________________
૧૩૦
કલામૃત ભાગ-૬
બેસશે. અહીં તો ૭-૭૧ વર્ષથી આ બધું છે. દુકાન ઘરની પિતાજીની હતી તો હું તો
ત્યાં શાસ્ત્ર વાંચતો. પાલેજ છે ને? “ભરૂચ” “વડોદરા વચ્ચે પાલેજમાં દુકાન છે. અમારી દુકાનની પાસે પારસીનું મોટું જીન હતું. બધા અમારા જાણીતા હતા. હું ત્યાં પાલેજ નવ વર્ષ રહ્યો. (સંવત) ૧૯૬૮ની સાલમાં છોડી દીધું.
અહીં કહે છે, આહાહા..! “ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ.' હવે જરી વાત એવી કરી છે કે, જીવનું સ્વરૂપ તો અનંત ચતુષ્ટય સ્વરૂપ છે. એટલે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એ તેનો ત્રિકાળી સ્વભાવ છે. આ જીવ જેને કહીએ તેનો ત્રિકાળી સ્વભાવ અનંત ચતુષ્ટય (સ્વરૂપ) છે. અર્થાત્ અંદર બેહદ જ્ઞાન, બેહદ દર્શન, બેહદ આનંદ, બેહદ વીર્ય-પુરુષાર્થ એટલે બળ, એ ચતુષ્ટય સ્વરૂપ છે. તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી...” જેવું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે એવું રાગનું કર્તા-ભોક્તા તેનું સ્વરૂપ નથી. આહાહા.! અજ્ઞાનપણાથી માન્યું છે. છે ને?
કર્મની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. એ રાગ તો વિનાશિક છે. વિનાશિકનો કર્તા-ભોક્તા થાય છે એ તો અજ્ઞાન છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે.” બસો મિથ્યાશ્રદ્ધાનો નાશ થઈ આત્મા જેવો છે તેવી પ્રતીતિ અનુભવમાં થઈ ત્યારથી રાગનો અકર્તા અને અભોક્તા છે, અકર્તા અને અભોક્તા છે. અજ્ઞાનપણે કર્તા અને ભોક્તા હતો ત્યારે ચાર ગતિમાં રખડતો હતો. પરંતુ જ્યારે પોતાના સ્વભાવનું આત્મજ્ઞાન થયું ત્યારથી અકર્તા અને અભોક્તા થયો તેનું પરિભ્રમણ રહેતું નથી. એ ચાર ગતિમાંથી છૂટીને તેનો મોક્ષ થઈ જાય છે. વિશેષ કહેશે)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પોષ વદ ૭, સોમવાર તા. ૩૦-૦૧-૧૯૭૮.
કળશ–૧૯૬, ૧૯૭ પ્રવચન–૨૧૯
કળશટીકા ૧૯૬, ભાવાર્થ છે ને? “ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે...” શું કહે છે? અહીંયાં તો અનંત ચતુષ્ટયની મુખ્યતા કરી છે. બાકી તો આત્મામાં અનંત શક્તિ છે એમાં કોઈ શક્તિ એવી નથી કે જે વિકાર કરે. આત્મામાં અનંત ચતુષ્ટય