________________
૨૬૮
કલશામૃત ભાગ-૬
છે, ભાઈ! આહાહા..! ઇ શું કહે છે? ૧૦૨ ગાથામાં કર્તા-કર્મ (અધિકારમાં) જે કહ્યું એ તો તે જ સમયે કર્તા અને તે જ સમયે ભોક્તા છે). એ ભાવની વાત છે. હવે અહીં તો જે સમયે કર્મ બંધાયું તે સમયે કર્મનો ભોક્તા થતો નથી. સમજાય છે કાંઈ? આ...! આવી અપેક્ષાઓનો પાર ન મળે. ભગવાનનો માર્ગ ઘણો સૂક્ષ્મ ગહન માર્ગ છે, પ્રભુ! લોકોએ ઉપ૨ ઉપ૨ ટપકે માની લીધું છે એવું નથી. આ તો ગહન વિષય છે, પ્રભુ! આહાહા..! મુમુક્ષુ :– કર્મનો ફળ તો
ઉત્તર ઃ– એ વિષય નથી. અહીં તો કર્મ રજકણ પરવસ્તુ છે તેનું ફળ તે સમયે નથી એટલું બતાવવું છે. સમજાય છે કાંઈ? અહીંયાં આવ્યું ને? ક્યાં આવ્યું?
જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે...' જે વખતે જડને કર્યું તે સમયે તો કર્તા છે, બસ! હવે પછી ઉદય આવ્યો ત્યારે જ્ઞાનાવ૨ણીને ભોગવે એ સમયભેદ થઈ ગયો. સંયોગને કરવું અને ભોગવવું એ સમયભેદ છે. પોતાના ભાવનું કરવું અને ભોગવવું તેમાં સમયભેદ નથી. આહાહા..! શું કહ્યું? એના ખ્યાલમાં તો સ્પષ્ટ આવવું જોઈએ ને? એમ ને એમ માનવું એ કોઈ ચીજ છે? આહાહા..!
જ્ઞાનમાં પોતાની નિર્મળ પરિણતિ કરે અને ભોગવે તે એક જ સમય અને વિકારની પરિણતિ કરે અને ભોગવે એ પણ એક જ સમય. હવે જે અવસ્થાથી જ્ઞાનાવરણાદિ કર્મ બંધાણું એ અવસ્થા કર્મના ઉદયકાળે રહી નહિ. ઉદયમાં બીજી અવસ્થા ભોગવે છે. એ ૫૨ દ્રવ્યકર્મની અપેક્ષાએ વાત છે. સમજાય છે કાંઈ? અહીં તો વાત એવી છે. થોડો ન્યાય ફરે તો આખી વસ્તુ પલટી જાય છે. વસ્તુસ્થિતિ સિદ્ધ થતી નથી. આહાહા..! અહીંયા તો કર્મની અપેક્ષા લીધી છે. એ જ આચાર્ય એમ કહે કે, જે સમયે કર્તા તે જ સમયે ભોક્તા. એ જ આચાર્ય એમ કહે, જે સમયે કર્મ બંધાયું તે સમયે તેનો ભોક્તા નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? સાંભળીને સાથે થોડો વિચાર પણ કરવો. વિચાર કરવો. ધીમે ધીમે કહીએ છીએ. યથાર્થપણે મેળવણી થવી જોઈએ ને. સમજાય છે કાંઈ? આહાહા..!
જે સમયે અવસ્થાંતર કીધું ને? જે પરિણામ-અવસ્થામાં...’ એમ કહ્યું ને? જે પરિણામઅવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે;...' જોયું? એ પરિણામ નથી રહેતા. ઉદય આવે ત્યારે ભોગવવાના પરિણામ તે નથી રહેતા, બીજા પરિણામ થાય છે. આહાહા..! ‘હીરાભાઈ’! આવી વાત છે. તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે...’ જુઓ! છે? જે અવસ્થાએ કર્મ કર્યું તે અવસ્થાએ ભોગવ્યું નહિ. તેનો ઉદય આવ્યો ત્યારે બીજી અવસ્થાએ ભોગવ્યું. સમજાય છે કાંઈ? ભઈ! અહીં તો જરી વિચા૨ કરીને અંદર ઉહાપોહ કરીને નિર્ણય કરવો જોઈએ. એમ ને એમ માની લેવું એ કોઈ ચીજ નથી. આહાહા..! એમ ઓઘેઓઘે તો અનંત વા૨ માન્યું છે. અગિયાર
...