________________
કળશ-૧૯૬
૧૨૯
“તદ્દમાવત્ ઝવે: “મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં...' આહાહા.! જ્ઞાનાનંદ સ્વભાવ હું છું એવી દૃષ્ટિ થતાં રાગ ને પુણ્ય મારા છે, પુણ્ય ને પાપ મારા છે એવો મિથ્યાત્વ ભાવનો જેણે નાશ કર્યો છે અને સમ્યકુભાવ જેણે ઉત્પન્ન કર્યો છે, હું તો આનંદ, જ્ઞાતા-દ્રષ્ટા શુદ્ધ ચૈતન્ય છું એવો જીવ મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં...” તેને મિથ્યાશ્રદ્ધાનો નાશ થઈ ગયો. રાગ મારી ચીજ છે અને રાગને ભોગવું છે એ દષ્ટિ રહી નહિ. આહાહા...! ધર્મીની પહેલી દરજ્જાની ચીજ કહે છે કે, એને આત્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું કે આ તો આનંદ અને શાંતિનો સાગર ભગવાન છે એવી દૃષ્ટિ થઈ ત્યારથી તે અવેદક છે. ત્યારથી રાગનો ભોક્તા અને રાગનો કર્તા થતો નથી. આહાહા...! બહુ વાત. હા અને નામાં બે વાત આવી ગઈ.
શુદ્ધ સ્વભાવની દૃષ્ટિવંતને રાગ થાય છે પણ તેનો) કર્તા-ભોક્તા નથી તેને જ્ઞાતા તરીકે જાણે છે. અજ્ઞાનીને પોતાના સ્વભાવની દૃષ્ટિની ખબર નથી, હું કોણ પવિત્ર આનંદ છું, તે રાગનો કર્તા અને ભોક્તા થાય છે. એ મિથ્યાત્વમાં કર્તા-ભોક્તા થાય છે અને તમારા મિથ્યાત્વનો નાશ કરી જેણે આત્માના સ્વભાવનું સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે અવેદક છે. આહાહા...! એ વિકારભાવનો ભોક્તા નથી. આ બહુ ઝીણી વાત, બાપુ! એનો અભ્યાસ જોઈએ. આહાહા! ડૉક્ટર ને એલ.એલ.બી. કે એમ.એ. શીખતા હોય તો જોઈએ છે ને કેટલાક વર્ષ આ વકીલાત ને એલ.એલ.બી. શીખે. પણ વખત તો જોઈએ ને? આ અનાદિકાળની ભૂલ કઈ છે અને કેવી રીતે છે એને કાઢવા) થોડો વખત અભ્યાસ જોઈએ, તો એને સમજાય. આહાહા...!
અહીંયાં એમ કહ્યું ને? અનાદિથી ભૂલ એમ કહ્યું હતું ને? “અનાદિનો કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે.' અજ્ઞાની. “તદ્માવત મુવેર: રાગ નહિ, પુણ્ય નહિ, હું તો જ્ઞાતા-દષ્ટા આનંદકંદ પ્રભુ છું. એવી દૃષ્ટિ થવાથી સમ્યગ્દષ્ટિ અને ધર્મી થયો, ત્યારથી તે વિકારનો ભોક્તા થતો નથી. વિકારભાવ આવે છે તેનો જાણનાર-દેખનાર રહે છે. આહાહા! એ મારી ચીજ છે એમ માનતો નથી, અજ્ઞાની મારી ચીજ છે એમ માને છે. છે ને?
જીવદ્રવ્ય સાક્ષાત્ અભોક્તા છે.” હું શું કહ્યું કે, વસ્તુ તો અભોક્તા છે જ. વસ્તુ છે એ તો આનંદ ને જ્ઞાન ને શાંતરસથી ભરેલી ચીજ તો રાગની ભોક્તા છે જ નહિ પણ પર્યાયમાં જે અજ્ઞાનપણે ભોક્તા હતો તે સમ્યગ્દર્શન થયું, સ્વરૂપની દૃષ્ટિનું ભાન થયું તો પર્યાયમાં સાક્ષાત્ અકર્તા થયો. આહાહા...! પર્યાયમાં અભોક્તા થયો. દ્રવ્યમાં તો હતો જ, કહે છે. આહાહા. આવો ઉપદેશ હવે કઈ જાતનો? આહાહા.. દુનિયામાં ચાલે કાંઈક ને (આ) વાત આવી. બાપુ! મારગડા એવા, ભાઈ! હૈ? આહાહા.! વસ્તુસ્થિતિ આવી છે, બાપુ! અહીં તો શરીરને ૮૮ વર્ષ થયા, શરીરને ૮૮ (થયા). આ વૈશાખ સુદ ૨, ૮૯મું