________________
૧૨૮
કલશામૃત ભાગ-૬
કોઈ શક્તિ કે સ્વભાવ નથી, એવા સ્વભાવની જેને દૃષ્ટિ છે તે રાગનો કર્તા-ભોક્તા થતો નથી. રાગાદિ થાય છે પણ કર્તા-ભોક્તા થતો નથી, જાણનારો રહે છે. આહાહા! આવી વાત આકરી છે. હું
“જ્ઞાન“મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે....” જુઓ! અજ્ઞાની મિથ્યાશ્રદ્ધા રૂપે, જાણન-દેખન હું છું એમ નહિ માનતો, હું તો રાગ અને પુણ્ય-પાપ ભાવ મારા છે એમ માની અજ્ઞાની પ્રાણી, મિથ્યા નામ વિપરીત માન્યતા અને રાગ-દ્વેષ એવા મલિન વિભાવરૂપ પરિણમ્યો છે. વિશુદ્ધ વિકારરૂપે થયો છે. તે કારણે ભોક્તા છે. આહાહા.! આ કારણે તે વિકારનો ભોક્તા થાય છે. આહાહા.! ઝેરનો અનુભવ કરે છે, એમ કહે છે. અમૃતસ્વરૂપ ભગવાન છે તેની જેને દૃષ્ટિ નથી તે રાગનો ભોક્તા-ઝેરનો ભોક્તા થાય છે. સ્વનો ભોક્તા, સ્વની તો ખબર નથી. આહાહા! હું કોણ છું? અનાદિઅનંત કોઈ ચીજ અંદર છું અને જે ચીજમાં તદ્દન શુદ્ધ પવિત્ર સ્વભાવ જ ભર્યો છે. વસ્તુ છે તેમાં અપવિત્રતા હોઈ શકે નહિ. અપૂર્ણતા હોઈ શકે નહિ, અપવિત્રતા હોઈ શકે નહિ, આવરણ હોઈ શકે નહિ. એ તો વસ્તુ એવી ચીજ ભગવાન આનંદ સ્વરૂપ અનાદિ છે). એ ચીજની દૃષ્ટિ જેને થઈ તેને રાગ અને દ્વેષ આવે છે તેને પૃથક રાખીને તેનો જાણનાર રહે છે અને અજ્ઞાની રાગ-દ્વેષમાં, પોતાના સ્વભાવની દૃષ્ટિ નહિ હોવાને કારણે રાગ-દ્વેષને પોતાના માની કર્તા-ભોક્તા મિથ્યાદૃષ્ટિ દુઃખી થઈને કર્તા-ભોક્તા થાય છે. ઝીણી વાતું બહુ ભાઈ આ.
આ ઇંજેક્શન બહુ જુદી જાતનું છે. આહાહા...! આ ડોક્ટરો ઇંજેક્શન આપે છે ને? એમ આ ઇજેક્શન આપતા આપતા મરી ગયા હતા, નહિ તમારે? “ભાવનગર', હેમંતકુમાર'. હેમંતકુમાર' હતા ને ત્યાં પટણીના સગા હતા. ઈ કોકનું કાંઈક કરતા હતા ત્યાં કહે, મને કાંઈક થાય છે. ખુરશી ઉપર બેઠા હતા, ઊડી ગયા. હેમંતકુમાર અહીં બે-ત્રણ વાર આપણા વ્યાખ્યાનમાં આવ્યા હતા. એક વાર દાંત માટે બોલાવ્યા હતા. આવ્યા હતા, ત્રણ વાર આવ્યા હતા. એ તો દેહની સ્થિતિ, મુદ્દત છે તે સ્થિતિએ છૂટે છૂટકો. લાખ ઉપાય કરે ને દેવ ઉતારે ને દવા કરે ને ત્યાં મટી જાય ને શરીર રહે એ ત્રણકાળ ત્રણલોકમાં થાય નહિ.
અહીં તો (કહે છે), તેનો કર્તા તો નથી, તેનો-શરીર, વાણીનો રક્ષક તો નથી પણ અંદરમાં જે રાગ ને દ્વેષ ને સુખ-દુઃખની કલ્પના થાય છે તેનો કર્તા અને ભોક્તા કોણ થાય છે? કે, જેને પોતાના સ્વભાવનું ભાન નથી ને ખબર નથી તે. મારી ચીજ શું છે અને મારામાં ત્રિકાળી શું છે? હું ત્રિકાળી છું અને મારામાં ત્રિકાળી સ્વભાવ શું છે? આત્મા ત્રિકાળી છે ને? ત્રિકાળી અવિનાશી છે. એમાં જ્ઞાન અને આનંદ આદિ ત્રિકાળી સ્વભાવ છે. એ ત્રિકાળી સ્વભાવની જેને ખબર નથી તે વર્તમાનમાં રાગ અને દ્વેષ કરીને રાગ-દ્વેષનો કર્તા અને ભોક્તા થાય છે. આહાહા. છે? તે કારણે ભોક્તા છે.” આહાહા...!