________________
કળશ-૨૦૮
છે, એવો સ્યાદ્વાદ માર્ગ છે. એક સમયની પર્યાય છે તો દ્રવ્ય પણ એક સમય રહે છે અને દ્રવ્ય ત્રિકાળ છે તો પર્યાય પણ ત્રિકાળ રહે છે, અને અશુદ્ધ એક સમયની પર્યાય છે તો દ્રવ્ય પણ અશુદ્ધ છે. એ રતનચંદજી' કહે છે, હમણા છાપામાં આવ્યું હતું. પ્રવચનસા૨’માં નવમી ગાથામાં છે ને? શુભે પરિણમતા શુભ છે, અશુભે પરિણમતા અશુભ છે. આવે છે ને નવમી ગાથા? પ્રવચનસાર’. ત્યાં એમ કે, શુભે પરિણમે છે ત્યારે આખો આત્મા શુભરૂપે પરિણમી જાય છે. અશુભે પરિણમે ત્યારે આખો આત્મા અશુભરૂપે પરિણમી જાય છે. એમ કહેતા હતા. રતનચંદજી મુખત્યાર’ છે ને? એમ નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં શુભ થાય છે તો પર્યાયમાં તન્મય છે. શુભપણું પર્યાયમાં તન્મય છે. દ્રવ્ય સાથે તન્મય છે એમ નહિ. આહાહા..! લોકો અત્યારે ઘણા અર્થો ફેરવે છે, કંઈકના કંઈક. મિથ્યાત્વના અનેક પ્રકા૨ છે, એમાં ઘણા પ્રકારમાંથી કંઈને કંઈ કોઈ અટક્યા છે. આહાહા..!
૨૮૫
અહીં એક પ્રકાર કહ્યો. એવું સ્યાદ્વાદ... છે? સ્યાદ્વાદસૂત્ર વિના... એ સૂત્ર જેમ ઓલો હાર હોય ને હા૨? હા૨માં દોરો છે ને? આખો દોરો હોય ત્યારે દરેક મોતી રહે છે ને? મોતી મોતીના કાળે મોતી છે પણ દોરો તો બધામાં છે ને? એમ ધ્રુવ બધામાં છે. પર્યાય એક સમયની છે, મોતીની પેઠે. બન્નેને યથાર્થ માનવું જોઈએ. આહાહા..! સમજાય છે કાંઈ? ‘દાવત્” ‘હારની જેમ. ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી....' છે? આહાહા..! ૯૯ ગાથામાં આપ્યું છે ને? ભાઈ! પ્રવચનસાર’, ૯૯ ગાથામાં આ હારનું દૃષ્ટાંત આપ્યું છે. મોતીને સ્થાને મોતી છે. હા૨માં આમ દોરો સળંગ છે. બેય બરાબર માનવું જોઈએ. પર્યાયને સ્થાને પર્યાયને કાળે પર્યાય છે, આઘીપાછી નહિ. ત્યાં પ્રવચનસાર’ ૯૯ માં પાઠ છે—આગળપાછળ નહિ. જે સમયે પર્યાય થવાની છે તે સમયે થશે. એ હા૨માં જ્યાં મોતી છે ત્યાં જ મોતી છે, એ મોતી આઘાપાછા છે એમ નહિ અને જ્યાં જ્યાં મોતી છે ત્યાં ત્યાં મોતી છે. એમ પર્યાય પણ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં જ છે અને સૂત્ર એમાં સળંગ છે. એમ ધ્રુવ સળંગ છે, પર્યાયમાં. આહાહા..! સમજાણું કાંઈ?
આ માટે તો ભઈ થોડી નિવૃત્તિ લઈને અમુક દૃષ્ટિ કરીને શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. પોતાની પક્કડ કરીને સ્વાધ્યાય કરે તો ઇ નહિ ભાસે. એ પ્રવચનસારમાં આવે છે ને? જ્ઞાન અધિકાર પૂરો થઈ અને જ્ઞેય અધિકા૨ લ્યે છે ત્યારે કળશમાં કહે છે કે, સ્વરૂપને લક્ષે આગમનો અભ્યાસ કરવો જોઈએ. આહાહા..! આ તો અભ્યાસ ન મળે અને ઉપરટપકે જરી કલાક નવરાશ લઈને જે સાંભળ્યું હોય, ધાર્યું હોય એ માનીને, થઈ રહ્યું જાણે! અરે..! બાપુ! મારગડા જુદા, નાથ! આહાહા..! ‘હારવત્’કીધું ને? ત્યાં ૯૯માં પણ એમ કહ્યું. જ્યાં જ્યાં મોતી છે ત્યાં ત્યાં મોતી છે, આઘાપાછા નથી. આઘાપાછા કરવા જઈશ તો હાર તૂટી જશે. એમ દ્રવ્યમાં પર્યાય જે સમયે થવાની હોય તે જ સમયે થશે,