________________
૧૧૮
કલામૃત ભાગ-૬
કે, એનો નાશ કરવો ગહન વાત છે, એમ કહે છે. અસાધ્ય છે. આહાહા...! સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સંસાર-અવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ...” જોયું? “રાગદ્વેષ-મોહપરિણામરૂપ પરિણમ્યું છે....... આહાહા.! અરેરે.વસ્તુ અને વસ્તુના અનંત ગુણ, છતાં એવી વસ્તુમાં આ મોહ, રાગ, દ્વેષરૂપી પરિણમન ક્યાંથી થયું એ ગહન વાત છે, કહે છે. આહાહા...! વસ્તુના સ્વભાવનું અજ્ઞાનપણું પર્યાયમાં, વસ્તુના સ્વભાવનું મિથ્યાત્વપણું માન્યતામાં ગહન વાત છે. આહાહા.! જે દ્રવ્ય-ગુણમાં વિકાર કરવું એમ નથી અને વિકાર થયો તો એ અસત્યશ્રદ્ધાની ગહન મહિમા છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! પરિણામરૂપ પરિણમ્યું છે....” પર્યાયમાં પાછું પરિણમ્યું છે. વસ્તુ અને વસ્તુના ગુણ શુદ્ધ અને સ્યુટ વિશુદ્ધ હોવા છતાં પર્યાયમાં મિથ્યાશ્રદ્ધાને કારણે, પર્યાય જેટલો હું છું, આ રાગ તે હું, એવી મિથ્યાશ્રદ્ધાને કારણે અસાધ્ય એવો વિકાર ઉત્પન્ન થાય છે. આહાહા.! પરિણમ્યું
છે...”
તેથી જેવું પરિણમ્યું છે... હવે એમ કહે છે. જેનું પરિણમન થયું તેવા ભાવોનું કર્તા થાય છે. જેનું પરિણમન થયું તેનો કર્તા થાય છે. મિથ્યાશ્રદ્ધાથી મોહ-રાગ-દ્વેષરૂપી પર્યાયમાં પરિણમન થયું તો એવું પરિણમ્યું તેનો કર્તા થાય છે. આહાહા..! અશુદ્ધપણે પરિણમ્યો તો અશુદ્ધપણાનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહા...! ઝીણી વાતું ભારે, ભાઈ! હજી સમ્યગ્દર્શન શું છે અને કેમ ઉત્પન્ન થાય એની ખબરું ન મળે. આહાહા.! એને બહાર ચારિત્ર ને એ બધું આવી જાય. ભાઈ! આકરું કામ છે, બાપુ! અને તે તો તારી દયાની વાત છે, ભાઈ! હૈ? આહાહા...!
કહે છે, પ્રભુ તું આવો છો નો છતાં એની જેને શ્રદ્ધા વિપરીત છે એટલે કે આટલો આવા ગુણવાળું દ્રવ્ય છે એવી જેને શ્રદ્ધા નથી, જેને શ્રદ્ધા રાગની અને વર્તમાન પર્યાય ઉપર એ જેની રુચિ જામી ગઈ છે, એવા મિથ્યાત્વના ગહનભાવને લઈને એનું પરિણમન વિકારરૂપે થાય છે અને જે પરિણમે છે તે તેનો કર્તા થાય છે. ભાષા તો સાદી છે. ભાવ તો છે એમ છે. આહાહા...! આ ભણતર કોઈ દિ ભણ્યો નથી. હું બહારના ભણતરમાં વખત ગાળ્યા બધા. આહાહા...!
જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છે–અશુદ્ધ ભાવોનું કર્તા થાય છે.” એમ. અશુદ્ધભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. આહાહા.! એ તો રાગનો અકર્તા સ્વભાવ છે. આહાહા...! રાગ થાય છે પણ અકર્તા સ્વભાવ છે. થાય છે તેનો જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. અકર્તાપણું સિદ્ધ કર્યું. કર્તાપણું સિદ્ધ કર્યું, વસ્તુ સિદ્ધ કરી. કર્તા, પરિણમનમાં અશુદ્ધ પરિણમન છે તો અશુદ્ધ કર્તા થયો. જ્યારે તે મટે છે ત્યારે કર્તાપણું મટી જાય છે. અકર્તાપણાનું પરિણમન થાય છે તેનું નામ ધર્મ છે અને કર્તાપણાની બુદ્ધિથી પરિણમે તેનું નામ અધર્મ છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)