________________
૧૨૪.
કલામૃત ભાગ-૬
એમ આ શુદ્ધ આનંદકંદ પ્રભુ અંદર છે એને આત્મા કહીએ. એ પુણ્ય ને પાપના ભાવ એ આત્મા નહિ. એ તત્ત્વ તો વિકારી તત્ત્વ છે. અને શરીર તો પર છે, પ્રત્યક્ષ પર છે. એ તો છૂટી જાય છે, નવું આવે છે. એ છૂટી જાય ત્યારે ગયો, આત્મા ગયો એમ નથી કહેતા? એ આત્મા છૂટી ગયો. એ ભિન્ન છે. આ જડ છે, આ તો માટી છે. આ શરીર, કર્મ અને પુણ્ય-પાપના ભાવ. અહીં તો પુણ્ય-પાપના ભાવનું કર્તાપણું એવો કોઈ આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી. તેમ હરખ-શોકનું ભોગવવું એવો કોઈ આત્મામાં ત્રિકાળી સહજ સ્વભાવ, ગુણ, શક્તિ નથી. આહાહા.ત્યારે આ છે શું આ બધું? ઊભું શું થયું આ બધું ત્યારે? આહાહા.! છે? “સ્વભાવ નથી એમ કહ્યું છે.'
“દષ્ટાન્ત કહે છે-) જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. આહાહા...! ભગવાન આત્મા એ તો જ્ઞાનચક્ષુ છે. એ જ્ઞાનચક્ષુ રાગનો કર્તા નથી એમ રાગનો ભોક્તા નથી. આહાહા.! છે? “જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ.” “નીવ: મોવત્તા “આ જ જીવદ્રવ્ય પોતાના....' હવે ફરીથી લે છે. “યં નીવ: મોવત્તા ત્યારે આ ભોગવે છે ને? દેખાય છે ને આ રાગને ભોગવે, પુણ્યને ભોગવે, પાપના ભાવને ભોગવે, કરે. પરનું કરે, શરીરનું કરે, લાદીની વાત અહીં નથી. એને લાદીનું (કામ) નહોતું, તમારે બીજું હતું, નહિ? હેં? કાગળના પૂંઠા. પોપટલાલભાઈ હતા ને? ગુજરી ગયા. એના દીકરા છે. ગુજરી ગયા. દિવાળી પછી અહીં ચાર દિ રહી ગયા હતા. અહીંથી ગયા ને તરત બે દિએ ગુજરી ગયા.
અહીં કહે છે કે, આ આત્મામાં કર્તા, ભોક્તા રાગનો ને વિકારનો કર્તા-ભોક્તાનો કોઈ સ્વભાવ નથી, એની કોઈ શક્તિ ને એનામાં કોઈ ગુણ નથી. ત્યારે કહે છે, આ ભોક્તા દેખાય છે એનું શું? આ રાગ ભોગવે છે. આ વિષય ભોગવે એમ કહે છે. વિષય ભોગવવામાં પણ કાંઈ સ્ત્રીનું શરીર ભોગવતો નથી. શરીર તો માંસ ને હાડકા જડ છે અને આત્મા તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની અરૂપી ચીજ છે. નિરંજન નિરાકાર અરૂપી પ્રભુ છે. એ કાંઈ સ્ત્રીના શરીરને ભોગવતો નથી. ત્યારે શું છે? આ ઠીક છે, એવો જે રાગ કરીને રાગને ભોગવે છે. એને વીંછીના કરડવા વખતે અઠીક છે એમ કરીને દ્વેષને ભોગવે છે. વીંછીના કરડવાને નહિ, સ્ત્રીના શરીરને નહિ, વીંછીના કરડવાને નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? એ રાગનો કર્તા ને રાગનો ભોક્તા કઈ રીતે છે ત્યારે? વસ્તુના સ્વભાવમાં નથી એમ તમે કહ્યું. હૈ? આમ તો દેખાય છે, અજ્ઞાનીઓ બધા રાગને કરે છે, રાગને ભોગવે છે. રાગને ભોગવે છે, હોં! શરીરને નહિ. સ્ત્રીનું શરીર, પૈસાને ભોગવે છે એ તો ત્રણકાળમાં નહિ. પૈસા તો માટી ધૂળ છે. આત્મા તો અરૂપી-રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ છે. એ રંગ, ગંધ, રસ વિનાની ચીજ રંગ, સ્પર્શને કેમ ભોગવે? ભોગવે તો એનામાં વિકૃત ભાવ કરે એનો કર્તા થાય અને એને ભોગવે એ અજ્ઞાનપણે થાય છે. વસ્તુના ભાન વિના આ પ્રમાણે ઊભું થયેલું છે, એમ કહે છે. જુઓ!