________________
૧૩૨
કલશામૃત ભાગ-૬
વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. શાસ્ત્ર તરફ ઝૂકેલી બુદ્ધિ તે વ્યભિચારિણી છે. પરદ્રવ્ય તરફ ઝૂકે છે ને! અહીં કહે છે કે, વિકલ્પ જે વ્યભિચાર છે તેનું રચવું અને ભોગવવું એવો ભગવાન આત્મામાં કોઈ ગુણ, શક્તિ નથી. છતાં થાય છે શું? એ કહે છે, જુઓ!
“તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપ–અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે,” આહાહા.! કર્મથી કહ્યું એ તો નિમિત્તનું કથન છે. નિમિત્ત કરાવતું નથી, કરતું નથી. પરંતુ નિમિત્તે કહ્યું કેમકે વિકારનું લક્ષ પર ઉપર જાય છે તો કર્મની ઉપાધિથી વિભાવરૂપઅશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે. આ કારણે વિકાર છે. નિમિત્તને વશ થયેલા પરિણામ વિકારરૂપ થાય છે. નિમિત્તથી થાય છે એમ નહિ. તેમ સ્વભાવથી થાય છે એમ નહિ. સ્વભાવમાં એમ છે નહિ અને નિમિત્ત કરાવતું નથી. આહાહા.. પર્યાયમાં નબળાઈથી અને પર્યાયબુદ્ધિવાળો મિથ્યાદૃષ્ટિ, જેને સ્વપરની એકત્વબુદ્ધિ છે, રાગ અને ભગવાન ત્રિકાળી સ્વભાવ ત્રિકાળી ધ્રુવ અને રાગ ક્ષણિક વિકૃત, એ સ્વપરની એકત્વબુદ્ધિ છે, સ્વપર એકત્વ શ્રદ્ધા છે, સ્વપર એકત્વ પરિણતિ છે તે તેનો કર્તા-ભોક્તા થાય છે. આહાહા...! આવો માર્ગ છે, પ્રભુ!
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોક દેખ્યા, જાણ્યા એ પરમાત્માની વાણીમાં... પરમાત્માની વાણી કહેવી એ તો નિમિત્તથી કથન છે. વાણી તો વાણીને કારણે નીકળે છે. ભગવાનના ગુણ અને પરિણતિને કારણે વાણી નીકળતી નથી પણ વાણીમાં નિમિત્ત છે. એ તો લોકાલોકમાં કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. નિમિત્તનો અર્થ એ ચીજ છે. પણ લોકાલોક છે તો કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ નથી. સમજાય છે કાંઈ?
એમ અહીંયાં આત્મામાં વિકાર થાય છે તો કોઈ શક્તિ છે માટે વિકાર થાય છે અને નિમિત્ત છે તો વિકાર થાય છે, એમ નથી. પણ નિમિત્ત ઉપર જેનું લક્ષ છે અને પર ઉપર જેની એકત્વબુદ્ધિ છે, પર્યાયબુદ્ધિમાં એકત્વાની) માન્યતા છે. સ્વભાવબુદ્ધિમાં તો સ્વપરની વિભાગબુદ્ધિ છે. સમ્યકૂજ્ઞાનમાં સ્વપરની વિભાગબુદ્ધિ છે. સ્વપરની વિભાગ શ્રદ્ધા છે. વિભાગ એટલે વિવેક, ભિન્ન. સ્વપરનો વિભાગ, વિભાગ, વિ-ભાગ. ભાષા તો ચોખ્ખી આવે છે. એ સંસ્કૃત ટીકામાં એમ છે. સંસ્કૃત ટીકા છે ને? ‘વિભાગ’ શબ્દ પડ્યો છે. અહીં તો બધું જોયું છે ને નવું નથી કાંઈ. કેટલામો ચાલે છે? ૧૯૭માં છે. પછી આવશે, ૧૯૭માં આવે છે. “સ્વપૂરોરેવત્વજ્ઞાન સંસ્કૃત છે. વિકૃત(દશા) કેમ ઉત્પન્ન થાય છે?
સ્વપૂરોરેવત્વજ્ઞાનેન, સ્વપૂરોરેવત્વને, સ્વપૂરોરેવત્વપરિખત્યા’ અજ્ઞાનીને વિકૃત(દશા) કેમ ઉત્પન્ન થાય છે કે, સ્વપરની એકત્વ પ્રતીતિ, સ્વપરનું એકત્વ જ્ઞાન અને સ્વપરની એત્વ પરિણતિ છે તે કારણે વિકૃત અવસ્થા ઉત્પન્ન થાય છે. ત્યારે જ્ઞાનીને? છે અંદર.
વપરામિાજ્ઞાનેન' સંસ્કૃત છે. “વારર્વિમા+જ્ઞાનેન' સ્વભાવ શુદ્ધ છે અને રાગ વિકાર છે, બેની અંદર વિભાગ પડી ગયો. સમ્યગ્દષ્ટિને સ્વભાવ અને વિભાવનો વિભાગ થઈ ગયો છે, ભાગ પડી ગયો છે. આહાહા. હૈ? ભિન્ન થઈ ગયું છે. “સ્વ૫રયોર્વિમા જ્ઞાનેન છે?