________________
૧૨૨
કલામૃત ભાગ-૬
લેતા. ધૂળ, હોં ધૂળા પાપ કર્યું હતું એકલું, બીજું શું કર્યું હતું? કોર્ટમાં જઈને બોલે, આમે છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું... બધો રાગનો ભાવ હતો, પાપ હતું. અહીં તો આવું છે. આહાહા...! ભગવાના કુજ્ઞાન, વકીલાતનું કુજ્ઞાન હતું, એમ ભાઈ કહે છે. આહાહા...!
અહીં તો સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે, આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. આત્મા વસ્તુ છે ને વસ્તુ, તત્ત્વ પદાર્થ છે ને? અસ્તિ છે ને, અસ્તિ? મોજૂદગી ચીજ. એમાં સર્વજ્ઞ સ્વભાવ છે, શક્તિ છે). સર્વને–પોતાને અને પરને જાણવું-દેખવું એવી એની શક્તિ, સ્વભાવ છે. એ સર્વજ્ઞ સ્વભાવ એવો નથી કે જે રાગને કરે અને રાગને ભોગવે એવું સર્વજ્ઞ સ્વભાવમાં છે જ નહિ. આહાહા...! ઝીણી વાત છે, બાપુ! અત્યારે બધી ગડબડ બહુ ચાલે છે. બધી ખબર છે ને. આહાહા...!
આ ચીજ અંદર ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ દેહદેવળમાં ભગવાન જ્ઞાનાનંદ સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વભાવિક સ્વરૂપ. એ તો જ્ઞાન ને આનંદ એનો સ્વભાવ છે. એ સ્વભાવિક ચીજમાં એવી કોઈ શક્તિ અને સ્વભાવ નથી કે રાગને કરે અને સુખદુઃખને ભોગવે. એવી કોઈ શક્તિ ને સ્વભાવ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આ બધા લાદીના વેપાર ને ઢીકણાના વેપાર એ આત્મા ન કરી શકે, એમ કહે છે. એ તો વાત જ નથી અહીં તો. એના તરફનો વિકલ્પ ઊઠે છે એ વિકલ્પનો પણ કર્યા અને ભોક્તા આત્માના સ્વભાવમાં, શક્તિમાં, ગુણમાં નથી. અજ્ઞાનથી એણે ઊભો કરેલો કર્તાપણા અને ભોક્તાપણાનો ભાવ છે. આહાહા...! કહો, શેઠા આહાહા.! આવું છે. આવી વાત સાંભળવી કઠણ પડે. આહાહા...!
એમ કહે છે કે, “જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો ગણધરદેવે કહ્યું નથી; છે? કર્મફળચેતના એટલે વિકારી સુખદુઃખનું વેતન કરવું અને કર્મચેતના એટલે રાગ-દ્વેષનું કરવું એવો જીવ છે, એવો જીવદ્રવ્યનો સહજ ગુણ તો ગણધરદેવો તો કહ્યો નથી. સંતોએ, સર્વજ્ઞએ તો કહ્યું નથી પણ સર્વજ્ઞની વાણી જે આવી એ વાણીમાં શાસ્ત્રની રચના કરી એ ગણધર નામ સંતના ગણના ટોળાના નાયક, એમણે કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે આત્મા રાગને કરે અને રાગને ભોગવે એવો આત્માનો સ્વભાવ છે. એવું તો ક્યાંય કહ્યું નથી. આહાહા...! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે. અનંતકાળથી પરિભ્રમણ કરે છે, ભાન ન મળે. હું કોણ છું? કેવો છું? શું મારી તાકાત છે? રાગને કરવું અને રાગને ભોગવવું એ તેની તાકાત છે? તાકાત નામ સ્વભાવ. સમજાય છે કાંઈ? આહાહા...! ભગવાન અહીં તો શ્લોક બહુ સારો આવ્યો છે. અમારા ડૉક્ટર તાકડે આવ્યા છે. શ્લોક બહુ સારો છે, ભાઈ! અહીંના ડૉક્ટર છે, ખબર છે?
“જીવદ્રવ્યનો...” શું કહે છે? જીવદ્રવ્ય એટલે વસ્તુ. આ આત્મદ્રવ્ય એટલે દ્રવ્ય એટલે કવવું. દ્રવવું એટલે જેમ પાણી છે ને પાણી પાણીમાં તરંગ ઊઠે છે એમ આત્મા દ્રવ્ય