________________
૨૮૬
કલશામૃત ભાગ-૬
આઘીપાછી નહિ. પહેલા થવાની હતી એ પછી થઈ (એમ નથી). આહાહા..! સમજાય છે કાંઈ? દ્રવ્ય તૂટી જશે, દ્રવ્યનો નાશ થઈ જશે, પર્યાય આઘાપાછી કરવા જઈશ તો. આહાહા..! આ ક્રમબદ્ધ, અહીંની સામે લોકોને, પંડિતોને પાંચ વાંધા છે. એક ક્રમબદ્ધનો, એક વ્યવહારથી નિશ્ચયથી થાય એનો, એક નિમિત્તથી ઉપાદાનમાં થાય છે, એવા પાંચ વાંધા છે. આહા..! પાંચે વાંધા એક ધડાકે ઊડી જાય છે. જે સમયે જે પર્યાય થવાની છે, તે મોતીના ઠેકાણે તે છે. એ ક્રમબદ્ધ થયું. ક્રમબદ્ધ થયું તો એ સમયે સામે જે નિમિત્ત છે એની પણ ક્રમબદ્ધમાં તેની પર્યાય ત્યાં રહી. નિમિત્તથી આમાં કાંઈ આવ્યું, એમ નથી. વ્યવહારના કાળમાં વ્યવહા૨ ક્રમમાં આવ્યો પણ વ્યવહારના કાળમાં વ્યવહા૨થી નિશ્ચય છે એમ નથી. ‘સુવિĒ પિ મોવવહેલું જ્ઞાળે પાછળવિ નં મુળી નિયમા” (બૃહદ્-દ્રવ્યસંગ્રહ, ગાથા–૪૭). ’જે સમયે આશ્રય લીધો એ નિશ્ચય થયું, એ સમયે વ્યવહા૨ બાકી છે તે વ્યવહા૨ થયો. એમાં વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહી નહિ. નિમિત્તથી ઉપાદાનમાં થાય એ વાત રહી નહિ અને આઘીપાછી પર્યાય થાય છે એ પણ રહ્યું નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? ૯૯ ગાથામાં બહુ વિસ્તાર છે.
‘હારવત્” ‘હારની જેમ. ભાવાર્થ આમ છે કે સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી... જુઓ! છે ને? હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના... આહાહા..! ધ્રુવ અને પર્યાયની અપેક્ષાના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથી...’ વિકૃત પર્યાય પ૨થી થાય છે એમ કહેવામાં વસ્તુ સિદ્ધ થતી નથી. આહાહા...! સમજાય છે કાંઈ? કેમકે શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ તો દ્રવ્ય છે. અંદર દ્રવ્યમાં અશુદ્ધતા આવી નથી જતી પણ અશુદ્ધ બિલકુલ ન માને તેને મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે ઠેકાણે કહ્યું કે, શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ એ દ્રવ્ય છે, એમ કહ્યું. મોક્ષમાર્ગ પ્રકાશક’. કેમકે અશુદ્ધ પર્યાય જ્યારે અનાદિશાંત હતી એ પર્યાયને-અંશને ન માને તો આખું દ્રવ્ય જે છે એ તો પૂરું થતું નથી. પર્યાયને કાઢી નાખી તો સત્નો અંશ રહ્યો નહિ અને સત્ તો ત્રિકાળી પર્યાય-ગુણનો પિંડ એ દ્રવ્ય છે. સમજાય છે કાંઈ? ડાહ્યાભાઈ!’ ન્યાયથી વાત છે. આ તો ભગવાનનો માર્ગ છે, બાપુ! આ કાંઈ હઠ કરવાનો માર્ગ નથી. શું કહ્યું?
સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથીઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી;...' આહાહા..! પર્યાય પણ છે, અશુદ્ધ પણ છે. પર્યાયથી પણ એકાંત શુદ્ધ જ માની લ્યે તો અશુદ્ધતા ટાળવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે. સમજાય છે કાંઈ? વેદાંત કહે છે ને કે, સર્વથા શુદ્ધ છે. તો કહે છે, સર્વથા શુદ્ધ છે તો તેને ઉપદેશ કેમ આપ્યો? એક વ્યાપક છે એમ નિર્ણય કરો. તો અશુદ્ધતા, વિપરીતતા એની પાસે છે. તમે ઉપદેશ આપ્યો એક વ્યાપક છે. અશુદ્ધતા ટાળી એવું તમારી દૃષ્ટિએ થયું. ત્યાં પણ પર્યાય સિદ્ધ થઈ ગઈ. સમજાણું કાંઈ? ત્યાં દ્વૈત સિદ્ધ થઈ ગયું, દ્રવ્ય અને પર્યાય દ્વૈત