________________
કળશ-૨૦૯
સિદ્ધ થઈ ગયું. આહાહા..!
તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે,..' આહાહા..! જુઓ! જેને આનંદની અભિલાષા છે... આહાહા..! અતીન્દ્રિય આનંદની જેને અભિલાષા છે... આહાહા..! તેઓ સ્યાદ્વાદસૂત્ર વડે જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું તેવું માનજો.' આહાહા..! ત્રિકાળ વસ્તુ પણ છે, વર્તમાન પર્યાય છે, ત્રિકાળ શુદ્ધ છે, વર્તમાન અશુદ્ધ છે, પર્યાય જેવડો આત્મા નથી અને ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાંય પર્યાયના કાળમાં છે, વસ્તુ ત્રિકાળમાં છે એમ જેવી વસ્તુની સ્થિતિ છે તેવી સુખના અભિલાષી જીવે, સાચા સુખના અભિલાષીએ આમ છે એવો સ્યાદ્વાદ માનવો પડશે, તો એની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાશે. અને જે દૃષ્ટિ જશે એ દૃષ્ટિ પર્યાય છે. સમજાય છે કાંઈ? પર્યાયની પણ પ્રતીતિ થઈ ગઈ. તો જેવું છે તેવું માનવાથી અંતર સમ્યગ્દર્શન થશે અને સુખની પ્રાપ્તિ થશે. વિશેષ કહેશે...)
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
૨૮૭
(શાર્દૂલવિક્રીડિત)
कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम् । प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि - च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः ।।१७-२०९ ।।
ખંડાન્વય :– નિપુળ: વસ્તુ વ સગ્વિન્યતામ્’ (નિપુણૈઃ) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તેમણે (વસ્તુ વ) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ (સગ્વિન્યતામ્) સ્વસંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે. ‘વર્તુઃ = વેયિતુ: યુત્તિવશત: મેવ: અસ્તુ અથવા અમેવ: અસ્તુ (સ્તું:) કર્તામાં (વ) અને (વેવિયેતુઃ) ભોક્તામાં (યુત્તિવશતઃ) દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો ભેદ કરતાં (મેવઃ અસ્તુ) અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિકનયથી એવો ભેદ છે તો હો,—એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી; (અથવા) દ્રવ્યાર્થિકનયથી (અમેવ:) જે જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ