________________
૨૭૦
કલશામૃત ભાગ-૬
સંસ્કાર નાખી ગઈ. પણ સંસ્કાર ક્યાંથી નાખી ગઈ? એ તો વ્યય થઈ ગઈ અને આ તો ઉત્પન્ન થઈ છે. સમજાય છે કાંઈ?
જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે કયું વિપરીતપણું” “અત્યન્ત વૃક્વંશમેત: વૃત્તિમન્નાશવત્વના” “દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? અવસ્થા, તેના અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો...” એક દ્રવ્યની અનંતી પર્યાય-અવસ્થા છે તો એક અવસ્થા જાય છે અને એક અવસ્થા ઉત્પન્ન થાય છે, એમાં દ્રવ્યમાં શું આવ્યું? દ્રવ્ય બીજું થઈ ગયું? સમજાય છે કાંઈ? એક દ્રવ્યની અનંત અનંત અવસ્થા. કોઈ અવસ્થા વિનશે છે...” જોયું અને અન્ય કોઈ અવસ્થા ઊપજે છે. પણ એ તો દ્રવ્યની પર્યાયની વાત છે. પર્યાય એક ઉત્પન્ન થાય અને એક નાશ થાય તો દ્રવ્ય ઉત્પન્ન થયું. નાશ થયું એમ ક્યાં આવ્યું? આહાહા..!
“એવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને.” જોયું? એ અવસ્થાભેદનો છળ પકડીને. અવસ્થા ભિન્ન થઈ ગઈને? ભિન્ન થઈ ગઈ એવો છળ પકડીને દ્રવ્ય અનેરું થઈ ગયું એમ માને છે. જેમ કે અહીંયાં આત્મા છે, દેહ છૂટે છૂટે પછી જ્યાં જાય ત્યાં પર્યાય ભિન્ન, ક્ષેત્ર ભિન, કાળ ભિન, ભાવ ભિન્ન થઈ જાય). અહીંયાંનું મનુષ્યપણું છે એમાં માને કે, હું આવો છું, ત્યાં જાય તો બીજો ભવ, ભવ જ બીજો થઈ ગયો, પર્યાય બીજી થઈ ગઈ, સંસ્કાર બીજા થઈ ગયા, આસપાસના દ્રવ્ય, ક્ષેત્ર, કાળના સંયોગ બીજા થઈ ગયા એટલે એમ માને કે હું જ બીજો થઈ ગયો. સમજાય છે કાંઈ? એ તો પર્યાયના સંયોગમાં બીજો થઈ ગયો, વસ્તુ તો વસ્તુ છે. આહાહા...! અહીં બંગલામાં, ચાલીસ-ચાલીસ લાખના, કરોડના બંગલામાં પડ્યો હોય.
બ્રહ્મદત્ત' (ચક્રવર્તી) લ્યો. આહાહા. આમ હીરાના કહેવાય? પલંગ. હીરાના પલંગમાં પોઢ્યો હતો, “બ્રહ્મદત્ત'. અને છેલ્લે મૃત્યુકાળે સ્ત્રીને યાદ કરે છે. નામ શું? ભૂલી ગયા. હૈ? “કુરુમતિ'. “કુરુમતિ'. આહાહા.. સાતમી નરકે પાતાળમાં ગયો. તેંત્રીસ સાગર. હવે ક્યાં આ ક્ષેત્ર? ક્યાં સ્ત્રી? ક્યાં સંયોગ? કયાં શરીર? બધું પલટી ગયું. બધું પલટી ગયું એટલે દ્રવ્ય બીજું થઈ ગયું? આહાહા...! એક સમય પહેલા હીરાના પલંગમાં અને ચૌદ ચૌદ હજાર દેવ સેવા કરે), રક્ષકના દેવ હતા. આહાહા.! સાત રત્નના સાત હજાર ને એવા એક હજાર ને એના રક્ષક હતા. બધું પડ્યું રહ્યું. સાતમી નરક. આહાહા! સાતસો વર્ષ એની સ્થિતિ હતી. સાતસો વર્ષના શ્વાસ છે, શ્વાસ, એના શ્વાસ ગણો... ચક્રવર્તીના કિંઈ સાતસો વર્ષ નહોતા, એ તો પછી, પણ સાતસો વર્ષના શ્વાસ ગણો તો એક એક શ્વાસના ફળમાં સાતમી નરકમાં પલ્યોપમ, અનેક પલ્યોપમ અને દુઃખ થયા. શું કહ્યું સમજાયું? શું? “ધનજીભાઈને ખબર હશે. એ વાત કરી હતી, બધું યાદ રહે નહિ. અગિયાર લાખ છપ્પન હજાર... શું કહ્યું? સાતસો વર્ષ રહ્યા ને સાતસો વર્ષ તો એના જેટલા શ્વાસ છે