________________
કળશ-૧૯૬
૧૨૭
આ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મીઠાશનો પિંડ છે અને આ પુણ્ય, પાપ, દયા, દાન, કામ, ક્રોધના રાગ-દ્વેષના ભાવ એ ઉપરની લાલ છાલ છે. એ લાલ છાલ તે ટોપરું નહિ. એમ લાલ છાલ તે આત્મા નહિ. એમ પુણ્ય-પાપના ભાવ એ આત્મા નહિ. આહાહા...! સમજાય છે કાંઈ? એ અહીંયાં ભોક્તા દેખાય છે ને? કે, અજ્ઞાન (અને મિથ્યાત્વને કારણે. આહાહા...!
જેની સ્વભાવની દૃષ્ટિ નથી, અનાદિકાળથી ચૈતન્ય ભગવાન જાણન, દેખન ને આનંદ એવો સ્વભાવ (છે) એવી જેને ખબર નથી, દૃષ્ટિ નથી, સમ્યકુ-સત્ય નથી, સમ્યકુ સત્ય દૃષ્ટિમાં લીધું નથી એવો મિથ્યાદૃષ્ટિ જીવ અસત્ય જે વિકૃત ભાવ કરે છે અને ભોગવે છે તેનો કર્તા-ભોક્તા મિથ્યાષ્ટિ થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાત તો છે, ભાઈ! બીજું શું થાય? વસ્તુ તો આ છે. હૈ? ન્યાયથી, લોજીકથી પણ વસ્તુ આવી સિદ્ધ થાય છે, બીજી રીતે સિદ્ધ થતી નથી.
અંદર ભગવાનઆત્મા કેમ રખડે છે, ચોરાશીના અવતારમાં પરિભ્રમણ કરે છે. આહાહા.. ઘણા ભવ કરે છે. અત્યારે હજારો જાતિસ્મરણવાળા છે. એ આવ્યા હતા ને આપણે બેનને જાતિસ્મરણ છે તેની તપાસ કરવા આવ્યા હતા. ક્યાંનો હતો? ઇંગ્લેન્ડનો? “અમેરિકાનો. બેન છે ને અહીં એમને જાતિસ્મરણ પૂર્વ ભવનું જ્ઞાન છે. ઝીણી વાત છે. “અમેરિકાથી એમનો રિપોર્ટ લેવા આવ્યા હતા. મેં એમને પૂછ્યું હતું, કેટલાક આવા છે? આવા હજારો છે. આખા હિન્દુસ્તાન ને યુરોપમાં અને બીજે પણ કોઈને) એક ભવ, કોઈને બે ભવ એવા જાતિ એટલે પૂર્વના ભવનું જ્ઞાન એ કંઈ ધર્મ નથી પણ એવું જાણપણુ ધરાવનારા) કેટલાક છે. એની પાસે રિપોર્ટ હતો. “અમેરિકાથી માણસ આવ્યો હતો.
મારે બીજુ સિદ્ધ કરવું હતું કે, ભવ છે. આ પહેલા આત્મા બીજા ભવમાં હતો. એ પહેલા બીજામાં, ત્રીજામાં... આત્મા તો અનાદિનો છે ઈ છે પણ ભિન્ન ભિન્ન ભિન્ન ભવમાં રખડતો છે અને રખડે છે કેમ કે, પોતાનો નિજ સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન, જેમાં વિકારનો કર્તા અને ભોક્તાનો કોઈ ગુણ નથી, એવા ગુણને ધારણ કરવાવાળા ગુણીની દૃષ્ટિ જેને નથી તે કર્તા-ભોક્તા થાય છે અને ચાર ગતિમાં રખડે છે. આહાહા. આકરું કામ છે. આ બધું કરીએ છીએ ને? ઈ તો “નરસિંહ મહેતાએ કહ્યું છે. હું કરું હું કરું એ જ અજ્ઞાન છે “હું કરું હું કરું એ જ અજ્ઞાન છે” પછી શું કીધું “શકટનો ભાર જેમ શ્વાન તાણે ગાડું હોય ને? ગાડું. એની હેઠે કૂતરો હોય ને? ઈ જાણે કે મારાથી ગાડું ચાલે છે. આ બધા ધંધા-વેપાર ચાલે છે ને? એ જડની ક્રિયા જડથી થાય છે. મૂર્ખ બેઠો હોય એ એમ માને કે આ મારાથી થાય છે. એ અંદર રાગ અને દ્વેષનો કર્તા, પુણ્ય ને પાપના વિકૃતભાવનો કર્તા અને ભોક્તા, સ્વભાવ-સ્વરૂપની દૃષ્ટિ વિના મિથ્યાષ્ટિવાળો કર્તા અને ભોક્તા થાય છે. પણ સમ્યગ્દષ્ટિ, સમ્યક્ એટલે જેવો એનો સ્વભાવ છે, રાગ કરવાની