસ્તુમાં વસ્તી રહેલી છે. એ ભગવાનની વસ્તી છે.