________________
કળશ-૧૯૬
૧૩૧
મુખ્ય રૂપે લીધા. અનંત જ્ઞાન, અપરિમિત અનંત જ્ઞાન, અપરિમિત અનંત દર્શન, અપરિમિત અનંત સુખ, અપરિમિત અનંત વીર્ય, એની મુખ્યતા લીધી છે. બાકી એમાં આકાશના પ્રદેશ જે અનંત છે તેનાથી અનંતગુણા એક જીવમાં ગુણ નામ શક્તિ છે. આકાશના પ્રદેશ છે, લોક-અલોક સર્વ, અંત નહિ એવા જે અનંત પ્રદેશ તેનાથી અનંતગણી એક જીવમાં શક્તિ. ગુણ છે. કહે છે કે, અનંત ગુણ બેસુમાર શક્તિ છે. બેસુમાર કહો, અનંત અપરિમિત (કહો). એવી કોઈ શક્તિ નથી કે વિકાર કરે એવો કોઈ ગુણ નથી. સમજાય છે કઈ?
અહીં ચતુષ્યના મુખ્ય નામ લીધા છે બાકી આત્મામાં, આત્મા એવી ચીજ છે, વસ્તુ છે તો એમાં વસી રહેલી શક્તિઓ છે. વસ્તુ છે તો તેમાં વસી રહેલ ગુણો છે). ગોમ્મદસારમાં વસ્તુની વ્યાખ્યા આવી કરી છે. જે વસ્તુ છે તેમાં ટકી રહેલા, વસી રહેલી અનંત શક્તિઓ છે. અનંત શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો, શક્તિ કહો. અનંત શક્તિમાં એક પણ ગુણ એવો નથી કે જે વિકાર કરે. ગુણનો કોઈ સ્વભાવ નથી કે વિકાર કરે એવો કોઈ ગુણ અનંતમાં છે જ નહિ. સમજાય છે કાંઈ
વસ્તુ જે છે, વસ્તુ એમાં અનંત શક્તિ, ગુણ રહેલા છે. એ ગુણમાં અહીંયાં નામ ચતુષ્ટયના લીધા. “અનંત ચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી,...” એમ કહેવું છે. જેમ અનંત ગુણ, અનંત શક્તિ છે એ તેનો સ્વભાવ છે. વસ્તુ છે તે સત્ છે અને શક્તિઓ છે તે સત્ત્વ છે. વસ્તુ છે તે ભાવવાન છે અને શક્તિઓ ભાવ છે. પણ ભાવવાનની શક્તિમાં કોઈ એવી શક્તિ નથી કે વિકારનો કર્તા થાય એવો કોઈ ગુણ નથી. આહાહા. સમજાય છે કાંઈ? દયા, દાન, વ્રત, ભક્તિનો જે વિકલ્પ ઊઠે છે તો એ વિકલ્પનું ઊઠવું એ કોઈ ગુણનું કાર્ય નથી. એ ભગવાન આત્મા એક સમયમાં વસ્તુ એક છે પણ એની શક્તિઓ, ગુણો અપરિમિત અમાપ (છે). આકાશના પ્રદેશનો ક્યાંય અંત નથી. ચારે દિશાઓમાં અંત નથી, અંત નથી. પછી શું? પછી શું? પછી શું? એ ક્ષેત્ર પણ
જ્યાં અપરિમિત અનંત છે, તેના પ્રદેશ જે સંખ્યામાં અનંત છે તેનાથી અનંતગુણી સંખ્યામાં તો એક જીવમાં ગુણ છે. આહાહા.... એમાં કોઈ એવી શક્તિ નથી કે વિકાર કરે અને વિકાર ભોગવે. આહાહા.! સમજાય છે કાંઈ? દૃષ્ટિનો વિષય જે આત્મા છે, સમ્યગ્દર્શનનો ધ્યેયવિષય જે આત્મા છે અને તેમાં જે અનંત અનંત શક્તિઓ છે એ કોઈ શક્તિ કે દ્રવ્ય વિકાર, વ્યવહાર રત્નત્રયનો રાગ કરે કે ભોગવે એવી કોઈ શક્તિ નથી. આહાહા. એ તો પર્યાયબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. વિકાર થાય છે તે પર્યાયબુદ્ધિથી થાય છે. જ્ઞાનીને પર્યાયબુદ્ધિ નથી પણ એને વિકાર થાય છે તે નબળાઈને કારણે થાય છે. સમજાય છે કાંઈ?
બે પ્રકાર છે. વસ્તુના સ્વભાવમાં કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે અને ભોગવે. વ્યવહાર દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ કે પંચ મહાવ્રતનો રાગ કે શાસ્ત્ર તરફ ઝુકેલી બુદ્ધિ તે પણ વ્યભિચારિણી બુદ્ધિ છે, વિકલ્પ છે. સમજાય છે કાંઈ? “પદ્મનંદિ પંચવિંશતિમાં