________________
કળશ-૧૯૫
૧૧૭
ક્યાંથી આવ્યો? કહે છે. આહાહા.. દુઃખ કહો, રાગ કહો, ઉદયભાવ કહો. સમજાણું કાંઈ? કર્મ પ્રકૃતિ તો નિમિત્તથી કથન છે. ખરેખર તો પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય હોવા છતાં દ્રવ્ય, ગુણમાં રાગનું કર્તાપણું નહિ હોવા છતાં કોઈ અજ્ઞાન, મિથ્યાત્વને કારણે સ્વરૂપ જેવું છે તેનાથી વિપરીત દૃષ્ટિથી ગહન મહિમા છે કે મિથ્યાત્વને કારણે સંસાર ઉત્પન્ન થાય છે.
રાગની ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વ છે. આહાહા...! સમજાણું કાંઈ? જ્ઞાનીને (રાગ) થાય છે તે મિથ્યાત્વ નથી. પછી એ તો પર્યાયમાં નબળાઈથી થયો તેનો તે જ્ઞાતા-દષ્ટા છે. અહીંયાં તો મિથ્યાત્વથી (રાગ) ઉત્પન્ન થયો તેનો તે કર્તા-ભોક્તા થાય છે. સમજાણું કાંઈ? બેમાં આટલો ફેર છે. આહાહા.! આવી વાત છે. સાધારણ દયા પાળો ને વ્રત પાળો ને અપવાસ કરો ને... આહાહા.. ઈ કહે છે કે, અપવાસ કરો ને વિકલ્પ કરો, રાગ એ કોઈ અજ્ઞાનની ગહન મહિમા છે કે રાગનો કર્તા થાય છે. વસ્તુનું સ્વરૂપ આવું હોવા છતાં એમાં કોઈ વિકલ્પ-ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ (ઊઠે, વ્યવહાર રત્નત્રયનો રાગ, તેને રચવો એવો કોઈ ગુણ જ નથી. તો કેમ થાય છે? આ પ્રકૃતિનો બંધ થાય છે ને એમ કહ્યું ને? છે ને?
“પ્રવૃતિમિએમ કહ્યું ને? પછી જ્ઞાનાવરણીય કર્મ લીધું છે. પણ પ્રકૃતિનો વિરુદ્ધ ભાવ જે વિકાર છે એ જે પ્રકૃતિ છે તે સ્વભાવ નથી. આહાહા...! સમજાણું કાંઈ? જ્ઞાનાવરણીય કર્મ તો જડ છે એ તો તેને કારણે બંધાય છે. તેની પર્યાયમાં, પરમાણુમાં કર્મ થવાની પર્યાયથી થાય છે. આ પ્રકૃતિનો જે સ્વભાવ છે તેનાથી વિરુદ્ધ પ્રકૃતિ. આહાહા.! વિરુદ્ધભાવ-પુણ્ય ને પાપ આદિ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ એ રાગની ઉત્પત્તિ થાય છે એ કોઈ મિથ્યાત્વની ગહન શક્તિ છે. આહાહા.. જેમાં છે નહિ, દ્રવ્યમાં છે નહિ, ગુણમાં છે નહિ અને તેના ગુણનું પરિણમન થાય એમાં પણ નથી. આહાહા...! આ કોઈ મિથ્યાત્વનો ભાવ, જૂઠી દૃષ્ટિ, પરમસત્ય પ્રભુ દ્રવ્ય-ગુણથી પૂર્ણ, પૂર્ણ ભરેલો એની દૃષ્ટિથી વિરુદ્ધ અસત્યદૃષ્ટિ, મિથ્યાષ્ટિ... આહાહા. એ અસત્યદૃષ્ટિની કોઈ ગહન મહિમા છે, એમ કહે છે. આહાહા...!
એ “મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. પાછું એમાં એમ ન લેવું કે વિભાવ નામનો ગુણ છે માટે તેમ થાય છે. વિભાવગુણ છે એ છે. એ તો વિશેષ તરીકે વિભાવ (કહ્યું છે. વિકાર કરે માટે વિભાવશક્તિ છે) એમ વાત નથી. આહાહા.! અહીંયાં તો “મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિ...” એમ લીધું છે. જોયું? રાગ મારો છે અને રાગનો કર્તા (છું) એવી અસત્યદૃષ્ટિ, વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. આહાહા...!
કેવો છે?” “ફનઃ “અસાધ્ય છે. આહાહા..! અસાધ્ય છે, અસાધ્ય. ઝટ દઈને સાધ્ય શકે એમ નથી. એમ કહે છે. એ ભાવ જ અસાધ્ય છે. એમાં આત્મા અસાધ્ય થઈ જાય છે. આહાહા...! મિથ્યાત્વને કારણે રાગનો સંબંધ જે ઉત્પન્ન કરે છે એમાં) આત્મા અસાધ્ય થઈ જાય છે. દૃષ્ટિમાં આત્મા સાધ્ય રહેતો નથી. આહાહા...! અહીં તો અસાધ્યનો અર્થ