________________
૧૩૪
કલશામૃત ભાગ-૬ માર્ગ છે, પ્રભુ લોકોને આકરો બહુ લાગે છે. એકાંત છે એમ કરીને. એને તો ખબર છે ને.
અરે..! ભગવાના શું કહીએ? પ્રભુ માર્ગ તો આવો છે. આહાહા.. સમ્યફ એકાંત માર્ગ જ પછી અનેકાંત થઈ જાય છે. સમ્યકુ સ્વભાવની એકતાબુદ્ધિ થાય ત્યારે પર્યાયમાં રાગ થાય છે તેનું જ્ઞાન થાય છે તેનું નામ અનેકાંત છે. વ્યવહારથી નિશ્ચય થાય અને નિશ્ચયથી નિશ્ચય થાય એ અનેકાંત નથી. પોતાના સ્વભાવના આશ્રયે નિશ્ચય થાય છે અને વ્યવહાર નિમિત્તના આશ્રયે થાય છે પણ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ નહિ. ધર્મીને પણ વ્યવહાર આવે છે અને પરિણમન છે તો કર્તા-ભોક્તા કહેવામાં પણ આવે છે. પર્યાયમાં, હોં દ્રવ્ય સ્વભાવથી નહિ સમજાય છે કાંઈ? આવી વાતું છે, ભગવાના માર્ગ એવો સૂક્ષ્મ છે. એનો વિવેક થયો એટલે ખલાસ! સંસાર ઊડી ગયો અંદરથી. સંસારનો ભવચ્છેદ થઈ ગયો. બાકી થોડો રાગાદિ રહ્યો હતો. બે-ચાર ભવ થાય છે એ જ્ઞાનીને તો શેય તરીકે છે. અજ્ઞાનીને પોતાના તરીકે છે. સમજાય છે કાંઈ? એ કહ્યું.
ક”ની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે.” શક્તિઓ જે ત્રિકાળી છે તે અવિનાશી છે. ભગવાન આત્મામાં અનંત શક્તિ, અનંત અનંત અનંત અનંત એકને અનંતે ગુણો અને તેને પાછું જે આવ્યું તેની સાથે અનંતને ગુણો એમ અનંત વાર ગુણો તો પાર ન આવે એટલી સંખ્યા છે. છતાં કેવળજ્ઞાની અનંતને અનંત જાણે છે. અનંતને જાણે છે માટે ત્યાં અંત થઈ ગયો એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે કે, ભગવાન પ્રભુ અને તેની શક્તિઓ તો અવિનાશી છે. અવિનાશી છે એમાં કોઈ નાશવાન રાગને કરવું એવો કોઈ સ્વભાવ નથી અને આ જે રાગ છે તે તો નાશવાન છે. વ્યવહાર રત્નત્રયનો રાગ હોય એ પણ નાશવાન છે. આહાહા.! એ તો નિમિત્તને આધીન વશ થઈને થાય છે, છોડવા લાયક છે. આહાહા.!
હવે મિથ્યાષ્ટિ જીવ દ્રવ્યકર્મનો... જડ. એ તો નિમિત્તથી કથન છે. દ્રવ્યકર્મ તો કંઈ કરતું નથી. દ્રવ્યકર્મ તો સ્વતંત્ર છે. “અથવા ભાવકર્મનો કર્તા છે....” મૂળ ભાવકર્મનો કર્યા પછી નિમિત્તના કર્તા-કર્મ કહેવામાં આવે છે. અજ્ઞાની પુણ્ય અને પાપના ભાવ જો વિકૃત ભાવ, જે વિભાવભાવ, જે આત્મા અમૃત આનંદ સ્વરૂપ તેનાથી વિરુદ્ધ ભાવ, વિષભાવ.... આહાહા.! એવો વિભાવનો કર્તા છે. મિથ્યાદૃષ્ટિ વિભાવનો કર્તા છે. કેમકે એની દૃષ્ટિમાં આત્મ સ્વભાવ (એણે) જોયો નથી. આહાહા...! એક સમયની પર્યાયની સમીપમાં, એક સમયની પર્યાયની સમીપમાં આખું દ્રવ્ય પડયું છે. પર્યાયની સમીપમાં જ પડ્યું છે. અંતર આમ દેખે તો દેખાય અને આમ દેખે તો પર દેખે. આહાહા..! સમજાય છે કાંઈ? અનાદિ કાળથી પ્રગટ પર્યાય વ્યક્ત છે તેમાં આખી રુચિ ને રમતું કરી પણ એ પર્યાયની સમીપમાં આખું તત્ત્વ પડ્યું છે, વાસ્તવિક તત્ત્વ જે છે એની ઉપર નજર ન કરી. નિધાનની નજર ન કરી. હૈ?