________________
કળશ-૧૯૬
૧૨૩
વસ્તુ છે એમાં તેની દશાના તરંગ ઊઠે છે. દ્રવતી ઈતિ દ્રવ્યમ્. દ્રવે, દ્રવે, દ્રવે. પર્યાયઅવસ્થાને દ્રવે તેનું નામ દ્રવ્ય. પણ એ દ્રવ્ય છે તે પર્યાયમાં નથી અને એ પર્યાય દ્રવ્યમાં નથી. આરે...! એ દ્રવ્યનો સ્વભાવ... આહાહા...! જ્ઞાનાનંદ પ્રભુ, આહાહા...! અતીન્દ્રિય આનંદ એ તેનો સ્વભાવ છે. અતીન્દ્રિય જ્ઞાના આ ઇન્દ્રિયજ્ઞાન તે એનો સ્વભાવ નથી. એ તો ભ્રમણાથી ઉત્પન્ન કરેલું ઇન્દ્રિયનું જ્ઞાન છે. આહાહા...! અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય અંદર પ્રભુતા એ તેનો સ્વભાવ છે. એ સ્વભાવમાં રાગને કરે અને રાગને ભોગવે એવો કોઈ સ્વભાવ સંતોએ તો કહ્યો નથી, સર્વજ્ઞોએ તો કહ્યો નથી. સમજાય છે કાંઈ કહ્યું ને?
જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો...” “ર ઋતઃ “મૃત: સ્મરણમાં આવ્યું નથી અથવા સંતોએ કહ્યું નથી. આહાહા.! ભારે ઝીણી વાતું, બાપુ આવું છે. એ જ્ઞાનનો ગોળો છે એ તો. શ્રીફળનો દાખલો ઘણીવાર આપીએ છીએ ને. આ શ્રીફળ-નાળિયેર. નાળિયેર તો ખરેખર કોને કહીએ? શ્રીફળ, શ્રી-ફળ. છાલા નહિ, કાચલી નહિ અને કાચલી કોરની લાલ છાલ એ પણ નહિ, એ લાલ છાલની પાછળ ધોળો સફેદ ગોળો એ શ્રીફળ-નાળિયેર છે. ભાઈ! ન્યાય સમજાય છે? આ તો શ્રીફળનો દાખલો આપ્યો. ઉપરના છાલા, કાચલી અને લાલ છાલ. ટોપરાપાક કરે ત્યારે ઘસી નાખે છે ને? લાલ છાલ. ખરેખર તો એ લાલ છાલ એ શ્રીફળ નથી, કાચલી શ્રીફળ નથી, છાલા શ્રીફળ નથી. શ્રીફળ તો એ લાલ છાલની પાછળ ધોળો મીઠો ગોળો જે છે એ શ્રીફળ છે.
એમ આ ભગવાનઆત્મા શરીરરૂપી આ છાલા છે એ આત્મા નથી. આ તો છાલા છે. આ પાપ ને પુણ્ય કર્મ બંધાણા હોય, એને લઈને આ પૈસા મળે. હસમુખભાઈ એ ડહાપણ કર્યું મળતું નથી, હોં! ડાહ્યા છે માટે પૈસા થઈ ગયા, કરોડો રૂપિયા કે ધૂળ રૂપિયા. એ તો પૂર્વના પુણ્યના રજકણ એવા હોય, પરમાણુ-માટી, તો બુદ્ધિના બારદાન પણ પાંચપાંચ લાખ પેદા કરે છે. બારદાન સમજ્યા? ખાલી. બુદ્ધિના બારદાન ખાલી હોય તોપણ પાંચ-પાંચ લાખ પેદા કરે, અત્યારે ઘણા જોયા છે... આહાહા..! અને બુદ્ધિવંત હોય છતાં મહિને બે હજાર પગાર કરવા હોય તો પરસેવા ઉતરતા હોય. કંઈકની સેવા ને ચાકરી ને માખણ ચોપડે. પૈસા મળવા એ કોઈ વર્તમાન પ્રયત્નનું ફળ નથી. એ તો પૂર્વના પુણ્ય ને પાપના રજકણ, કર્મ, માટી કાચલીની પેઠે હોય છે એ ભિન્ન ચીજ છે. એ કાચલી નહિ, છાલા નહિ. કાચલી એટલે કર્મ. અને પુણ્ય ને પાપ ભાવ જે ઊઠે છે, શુભ-અશુભ વિકલ્પ, દયા, દાન, કામ, ક્રોધ એ લાલ છાલ. એ લાલ છાલની પાછળ આત્મા જે છે એ ધોળોશુદ્ધ, આનંદનો ગોળો છે. આ તો સમજાય એવું છે, ભાઈ! આહાહા.! આ તો લોજીકથી સિદ્ધ કરે છે. એમ ને એમ માનવું એમ નથી.
ભગવાન આત્મા! અંદરમાં તો જેમ એ ધોળો એટલે શુદ્ધ અને મીઠો એટલે આનંદ,