________________
કળશ-૧૯૬
૧૩૩
સ્વ૫રયોર્વિમાનેન, સ્વઉપયોર્વિમા પરિજીત્યા ૧૯૭માં આવશે. અહીં તો હજી એનો ઉપોદૂધાત કરે છે.
આત્મામાં વિકૃત અવસ્થા) કેમ થાય છે? કે, કર્મની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. આહાહા. અને ભગવાન આત્માનો સ્વભાવ અનંત અનંત અનંત અનંત અનંત અનંતની વર્ગણા કરો, અનંતને અનંતની વર્ગણા કરો તોપણ તેની અનંતતા એટલી છે કે એ અનંતતાની પરિમિતતા હદ નથી. એટલા આત્મામાં સંખ્યાએ ગુણ છે, એટલી સંખ્યામાં ગુણ, શક્તિ છે પણ એ શક્તિમાં કોઈ શક્તિ વિકૃત થાય એવો એનો સ્વભાવ નથી. પર્યાયબુદ્ધિમાં પરની એકત્વબુદ્ધિમાં વિકાર ઉત્પન્ન કરે છે. આહાહા...! ત્યારે કોઈ કહે, જ્ઞાનીને થાય છે ને? જ્ઞાનીને થાય છે તે સ્વપરની એકત્વબુદ્ધિથી નથી થતો. તેને નબળાઈથી નિમિત્તને વશ થઈ જાય છે. નિમિત્ત કરાવતું નથી, નિમિત્તથી થતું નથી પણ નિમિત્તને વશ થાય છે. સ્વભાવને વશ નથી.
ભગવાન અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ. સત્ નામ શાશ્વત, ચિત્ નામ જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે તે જેની દૃષ્ટિમાં વશ નથી એ નિમિત્તને વશ થઈ જાય છે. જ્ઞાની પણ એટલો નિમિત્તને વશ થઈ જાય છે. કર્તુત્વબુદ્ધિથી નહિ, કરવા લાયક છે માટે નહિ પણ પરિણતિમાં કર્તુત્વ થઈ જાય છે. આહાહા...! એ શું કહ્યું? જ્ઞાનીને સ્વપર એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે. જ્ઞાનાનંદ સ્વભાવ હું છું, રાગ એ ભિન્ન ચીજ છે. છતાં તેને રાગ થાય છે એ સ્વપર એકત્વબુદ્ધિને કારણે નહિ તેમ તે નિમિત્તથી પણ નહિ પણ પર્યાયમાં ષકારકની પરિણતિથી સ્વતંત્રતાની યોગ્યતાથી વિકાર થાય છે. શું કહ્યું એ દ્રવ્ય-ગુણમાં તો છે નહિ, નિમિત્તથી થતો નથી, પરદ્રવ્ય અડતું નથી, પરદ્રવ્ય તો પોતાની પર્યાયને કદી અડતા નથી. કર્મનો ઉદય છે તે પરદ્રવ્ય છે અને અહીંયાં વિકાર થાય છે તેને તો એ અડતુંય નથી ત્રણકાળમાં. આહાહા...! છતાં કેમ થાય છે? કે, પોતાના સ્વલક્ષમાં પૂર્ણ નથી, આશ્રય પૂર્ણ નથી એ કારણે નિમિત્તને વશ થઈને રાગની પરિણતિ થઈ જાય છે. એ કર્તુત્વબુદ્ધિથી નહિ, કરવા લાયક છે એ બુદ્ધિથી નહિ પણ પરિણતિ થઈ જાય છે તે કારણે કર્તા કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ?
૪૭ મયમાં લીધું છે. ૪૭ નય છે ને “પ્રવચનસાર ત્યાં જ્ઞાનીને પણ કર્તા-ભોક્તા કહ્યો છે. એક જ્ઞાનનય છે. જેટલો પરિણમે એ કર્તા. પરિણમે તે કર્તા. કરવા લાયક છે માટે કર્તા એમ નહિ. અજ્ઞાનીને તો કરવા લાયક છે એમ માનીને કરે છે તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને કરવા લાયક છે એમ નથી પણ નબળાઈથી રાગાદિ થાય છે તો એક નયથી ગણધર પણ જાણે છે કે આ પરિણતિ મારામાં છે. સમજાય છે કાંઈ? તો એ કર્તુત્વ નામ પરિણમન મારું છું અને એનો ભોક્તા પણ હું છું એમ પર્યાયનું વ્યવહારનયથી જ્ઞાન કરે છે. ત્રિકાળી દ્રષ્ટિ અને ત્રિકાળી સ્વભાવમાં તો એવી કોઈ ચીજ છે નહિ. આહાહા...! આવો