________________
કળશ- ૨૦૭
૨૭૧
ને તો એક શ્વાસના ફળમાં અગિયાર લાખ છપ્પન હજાર પલ્યોપમના દુઃખ છે. એ વખતે કહ્યું હતું, પછી કાંઈ બધું યાદ રહે છે? આહાહા.! આખી વાત ફરી ગઈ. સ્થિતિ ફરી ગઈ. ભગવાન ધ્રુવ તો અંદર પડ્યો છે. હું બહારથી એટલો જ માનવો અને આખું દ્રવ્ય અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ પડ્યો છે... આહાહા.. તેની ઉપર દૃષ્ટિ ન કરવી એ પર્યાયમૂઢ અજ્ઞાની છે. એ બૌદ્ધમતિ કહો કે પર્યાયમૂઢ અજ્ઞાની કહો. સમજાય છે કાંઈ? આહા...!
“એવો અવસ્થાભેદ વિદ્યમાન છે;“એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો ભેદ છે અર્થાત કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે...” નરકની અવસ્થા ઉત્પન્ન થઈ, ચક્રવર્તીની અવસ્થાનો નાશ થયો. આહાહા.! કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે–એવો અવસ્થાભેદ વિદ્યમાન છે.” એ તો અવસ્થાભેદ છે. દ્રવ્યના ભેદ છે એમ નથી. હું પણ એ બાપુ આકરું કામ ઘણું. દ્રવ્ય એ શું ચીજ છે અંદર? આહાહા...! જૈન સંપ્રદાયમાં અગિયાર અંગ ભણ્યો, પંચ મહાવ્રત પાળ્યા), હજારો રાણી છોડી, હજારો! અને મુનિપણું દીક્ષા લીધી અને નિરતિચાર પંચ મહાવ્રત પાળ્યા), હોં! અઠ્યાવીસ મૂળગુણ પાળ્યા). એને માટે કરેલું ભોજન હોય તો પ્રાણ જાય તોપણ ન લ્ય, એવી સખત ક્રિયા હતી પણ દ્રવ્ય સ્વરૂપ શું છે તે તરફનો ઝુકાવ નહિ. આહાહા...! દ્રવ્યાર્થિકનો વિષય દ્રવ્ય શું છે? શીખી તો ગયો, દ્રવ્યાર્થિકનય ને પર્યાયાર્થિકનય. હેં અગિયાર અંગ ભણ્યો તો એમાં એ વાત નથી આવી? પણ એ ચીજનો અંદર પત્તો ન લીધો. આહાહા.! છે?
“આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદૃષ્ટિ જીવ...” “વૃત્તિમન્નાશવજ્યના “વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કલો છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે;” શું કહે છે? અવસ્થાનો નાશ થવાથી સત્તાનો નાશ થઈ ગયો એમ એ માને છે. પર્યાયનો નાશ થવાથી જે મૂળ વસ્તુ છે તેનો નાશ થઈ ગયો એમ માને છે.
મુમુક્ષુ :- દ્રવ્ય જ ક્યાં માને છે.
ઉત્તર:- માને છે ક્યાં? દૃષ્ટિમાં મૂળ ધ્રુવ ભગવાનને માનતો નથી). આહાહા.! ધ્રુવને તારે વહાણ ચાલે. આગબોટ જોઈ છે દરિયામાં આ દરિયામાં ચાલે. ધ્રુવનો તારો એક સ્થાને રહે છે. એ ઉપરથી કેની કોર જાવું છે તે ખબર પડે). ધ્રુવનો તારો હોય છે. એમ આ ભગવાન છે એ ધ્રુવ છે અંદર. ધ્રુવને લક્ષ, ધ્રુવને આશ્રયે અંદર શુદ્ધ પરિણતિ થાય છે. આહાહા.! સમજાય છે કાંઈ? તો એમાં પણ પરિણતિ પલટે છે પણ ધ્રુવ તો એવો ને એવો રહે છે. આહાહા...!
અર્થાત્ અક્ષરના અનંતમાં ભાગે નિગોદમાં ક્ષયોપશમ છે તોપણ દ્રવ્ય તો પૂર્ણ–પરિપૂર્ણ જેવું છે તેવું જ છે અને કેવળજ્ઞાન થાય છે, અનંત... અનંત... અનંત... અનંત... ત્રણકાળ ત્રણલોકને પર્યાય જાણે તોપણ દ્રવ્ય પર્યાયથી હીન થઈ ગયું છે, પર્યાય આટલી પ્રગટી થઈ