________________
કળશ- ૨૦૯
૨૮૯
મહા સુદ ૯, ગુરુવાર તા. ૧૬-૦૨-૧૯૭૮.
કળશ–૨૦૯ પ્રવચન–૨૩૩
“કળશટીકા ૨૦૯ કળશ છે, કે નહિ? ૨૦૮ થઈ ગયો ને?
(શાર્દૂલવિક્રીડિત) कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचिच्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः ।।१७-२०९।।)
શું કહે છે કે, સમ્યગ્દષ્ટિ અથવા ધર્મદષ્ટિવંત પ્રાણીએ શું કરવું? અને ધર્મીને શું હોય છે? શરૂઆતમાં, હોં! “નિૌઃ વસ્તુ છવ સંગ્વિન્યતા “નિપુળે: “શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો,... તેમને અહીંયાં નિપુણ કહેવામાં આવ્યા. શુદ્ધ ચૈતન્ય વસ્તુ ભગવાન પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપ. અહીં વસ્તુ કીધી છે ને? વસ્તુ કહેશે. કેમકે એમાં વસ્તી, અનંત ગુણ વસ્યા છે. પરિપૂર્ણ. વસ્તુ, વસ્તી–વસ્તુ. વસ્તુમાં વસ્તી–અનંત ગુણ વસ્યા છે. એવી વસ્તુ, એને માટે કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપ અનુભવમાં નિપુણ છે. આહાહા.! પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન સૂક્ષ્મ સ્વભાવ પરિપૂર્ણ પ્રભુ, તેની સન્મુખ થઈને અનુભવમાં પ્રવીણ-નિપુણ છે જ. આહાહા...! સમજાય છે કઈ?
એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તેમણે સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ...” વસ્તુની વ્યાખ્યા કરી. રાગના સર્વ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ ચીજમાત્ર વસ્તુ, જેમાં અનંત અનંત અનંત અનંત ગુણ વસેલા, રહેલા છે, એની વસ્તી છે. આહાહા.! એવી વસ્તુ “સગ્નિજ્યતા આહાહા.! છે? નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ...” “ગ્નિન્યતા આહાહા! “સબ્ધિન્યતા સમ્યક્ પ્રકારે પ્રત્યક્ષ આનંદનો અનુભવ કરવો એ મોક્ષમાર્ગ છે. સમજાય છે કાંઈ? લ્યો, આવું છે. ચેતન સ્વરૂપ વસ્તુ “શ્વિન્યતા. વસ્તુ તો પૂર્ણ સ્વરૂપ છે એમ “સગ્નિજ્યતા. સમ્યક્ પ્રકારે સંચેતન-વેદન કરો. આહાહા.! જે વેદનમાં રાગ ને નિમિત્તની પણ અપેક્ષા નથી એવી ચીજ જે ભગવાન આત્મા નિર્વિકલ્પ ચૈતન્ય પ્રભુ, એનું વેદન કરો. “ગ્નિન્યતામ'. આહાહા..! આ મોક્ષમાર્ગ એક છે. સમજાય છે કઈ?
“અનુભવ કરવાયોગ્ય છે.” “સ્વસંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે.” કોણ? વસ્તુ. કોણ? વસ્તુ. કોણ? ચૈતન્યસ્વરૂપ વસ્તુ. આહાહા..! એ “શ્વિન્યતા”. તેનો પ્રત્યક્ષ અનુભવ