________________
કળશ- ૨૦૭
૨૬૯
અંગ પણ ભણી ગયો. આહાહા.! શું કહ્યું?
અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે–આવો ભાવ ચાદૂવાદ સાધી શકે છે.' જોયું? “આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે? કથંચિતુ એ પર્યાય કરે છે અને કથંચિત બીજી પર્યાય ભોગવે છે. કર્મની અપેક્ષાએ. અને વિકાર અને અવિકારની અપેક્ષાએ, પોતાના ભાવની અપેક્ષાએ જે સમયે જે ભાવ કરે છે તે જ સમયે તેનો ભોક્તા છે. આહા...! “ચંદુભાઈ! આહાહા.! આવું છે, ભાઈ! હવે આવું (સમજવા) માણસને નવરાશ ક્યાં હોય? નિવૃત્તિ લ્ય તો સમજાય). શેઠા પ્રવૃત્તિ આખો દિ સંસારની, બીડી ને તમાકુ. આહાહા.! અહીંયાં તો પરમાત્મા ત્રણલોકના નાથ સર્વશદેવની આ તો વાણી છે. સંતો સર્વજ્ઞની વાણી આડતિયા થઈને કહે છે. આડતિયા સમજાય છે? આહાહા...!
“આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે, જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે.” આહાહા.. જે પર્યાયે કર્યું અને બીજી પર્યાયે ભોગવ્યું, એ તો કહે છે કે, જીવ જ બીજો થઈ ગયો. જે પર્યાયે કર્યું તે જીવ અને બીજી પર્યાયે (ભોગવ્યું તેમાં) એ જીવ ન રહ્યો, એમ કહે છે. એમ નથી. પર્યાય બીજી થઈ છે. જીવદ્રવ્ય તો તે જ છે. આહાહા...! સમજાય છે કાંઈ જે પર્યાયે વિકાર કર્યો અવસ્થાંતર થઈને તે કર્મના ઉદયકાળે તો તે પર્યાય રહી નહિ. બંધકાળ વખતે તે અવસ્થા હતી. નવો બંધ પડે છે તે સમયે તે અવસ્થા છે. હવે બંધનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તો તે પર્યાય) નથી. બંધ નથી એટલે એ બંધરૂપ ન રહ્યો છે તો ઉદય આવ્યો. બંધરૂપ તો સત્તારૂપ વસ્તુ છે. ઉદય આવ્યો એ તો સત્તામાંથી પ્રગટ થયું. આહાહા.! સત્તાના એક અંશમાંથી પ્રગટ થયું. એ વખતે જે અવસ્થાથી બંધાયું હતું એ અવસ્થાથી તો અત્યારે છે નહિ. ઉદયકાળમાં તો બીજી અવસ્થા ભોગવે, જીવદ્રવ્ય તો તે જ છે. પરિણામ બીજું થયું પણ જીવદ્રવ્ય બીજું થઈ ગયો એમ ક્ષણિક મત કહે છે. કરવાના કાળનો જીવ બીજો અને ભોગવવા કાળનો જીવ બીજો, એમ કહે છે. આહાહા! હૈ? | મુમુક્ષુ :- જીવને ક્ષણિક માને છે.
ઉત્તર :– ક્ષણિક જ માન્યું છે, પર્યાયમાત્ર જ માન્યું છે. વળી પાછું બૌદ્ધ એમ કહે કે, એક સમયનો જીવ છે તે બીજા સમયમાં સંસ્કાર નાખીને જાય છે. પણ સંસ્કાર નાખીને જાય છે તો સંસ્કાર શું છે? ખબર છે ને, એ તો એ લોકો કહે છે. સંસ્કાર છોડી જાય છે. છોડી જાય છે એટલે સમજ્યા? નાખે છે. પણ બે ભિન્ન છે એમાં નાખ્યું કેવી રીતે? આહાહા..!
મુમુક્ષુ :- નાશ થનારી પર્યાય સંસ્કાર કેવી રીતે નાખે?
ઉત્તર :એ એ લોકો માને છે. પહેલા સમયમાંથી બીજા સમયમાં સ્મરણમાં તો આવે છે કે નહિ? તો એ કહે, ક્યાંથી આવી? ભિન્ન ચીજ છે ને. તો કહે છે કે, પહેલાના