________________
કળશ-૧૯૬
૧૩૫
મુમુક્ષુ :- જોવામાં તો આવે છે... ઉત્તર :- જ્ઞાનમાં જોવામાં આવે છે. આહાહા! પણ જોવે એને ને? હૈ? આહાહા...!
અહીં તો પરમાત્મા... આ તો સંતો કહે છે, દિગંબર સંતો (કહે છે તે) પરમાત્માનું જ કથન છે. દિગંબર સંતો છે એ કેવળીના કેડાયતો છે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ તીર્થકરોના દિગંબર સંતો કેડાયતો છે. તેમની વાણી એ તો ભગવાનની જ વાણી છે. સમજાય છે કાંઈ? આહાહા. જેને પ્રચુર સ્વસંવેદન... કહે છે ને “સમયસાર પાંચમી ગાથા? હું મારા નિજ વૈભવથી સમયસાર કહીશ. આહાહા.! ભગવાન કહે છે માટે કહીશ એમ નહિ, મારા નિજ વૈભવથી કહીશ. શ્વેતાંબરમાં એમ આવે છે કે, ભગવાને કહ્યું તે કહીશ. કારણ કે
એ તો પછી કલ્પિત બનાવ્યું છે કે આ તો વસ્તુની સ્થિતિ છે. આહાહા...! અંદરમાં નિજ વૈભવથી કહીશ). એ મારો નિજ વૈભવ શું? કે, પ્રચુર સ્વસંવેદન અને આનંદની જેમાં મુદ્રાછાપ છે. આહાહા.! “સમયસારની પાંચમી ગાથામાં આવે છે). આહાહા.! અમારો નિજ વૈભવ. આ ધૂળ નહિ, હોં પૈસા-ઐસા તો ક્યાંય રહી ગયા, શેઠા પૈસા-બૈસા... એ.ઈ. આ બધા કરોડપતિઓ છે. ધૂળપતિ છે. પૈસાની વાત નહિ, શરીરની વાત નહિ, કર્મની વાત નહિ. એ અહીંયાં છે નહિ.
અહીંયાં તો પુણ્ય-પાપના ભાવ. આહાહા.! વિકારી ભાવ, તેનો મિથ્યાષ્ટિ કર્તા-ભોક્તા થાય છે. કરવા લાયક છે, ભોગવવા લાયક છે એવી બુદ્ધિથી કર્તા-ભોક્તા છે. જ્ઞાનીને રાગાદિ આવે છે પણ કરવા લાયક છે એમ નહિ પણ પોતાની પરિણતિમાં છે. એ વિકાર પરિણતિ કંઈ કર્મથી થઈ નથી. આહાહા.... જ્યાં સુધી પોતામાં રાગનો ઉદય તો દસમા ગુણસ્થાન સધી છે. એ તો પોતાની પરિણતિ છે. એ કંઈ પરથી નથી તેમ દ્રવ્ય-ગુણથી નથી. આહાહા...! પર્યાયમાં ષટ્કારકનું તે રીતે તે સમયમાં પરિણમનની યોગ્યતાથી થાય છે. તેનો કર્તા-ભોક્તા જ્ઞાની નથી. કરવા લાયક છે અને ભોગવવા લાયક છે એ અપેક્ષાએ કર્તા-ભોક્તા છે જ નહિ. આહાહા...!
અહીંયાં મિથ્યાષ્ટિ જીવ... છે ને? ભાવકર્મનો કર્તા છે, “સમ્યગ્દષ્ટિ કર્તા નથી.” આહાહા.! કર્તા નથીનો અર્થ આટલો. સમ્યગ્દષ્ટિ ચોથેથી લ્યો તો રાગ તો થાય છે, પાંચમે પણ રાગ થાય છે, છહે પણ થાય છે) પણ રાગ ઉપર રુચિ નથી. દૃષ્ટિનો વિષય જે ભગવાન પૂર્ણાનંદ છે તેની ઉપર દૃષ્ટિ પડી છે. ધ્રુવ ઉપરથી સમકિતીની દૃષ્ટિ કદી એક સમય માટે પણ ખસતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આવો માર્ગ છે. ધ્રુવ ભગવાન અનંત શક્તિ ધ્રુવ, વસ્તુ ધ્રુવ તેમ તેની અનંત અનંત અનંત અનંત શક્તિ પણ ધ્રુવ, તેનું એકરૂપ તે દ્રવ્ય. તેની ઉપર દૃષ્ટિ, ત્રિકાળ ઉપર જ્યાં દૃષ્ટિ અંદર જામી એ દષ્ટિ એક સમય પણ ખસતી નથી જ્ઞાની અને અજ્ઞાનીને એક સમય પણ રાગની કબુદ્ધિની બુદ્ધિ ખસતી નથી. આહાહા...! આટલો ફેર છે, પ્રભુઆવો માર્ગ છે. પછી ગમે તેને કહે કે,