________________
૨૯૦
કલશામૃત ભાગ-૬
ક૨વાયોગ્ય એ વસ્તુ છે. આહાહા..! લાખ વાત અને અનંત વાત ગમે તે પ્રકારે આવે પણ અંતે એનો સરવાળો તો આ છે. સરવાળો કહે છે ને? વસ્તુ ભગવાનઆત્મા એક સેકંડના અસંખ્ય ભાગમાં અનંત એક એક ગુણ પરિપૂર્ણ એવા અનંત ગુણથી ભરેલો પ્રભુ, અભેદ, નિર્વિકલ્પ, તેની સન્મુખ થઈને પ્રત્યક્ષ વેદન કરો. એ મોક્ષનો માર્ગ છે. સમજાય છે કાંઈ?
વર્તુ: 7 વૈવયિતુ: યુત્તિવશત: મેવઃ અસ્તુ અથવા અમેવઃ અસ્તુ આહાહા..! શું કહે છે? પર્યાયનયથી જે રાગનો કર્તા છે, એ પર્યાય ભોક્તા નથી. જે પર્યાય કરે છે એ પર્યાય ભોગવતી નથી, અન્ય પર્યાય ભોગવે છે. અને દ્રવ્યનયે જે કર્તા છે તે ભોક્તા છે. હો, જાણપણા માટે હો એ વાત. સમજાય છે કાંઈ? આહાહા..! શું કહ્યું? ત્તું: ૬ વેયિતુ: યુક્તિવશતઃ' ન્યાયને વશ થઈને. પર્યાયનયે જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી. અને દ્રવ્યાર્થિકનયે જે દ્રવ્ય કર્યાં છે તે જ ભોક્તા છે. એવી યુક્તિવશે એવું હો. આહાહા..!
‘યુત્તિવશત: મેવ: અસ્તુ અથવા અમેવ: અસ્તુ આહાહા..! એ દ્રવ્ય છે તે કર્તા છે, તે જ ભોક્તા છે, એવું અભેદ હો, પણ એ બધા તો વિકલ્પ છે, એમ કહે છે. આહાહા..! ભગવાન આનંદ જ્ઞાનધામ, આનંદદળ પ્રભુ એમાં વૃત્તિ ઊઠે છે. વૃત્તિ ઊઠે છે, એમાં વિકલ્પનું ઉત્થાન થાય છે. આહાહા..! કહે છે કે, છે ને? દ્રવ્યાર્થિંકનય અને પર્યાયાર્થિંકનયનો ભેદ કરતાં અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિંકનયથી એવો ભેદ છે તો હો, એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી;...' આહાહા..! સાધ્ય જે ધ્યેય દ્રવ્ય છે તેની સિદ્ધિ તો એ કારણે થતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ?
ભગવાનઆત્મા ધ્યેય, સમ્યગ્દર્શનમાં ધ્યેય તો પ્રભુ પરિપૂર્ણ ૫રમાત્મા પોતે ધ્યેય છે. એ ધ્યેયમાં આ એક વિકલ્પ છે એનાથી કોઈ સાધ્ય સિદ્ધિ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? વ્રત ને તપ ને ભક્તિ ને એ તો મુક્તિનું કારણ નથી, પણ આ તો વસ્તુની સ્થિતિ જાણવામાં જે વિકલ્પ ઊઠે છે એ પણ મોક્ષનું કારણ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? માર્ગ ભાઈ! એવો છે. આહા..! અહીં તો કહે છે, યુક્તિ, ન્યાયને વશ થઈને, (જે) પર્યાય કરે છે તે પર્યાય નથી ભોગવતી, એ દ્રવ્ય કર્તા છે, એ દ્રવ્ય ભોક્તા છે એ બધી યુક્તિવશે અન્યમતિથી ભિન્ન જેવી ચીજ છે તેમ જાણવામાં વિકલ્પ આવે છે. સમજાય છે કાંઈ? પણ તેથી શું? આહાહા..!
મુમુક્ષુ :- સાધ્યની સિદ્ધિ નથી.
ઉત્તર ઃ- સાધ્યની સિદ્ધિ, દ્રવ્યસિદ્ધિ, તેમાં આત્માની સિદ્ધિ થતી નથી, મુક્તિ થતી નથી. આહાહા..! છે?
અથવા દ્રવ્યાર્થિકનયથી જીવદ્રવ્ય કર્મનું કર્તા છે તે જ જીવદ્રવ્ય ભોક્તા છે. અભેદ છે ને? અભેદ આવ્યું. આહા..! એ ભેદ લીધો. જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી, બીજી ભોગવે છે. એ ભેદ થયો. અને દ્રવ્ય કર્તા છે તે જ દ્રવ્ય ભોગવે છે, એ અભેદ