________________
કળશ-૧૯૬
૧૧૯
(અનુપ) भोक्तृत्वं न स्वभावांऽस्य स्मृतः कर्तृत्ववच्चितः ।
अज्ञानादेव भोक्ताऽयं तदभावादवेदकः ।।४-१९६।।) ખંડાન્વય સહિત અર્થ :- “ગર વિતઃ મોવસ્તૃત્વ સ્વમાવઃ જ મૃત (ચ વિતા) ચેતનદ્રવ્યનો (મોવસ્તૃત્વ ભોક્તાપણું જ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુઃખરૂપ કર્મફળચેતનાનો અથવા રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ કર્મચેતનાનો ભોક્તા જીવ છે–એવો (સ્વભાવ) સ્વભાવ અર્થાત્ જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો ન મૃત:) ગણધરદેવે કહ્યું નથી; જીવનો ભોક્તા સ્વભાવ નથી એમ કહ્યું છે; [દષ્ટાન્ત કહે છે–] “વસ્તૃત્વવત’ જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. “ નીવ: મોવતા આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું પણ છે. તે શા કારણથી ? “જ્ઞાનાત ઇવ’ અનાદિથી કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે. “તદ્માવત ગવર: મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં જીવદ્રવ્ય સાક્ષાત્ અભોક્તા છે. ભાવાર્થ આમ છે કે –જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપ–અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે. હવે મિથ્યાષ્ટિ જીવ દ્રવ્યકર્મનો અથવા ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દષ્ટિ કર્તા નથી એમ કહે છે. ૪–૧૯૬.
પોષ વદ ૬, રવિવાર તા. ૨૯-૦૧-૧૯૭૮.
કળશ–૧૯૬ પ્રવચન-૨૧૮
કળશટીકા ૧૯૬.
(અનુષ્ટ્રપ) भोक्तृत्वं न स्वभावांऽस्य स्मृतः कर्तृत्ववच्चितः।
अज्ञानादेव भोक्ताऽयं तदभावादवेदकः ।।४-१९६।।) શું કહે છે? “ગર વિત: મોવસ્તૃત્વ સ્વમાવઃ મૃતઃ “ર વિત: ચેતનદ્રવ્ય જે ભગવાનઆત્મા એ તો જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. એનો-આત્માનો મૂળ અસલી સ્વભાવ