________________
૨૭૨
કિલશામૃત ભાગ-૬
તો દ્રવ્યમાં ઓછું થઈ ગયું છે એમ નથી. આહાહા.! એ દ્રવ્ય કોને કહેવું એ જરી.. અક્ષરને અનંતમે ભાગે નિગોદની પર્યાય છે તો ત્યાં અલ્પ વિકાસ છે (માટે) દ્રવ્ય વિશેષ પુષ્ટ છે એમ પણ નથી અને પૂર્ણ કેવળજ્ઞાન પૂર્ણ પ્રગટ થયું તો ત્યાં દશા, વસ્તુની સ્થિતિ હીન થઈ ગઈ, એમ નથી. વસ્તુ તો એવી ને એવી ત્રિકાળ છે. આહાહા.! સમજાય છે કાંઈ? વસ્તુમાં ઓછુવતું થતું નથી. પર્યાયમાં ઓછુંવત્ત થવાથી વસ્તુમાં ઓછુંવત્ત થાય છે એમ નથી. આહાહા! આ તે શું ચીજ છે આ તે? આ ચમત્કાર નથી?
કેવળ પર્યાય ઉત્પન્ન થાય મહા, મહા તોપણ કહે છે, દ્રવ્ય તો કેવું છે તેવું છે. પર્યાય આવી ક્યાંથી? આટલી બધી બહાર આવી તોય દ્રવ્ય એવું ને એવું? અને અક્ષરના અનંતમા ભાગે (જ્ઞાન રહ્યું. તોય દ્રવ્ય એવું ને એવું તે શું આ? “દેવીલાલજી'! આહાહા.! એ ચમત્કારિક વસ્તુ છે. ચૈતન્ય ચમત્કારી, દ્રવ્ય ચમત્કારી, પર્યાય ચમત્કારી. વસ્તુ કોઈ અલૌકિક છે. કેમ હશે અંદરથી લ્યો? અંદરમાં અનંત ચતુષ્ટય શક્તિરૂપ ધ્રુવ છે એમાંથી અનંત વ્યક્તરૂપ થયું. કેવળીને અનંત જ્ઞાન, અનંત આનંદ વ્યક્ત (થયા) તો ત્યાં કંઈ ઓછું થયું છે? એમાંથી આટલી બધી પર્યાય આવી તોય એમાં ઓછું ન થયું? અને જેમાં અક્ષરના અનંતમા ભાગે અલ્પ પર્યાય રહી ગઈ તોય ત્યાં દ્રવ્યમાં પુષ્ટિ ન થઈ? ઘણું ભર્યું છે અને અલ્પ બહાર આવ્યું, ઘણું ભર્યું છે અને ઘણું બહાર આવી ગયું એટલે ઓછું થઈ ગયું. બાપુ એ દ્રવ્યનું સ્વરૂપ એવું છે નહિ. આહાહા.! આવા દ્રવ્ય ઉપર એણે કદી દૃષ્ટિ કરી નહિ. સમજાય છે કાંઈ
એ “મૂળથી સત્તાનો નાશ માને છે...” જોયું? ઓલા ભાઈ કહેતા હતા ને? “બંસીધરજી'! સત્તા નાશ થઈ ગયો. પંડિતજી કહેતા હતા. પર્યાયની સત્તાનો નાશ થયો ત્યાં સત્તાનો નાશ માને છે. સત્યાનાશ નથી કહેતા? એનું સત્યાનાશ થઈ ગયું? એ કહેતા હતા. અહીં આવ્યા હતા ને? અહીં આઠન્દસ દિવસ રહી ગયા હતા. ત્યાં ગયા હતા ને? “સમેદશીખર'. પછી અહીંયાં આવી રહી ગયા હતા, પંદર દિવસ કે મહિનો રહી ગયા હતા. આ બૌદ્ધમતિ જીવ) પર્યાયનો નાશ થતાં આખી સત્તાનો નાશ માને છે.
જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કપે છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે.” એ માનવું વિપરીતાણું છે. પર્યાય બદલતા દ્રવ્યમાં ઓછુંવત્તું થઈ ગયું એમ નથી. સમજાય છે કાંઈ? અને આત્માની પ્રગટ પર્યાયમાં પણ ઓછુવતું થાય છે એ કોઈ કર્મને કારણે નહિ. સમજાય છે કાંઈ? જ્ઞાનની હિણી દશા થઈ તો જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું બહુ જોર છે માટે હિણી થઈ, એમ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી હિણી થઈ છે અને પોતાની પર્યાયની યોગ્યતાથી વૃદ્ધિ થઈ છે. આહાહા...! હવે એક કોર કર્મના નિમિત્તથી કાંઈ થાય નહિ એમ માનવું, વળી પર્યાયમાં ઓછુંવતું થાય તો દ્રવ્યમાં કંઈ ઓછુવતું થતું નથી એમ માનવું) આ શું ચીજ છે? હૈ