________________
કળશ-૧૯૬
૧૨૫
“યં નીવ: મોવત્તા” “આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું પણ છે. આ હરખ-શોખ ભોગવે છે એમ દેખાય છે કે આમાં ફેર છે? (શ્રોતા :આ ગુજરાતી છે). ગુજરાતી, ઠીક આ હિન્દી છે. ઠીક, લ્યો! આ પાનું આ બાજુ છે. સમજાય છે કાંઈ? શું કહે છે?
આ આત્માનો મૂળ સ્વભાવ-અસલી સ્વભાવ, કાયમી આત્મા અને કાયમી સ્વભાવ. એમાં કોઈ સ્વભાવ ને કોઈ દ્રવ્ય એ રાગને કરે અને રાગને ભોગવે એ તો એનો કોઈ સ્વભાવ તો છે નહિ. તો આ થાય છે શું? રાગ છે, રાગ ભોગવે છે. એ કહે છે કે, સુખદુઃખ એવું પણ છે.....” શું કહ્યું? આત્મામાં સ્વભાવમાં વિકારનું કરવું ને વિકારનું ભોગવવું નથી. છે ખરું. પર્યાયમાં ભોક્તા છે એમ છે ને? એ શું છે? સમજાય છે કાંઈ? આહાહા.! પર્યાય એટલે અવસ્થા, વર્તમાન હાલત. ત્રિકાળીમાં કોઈ એવો ગુણ, શક્તિ નથી. આ ભોક્તા દેખાય છે ને રાગને ભોગવે, રાગ કરે. હરખ-ખુશી થઈ જાય, નારાજ થઈ જાય એ ભાવને ભોગવે છે ને? ખુશી થઈ જાય. એવા ભાવને એ ભોગવે છે ને? એ પણ છે. પણ કઈ રીતે છે? આહાહા...!
તે શા કારણથી?” “અજ્ઞાનત વ’ આહાહા...! અરે! એને અજ્ઞાન છે, અનાદિનું ભાન નથી. આહાહા...! હું એક આત્મા આનંદનો ગોળો શુદ્ધ ચૈતન્યઘન છું એવું ભાન નથી. એ અજ્ઞાની મિથ્યાદષ્ટિ એટલે કે જે ત્રિકાળી સ્વભાવમાં રાગને કરવાનો ને ભોગવવાનો સ્વભાવ નથી તો એનાથી વિપરીત દૃષ્ટિ (છે). એ સ્વભાવમાં નથી એવા સ્વભાવની દૃષ્ટિ થાય તો તો સમ્યગ્દષ્ટિ–સત્યદૃષ્ટિ છે. પણ સ્વભાવનું ભાન નથી, અજ્ઞાનને કારણે એ રાગદ્વેષને કરે અને રાગ-દ્વેષને ભોગવે અજ્ઞાન, મિથ્યાત્વને કારણે છે. મિથ્યા નામ જૂઠી દૃષ્ટિને કારણે છે. સમ્યક્ વસ્તુનો જે સ્વભાવ છે એવી સમ્યક્ સત્ય દષ્ટિવંતને રાગનું કર્તા અને ભોક્તાપણું નથી. આ રાગનું કર્તા અને ભોક્તાપણું દેખે છે ને? એ શું છે? આહાહા...! “જ્ઞાનાત્ વ' અનાદિથી કર્મના સંયોગે... આહાહા. જડ કર્મનો સંયોગ છે. જેમ શ્રીફળ અને કાચલી સાથે છે. શ્રીફળ પહેલું આવ્યું અને પછી કાચલી આવી એમ કંઈ થયું છે એમાં? બેય સાથે જ છે. હું શ્રીફળ અને કાચલી સાથે જ છે ને? દૂધ અને દૂધમાં પાણી બેય સાથે જ છે પછી પાણી જુદું પડી જાય છે. છનો કરે ને? છનો કરે એમાં) લીંબુનું પાણી નાખે. શેર દૂધમાં, બશેર દૂધમાં. તમે જ કીધું હતું. સવારમાં દૂધનો છનો કરીને લેવો. એ ડૉક્ટર કહે છે. ભાઈ આવ્યા હતા ને? “ગાંગુલી’ એમ કહે કે, દૂધ એમ ને એમ ન લેવું. દસ્ત થઈ જશે. એટલે દૂધમાં કરી લીંબુ નાખી પાણી કાઢી નાખવું એટલે છનો એટલે એકલો લોચો રહી જાય એ લેવો. હમણા થોડા દિથી શું શરૂ કર્યું. ૮૮ વર્ષમાં પહેલું વહેલું. (લીધું. અહીં તો કોઈ દિ લીધું નથી.
અહીં કહે છે કે, જે રાગને અને કર્મને, સુખદુઃખને ભોગવે છે એ મિથ્યાત્વને કારણે