________________
૧૨૬
કલશામૃત ભાગ-૬
છે. આહાહા..! ઝીણી વાત બહુ. મિથ્યાત્વ એટલે જૂઠી દૃષ્ટિ. સત્ય દૃષ્ટિ તો જ્ઞાન અને આનંદ સ્વભાવ જેનો છે એવી દૃષ્ટિ થાય તો એ સત્ય દૃષ્ટિ છે). એ તો રાગનો કર્તાભોક્તા નથી. ધર્મી તો રાગ આવે છે તેનો જાણનારો રહે છે અને દેખનારો રહે છે. તો આ શું થાય છે? રાગને, દ્વેષને ભોગવે છે એ શું છે? એ મિથ્યાશ્રદ્ધા છે. વસ્તુ સ્વરૂપ છે એવી સમ્યક્ શ્રદ્ધા નથી અને રાગ હું છું, પુણ્ય હું છું, પાપ હું છું અને હરખ-શોક હું છું એવી મિથ્યાશ્રદ્ધાવંત એ હરખ-શોકને કરે છે અને ભોગવે છે. આહાહા..! આકરું કામ ભારે. સમજાય છે કાંઈ?
મૂઢ જીવ, મિથ્યાદૃષ્ટિ એટલે મૂઢ જીવ, વસ્તુના સ્વરૂપની ખબર નથી કે મારી ચીજ શું છે અને હું અસલી સ્વરૂપે ત્રિકાળ શું છું. એના જ્ઞાન અને આનંદ સ્વભાવની જેને ખબર નથી એવી મિથ્યા નામ જૂઠી દૃષ્ટિવંત એ રાગને કરે છે અને રાગને ભોગવે છે એ મિથ્યા-જૂદી દૃષ્ટિને કા૨ણે છે. સત્ય દૃષ્ટિને કારણે નહિ. આહાહા..! સમજાય છે કાંઈં? એ ચાર ગતિમાં રખડનારા, પરિભ્રમણ કરનારા જીવ મિથ્યાસૃષ્ટિને કા૨ણે વિકારના કર્તા અને ભોક્તા થાય છે. સ્વભાવમાં નથી, પર્યાયમાં—અવસ્થામાં અજ્ઞાનપણાને કારણે, મિથ્યાશ્રદ્ધાને કા૨ણે વાસ્તવિક સ્વભાવની શ્રદ્ધાના અભાવને કારણે (રાગને કરે છે અને ભોગવે છે). સમજાય છે કાંઈ? એ રાગ દયા, દાન કે કામ, ક્રોધના ભાવ એ તો વિકલ્પ છે, એ વિકલ્પ મારું કાર્ય છે અને વિકલ્પને હું ભોગવું છું, એ મિથ્યાદૃષ્ટિ સ્વભાવની સ્થિતિને નહિ જાણનારા મિથ્યા-જૂદી દૃષ્ટિવંત કર્તા-ભોક્તા થાય છે. આહાહા..! આકરું કામ છે, બાપુ! ‘લક્ષ્મીચંદભાઈ’! ‘આફ્રિકા’થી આવ્યા છે. ‘આફ્રીકા’માં અહીંનું મંડળ છે. ‘નાઈરોબી’. પોતે અગ્રેસ૨ છે. ગુજરાતી સમાજના ચાલીસ ઘ૨ છે. અહીંનું વાંચન કરે છે ન્યાં. પહેલા એમના મોટા ભાઈ હતા, પ્રેમચંદભાઈ’! ત્યાં ‘નાઈરોબી’માં દસ લાખનું મકાન-મંદિર કરવાના છે. દસ લાખ રૂપિયાનું મંદિર નવું (ક૨વાના છે). દોઢ-બે લાખનું છે ને? ભાઈ! દોઢ-બે લાખનું પહેલાનું છે. આ દસ લાખનું નવું કરવાના છે. ભેગા થઈને અહીંના વાંચન, મનન માટે.
અહીંયાં કહે છે, પ્રભુ! એકવાર સાંભળ તો ખરો. આહાહા..! અનાદિકાળથી તારી ચીજ અંદર અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો સાગરનો ભંડાર ભરેલો તારો પ્રભુ છે. આહાહા..! એ દૃષ્ટાંત પણ આપ્યું હતું ને? શેઠ આવ્યા હતા ત્યારે પણ કહ્યું હતું. નહિ? ‘સુમનભાઈ’ના શેઠ આવ્યા હતા ને? રામજીભાઈ’ના દીકરા છે ને? સુમનભાઈ’ એમાં નોકર છે, એના મોટા શેઠ આવ્યા હતા. ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાની વર્ષની પેદાશ છે. એના દીકરાની વહુ અહીં વ્યાખ્યાનમાં છે. કરોડ-સવા કરોડ તો સ૨કા૨ લઈ જાય. આહાહા..! કાલે શકરિયાનો દૃષ્ટાંત આપ્યો હતો. શકરકંદ છે ને? શક૨ણંદ. આપણે શકરકંદ કહીએ ને? ઉપરની લાલ છાલ છે એનાથી જુદી ઓલી ચીજ છે અને તેથી એને શકરકંદ કહે છે. શકછંદ એટલે સાકરની મીઠાશનો પિંડ. શકર એટલે સાકરની મીઠાશનો પિંડ. એની છાલ તે જુદી. એમ