________________
૧૨૦
કલશામૃત ભાગ-૬
ચેતન, જાણવું-દેખવું અને આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ, સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સ્વભાવવાન આત્મા છે. એ આત્મા. ચેતનદ્રવ્યનો...’ એ ચેતનદ્રવ્યની વ્યાખ્યા થઈ. રવિવાર છે, ઠીક! શું કહે છે?
જે આત્મા છે ને અંદર આત્મા, તેનો અસલી મૂળ સ્વભાવ ચેતન છે. ચેતન નામ જાણન, દેખન તેનો સ્વભાવ છે. બીજી દૃષ્ટિએ કહીએ તો એ ભગવાનઆત્માનો સ્વભાવ જાણવું-દેખવું, શાતા-દૃષ્ટા છે. એ ચેતનદ્રવ્યનો ભોક્તાપણું-જ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુઃખરૂપ કર્મફળચેતનાનો...' જ્ઞાનાવરણીય એ જડકર્મની વાત છે. સુખદુ:ખ જે કર્મફળચેતના. ઝીણી, સૂક્ષ્મ વાત છે, પ્રભુ! સુખદુઃખની જે કલ્પના થાય છે તેનો પણ ભગવાનઆત્મા ચેતન સ્વરૂપ છે, તે તેનો ભોક્તા નથી. આહાહા..! ચેતનદ્રવ્ય જે જ્ઞાન સ્વભાવથી ભરેલું પરિપૂર્ણ (છે). આહાહા..! વસ્તુ છે ને? આત્મતત્ત્વ છે ને? તત્ત્વ. તત્ત્વ છે તો તેનો કોઈ સ્વભાવ છે કે નહિ? જેમ તત્ત્વ ત્રિકાળી છે, તેમ કોઈ સ્વભાવ ત્રિકાળી છે કે નહિ? વર્તમાન દશામાં ફેરફાર છે એ તો અનાદિથી ભૂલ છે. પણ વસ્તુસ્થિતિ જે આત્મા છે તે ત્રિકાળી છે. અણઉત્પત્તિ અને અવિનાશ. એની ઉત્પત્તિ નથી કદી અને ક્યારેય નાશ નથી. એવું એ સત્ સ્વરૂપ ભગવાનઆત્મા એ ચેતનદ્રવ્ય, તેનો અસલી સ્વભાવ, કાયમી સ્વભાવ, તેની કાયમી મોજૂદગી ચેતન, જ્ઞાન ને આનંદ તેની મોજૂદગી ચીજ છે. ભાષા સમજાય છે? ભાઈ! આ બધી જાત જુદી છે.
એ ચેતનદ્રવ્ય સુખદુઃખ, અંદરમાં કલ્પનામાં જે સુખદુ:ખ થાય છે તે સુખદુઃખની કલ્પનાનો વસ્તુ સ્વભાવ ખરેખર ભોક્તા નથી. ફરીથી. ઝીણી વાત છે, બાપુ! આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. આહાહા..! ચેતનદ્રવ્ય જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એ અનાદિ છે. એ કોઈ નવી ચીજ નથી. નવી હોય એ તો દશા પલટે એ નવી હોય. વસ્તુ છે તે નવી થતી નથી અને ચીજમાં વિચારનો પલટો થાય છે એ તો અવસ્થા હાલત છે. હાલત નવી થાય છે પણ વસ્તુ જે છે ત્રિકાળી એ નવી થતી નથી. એ તો અનુત્પન્ન અને અવિનાશી છે. ઉત્પન્ન પણ થતી નથી અને નાશ પણ થતો નથી. તો એ ચીજ શું છે? કે, એ તો ચેતનદ્રવ્ય છે. આહાહા..! જાણન ને દેખન સ્વભાવ સ્વરૂપ ભગવાનઆત્મા છે). આહાહા..!
એ સુખદુઃખની કલ્પના અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ...' સૂક્ષ્મ છે, ભગવાન! એ પુણ્ય ને પાપના, દયા, દાન, વ્રત, ભક્તિના કે કામ, ક્રોધના ભાવ એ વિકલ્પ છે, વિકાર છે, વિકૃત છે. એ કારણે વસ્તુનો સ્વભાવ રાગાદિનો અને સુખદુઃખનો ભોક્તા અને કર્તા નથી. અજ્ઞાનીએ અજ્ઞાનપણે અનાદિથી માની રાખ્યું છે. આહાહા..! સમજાણું કાંઈ? છે તો લોજીકથી વાત આ. પણ કોઈ દિ’ સાંભળ્યું નથી, કર્યું નથી. આહાહા..! અંદર દેહથી ભિન્ન ભગવાન જે કાયમી ચીજ વસ્તુ છે એ તો ચેતન નામ જાણન, દેખન, આનંદ છે. એ ચીજ વસ્તુ છે અને વસ્તુમાં જે જાણન-દેખન આદિ શક્તિ-સ્વભાવ છે એ કોઈ રાગાદિ દયા,