________________
કળશ-૨૦૦૭
૨૬૭
આવે છે. એવું છે, બાપુ! ઝીણી વસ્તુ છે. તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે. લોકોએ બહા૨થી કહ્યું છે. આહાહા..! અનંતકાળમાં એણે વાસ્તવિક સ્થિતિનું અંદર ભાસન કર્યું નથી. સમજાય છે કાંઈ ?
અહીંયાં કહ્યું કે, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક બેય. પણ એ પર્યાયને એમ કહેવું કે, પર્યાયે ભૂતાર્થનો આશ્રય કરવો. પણ કઈ પર્યાયને? જે પર્યાય રાગના કર્તાપણામાં (પરિણમી છે), કર્મપર્યાય–કર્મચેતના છે એ પર્યાય તો અશુદ્ધ ત્યાં રહી. એ પર્યાય અંદર જઈ શકે નહિ. આહાહા..! પછીની પર્યાય ઉત્પન્ન થઈને અંદરમાં ઝુકી અને ઉત્પન્ન થઈ બેયનો એક જ સમય છે. આહાહા..! સમજાય છે કાંઈ? અહીં તો એ કહેવું છે કે, પર્યાયમાત્રને માનવું એ પણ એકાંત છે અને એકાંત દ્રવ્યને જ માનવું એવું વસ્તુનું સ્વરૂપ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? ઇ આવ્યું ને? ૨૦૭. કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો.' આહાહા..!
‘એવું કેવું?” ‘અન્ય: રોતિ અન્ય: મુત્તે અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જે છે, અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે,–એવું એકાંતપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કે–જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. (બેય છે) તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય આવતાં ભોગવે છે;...' આહાહા..! કઈ શૈલી કરી જોઈ? ૧૦૨ ગાથામાં તો એમ કહ્યું કે, જે સમયે રાગનો કર્તા છે તે જ સમયે ભોક્તા છે. હવે અહીં બીજી રીતે કહેવું છે. અહીં તો સંયોગથી વાત કરવી છે. શું કહ્યું સમજાયું? ‘સમયસાર’ની ૧૦૨ ગાથામાં (એમ કહ્યું કે), જે સમયે રાગનો કર્તા છે તે જ સમયે ભોક્તા છે. તેમાં સમયભેદ નથી. હવે અહીંયાં તો સમયભેદ કહેશે. એ સત્ય છે. પેલું પણ સત્ય છે અને આ પણ સત્ય છે. આ કઈ અપેક્ષાએ? કર્મની અપેક્ષાએ. પેલું પોતાના ભાવની અપેક્ષાએ કહ્યું હતું. વિકારનું કરવું અને વિકારનું ભોગવવું બેયનો સમય એક છે. હવે અહીંયાં કર્મની અપેક્ષા લેવી છે. આહાહા..! છે? જુઓ!
દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય આવતાં ભોગવે છે;...’ છે? જીવદ્રવ્યની અપેક્ષાએ એ (વાત છે). પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે,.. જોયું? જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં...’ એ જડ, હવે જડની અપેક્ષા અહીંયાં છે. જે જડ (કર્મ) બંધાયું તેનો સમય ભિન્ન છે અને તેનો ઉદય આવીને ભોગવવાનો સમય ભિન્ન છે. સમજાય છે કાંઈ? છે? જુઓ!
પરિણામ–અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે;...' બીજી અવસ્થા ભોગવે છે. એ જડની અપેક્ષાએ અહીં વાત છે. જે સમયે કર્મ કર્યું તે કર્મનો ઉદય આવે અને ભોગવે છે એ તો કર્મની અપેક્ષાએ વાત