________________
૨૮૮
કલશામૃત ભાગ-૬
કર્મને કરે છે તે જ જીવદ્રવ્ય ભોગવે છે એવું પણ છે (અસ્ત) તો એવું પણ હો,-એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. “વા વાર્તા વ વેયિતા વા મા આવતુ (વા) કર્તુત્વનયથી (૦) જીવ પોતાના ભાવોનો કર્તા છે (૨) તથા ભોક્નત્વનયથી (વેવયિતા) જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે એવું છે તો એવું જ હો,એવું વિચારતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી, કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે; (વા) અથવા અકર્તુત્વનયથી જીવ અકર્તા છે (1) તથા અભોક્નત્વનયથી જીવ (મા) ભોક્તા નથી, (મવત) કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો,-એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી, કારણ કે “પ્રોતા રૂર માનિ વર્િ ભર્તુ ન વય” (પ્રોતા) કોઈ નવિકલ્પ, તેિનું વિવરણ–અન્ય કરે છેઅન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છે–ભોક્તા છે એવો વિકલ્પ, અથવા
જીવ કર્તા નથી-ભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તોપણ તેમાંથી કોઈ વિકલ્પ,] (રૂદ આત્મનિ) શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં (વરિત) કોઈ પણ કાળે (મનું ન વય:) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યું કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે ? સમાધાન આમ છે કે સમસ્ત નવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને સ્વરૂપને) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે “નઃ યમ્ થવા પિ વિવિખ્તામણિમાનિગ મતઃ વાસ્તુ પર્વ (7) અમને (સુર્ય) સ્વસંવેદનપ્રત્યક્ષ, (વા મ9િ) સમસ્ત વિકલ્પોથી રહિત, ચિત) શુદ્ધચેતનારૂપ (ચિન્તામળિ) અનંત શક્તિગર્ભિત (માનિBI) ચેતનામાત્ર વસ્તુની (મિત વેરતુ વ) સર્વથા પ્રકારે પ્રાપ્તિ હો. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પમાત્રનો અનુભવ ઉપાદેય છે, અન્ય વિકલ્પ સમસ્ત હેય છે. દૃષ્ટાન્ત આમ છે કે- સૂત્રે પ્રોતા રૂવ’ જેમ કોઈ પુરુષ મોતીની માળા પરોવી જાણે છે, માળા ગૂંથતાં અનેક વિકલ્પો કરે છે, પરંતુ તે સમસ્ત વિકલ્પો જૂઠા છે, વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી, શોભા તો મોતીમાત્ર વસ્તુ છે તેમાં છે; તેથી પહેરનારો પુરુષ મોતીની માળા જાણીને પહેરે છે, ગૂંથવાના ઘણા વિકલ્પો જાણી પહેરતો નથી; જોનારો પણ મોતીની માળા જાણીને શોભા જુએ છે, ગૂંથવાના વિકલ્પોને જોતો નથી; તેમ શુદ્ધ ચેતનામાત્ર સત્તા અનુભવ કરવાયોગ્ય છે, તેમાં ઘટે છે જે અનેક વિકલ્પો તે બધાની સત્તા અનુભવ કરવાયોગ્ય નથી. ૧૭–૨૦૯.