________________
કળશ-૧૯૬
૧૨૧
દાનની કે રાગાદિના ફળની ભોક્તા નથી. સ્વભાવ ભોક્તા નથી. આત્મામાં કોઈ ત્રિકાળી સ્વભાવ એવો નથી કે જે રાગને ભોગવે કે ઇન્દ્રિયના વિષયના ભોગમાં સુખદુઃખની કલ્પનાને ભોગવે એવો કોઈ આત્મામાં સ્વભાવ અને ગુણ નથી. સમજાય છે કાંઈ? ગુજરાતી સમજાય છે (કહેવાય અને) હિન્દીમાં સમજ મેં આતા હૈ (એમ કહેવાય). આજે હિન્દી લોકો આવ્યા) છે ને એટલે હિન્દીમાં) ચાલે છે. આહા..!
એ સુખદુઃખ અનુકૂળ ચીજને જોઈને હું સુખી છું એવી કલ્પના અને પ્રતિકૂળતાને જોઈ હું દુઃખી છું એવી કલ્પના, એ કલ્પનાનો ખરેખર ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એમાં એવો કોઈ સ્વભાવ, કોઈ શક્તિ, કોઈ ગુણ, કોઈ એનું સત્ત્વ નથી કે એને ભોગવે. આહાહા.! સમજાય છે કાંઈ છે? પુસ્તકમાં છે કે નહિ? ત્યાં તમારા ચોપડા-બોપડામાં ક્યાંય નથી, ત્યાં તમારી ધૂળમાં. ત્યાં પૈસા-ધૂળ દેખાય, ધૂળ.
મુમુક્ષુ :- ત્યાં તો પાના ફરે ને સોનું ઝરે.
ઉત્તર :- ધૂળના પાના પણ એ તો ઉઘરાણી. વાણિયા લોકો વાતું કરે કે, જુઓ! ચોપડામાં કેટલી ઉઘરાણી છે? સોનું ઝરે તો એમાં આત્માને શું છે? આહાહા...!
અહીં કહે છે કે, આત્મામાં આત્માનો અસલી સ્વભાવ, મૂળ સ્વભાવ તો આનંદ અને જ્ઞાન છે. જ્ઞાન અને આનંદ સ્વભાવ હરખ-શોકને ભોગવે એ ચીજ નથી. સમજાય છે કાંઈ આહાહા! અને પુણ્ય ને પાપના ભાવ, રાગાદિને કરે એવો કોઈ સ્વભાવ નથી. એ તો અનાદિ અજ્ઞાનથી રાગનો કર્તા અને રાગનો ભોક્તા અજ્ઞાનથી ઉત્પન્ન કર્યા, એવી ભ્રમણા છે. સમજાય છે કાંઈ એનો કર્તા-ભોક્તા આત્મા છે નહિ. એ કહે છે, જુઓ
“રાગાદિ અશુદ્ધ પરિણામ કર્મચેતના...” એ કર્મચેતના એટલે વિકારી રૂ૫ ચેતન એમાં એકાગ્ર થઈ જાય. રાગમાં એકાગ્ર થઈ જાય એ કર્મચેતના અને તેના સુખ-દુઃખની કલ્પનામાં ભોક્તા થઈ જાય એ કર્મફળચેતના. કર્મ એટલે જડની અહીં વાત નથી. અહીં તો વિકારી પરિણામને કર્મ કહે છે. કર્મ નામ કાર્ય. પુષ્ય ને પાપના ભાવ અને હરખ-શોકના ભાવ એ વિકારી કાર્ય છે તેને કર્મ કહે છે. કર્મ નામ કાર્ય. એ કાર્યનો કર્તા-ભોક્તા (થાય એવી) આત્માના મૂળ સ્વભાવમાં કોઈ એક ચીજ કે શક્તિ પણ નથી. આહાહા. હસમુખભાઈ ! આ વેપાર ને ધંધા બધા નહિ? આ લાદીના, ધૂળના.
હજી બહુ ઝીણી વાત તો નથી કરતા, હજી તો સ્થૂળ વાત કરીએ છીએ. બહુ સૂક્ષ્મ તો ઝીણી વાત છે. આહાહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, પ્રભુ! લોજીક, ન્યાય વસ્તુસ્થિતિ એવી છે કે જે ન્યાયથી સિદ્ધ કરવી જોઈએ. ન્યાયમાં નિ' ધાતુ છે. નિ. નિ ધાતુ, જાય. તો નિ (એટલે) લઈ જવું. જેવી વસ્તુની સ્થિતિ છે એ તરફ જ્ઞાનને લઈ જવું તેનું નામ જાય. તમારા સરકારના ન્યાય જુદા. આ વકીલાત કરે ને... ભાઈ વકીલ છે ને “રામજીભાઈ મોટા વકીલ હતા. પાંત્રીસ વર્ષ પહેલા પાંચ કલાક જતા તો બસો રૂપિયા