________________
૨૬૬
કલશમૃત ભાગ-૬
અંદરમાં પ્રત્યેક સ્થાનમાં, અસંખ્ય પ્રદેશમાં જ્યાં જ્યાં શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય છે એ પણ અસંખ્ય પ્રદેશમાં થાય છે), કંઈ ઉપરના પ્રદેશમાં થાય છે એમ નહિ, અંદર અંદર બધા પ્રદેશમાં ઉપર ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ? આહાહા. એ પર્યાયની પાછળ અંદરમાં ધ્રુવ દળ પડ્યું છે. આહાહા.! તેને અહીંયાં દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્યદૃષ્ટિ કહે
અહીંયાં આવ્યું ને? દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. અહીંયાં આવ્યું ને? દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકના ભેદ કર્યા વિના “સર્વથા આમ જ છે એમ કહેવું તે ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો.” આહાહા...! અત્યારે એ વિષય ચાલે છે. આ તો પોતાના જાણવાની અપેક્ષાએ વાત છે, હોં! કથનમાત્ર “અંદર પર્યાય છે” એમ કહેવું એવી વાત નથી. એ તો વાચક છે પણ અંદરમાં પર્યાય અને દ્રવ્ય, બેની સ્થિતિ માનવી. એકને માનવું અને એકને ન માનવું એવી વસ્તુસ્થિતિ નથી. કેમકે પર્યાયમાં તો કાર્ય થાય છે અને દ્રવ્યમાં કાર્ય થતું નથી. કાર્ય પર્યાયમાં થાય છે. રાગનું હો કે શુદ્ધ પરિણતિ, નિશ્ચય શુદ્ધ કર્મફળ કે કર્મચેતના (હો) એ બધું પર્યાયમાં છે અને પર્યાયને જ માનવી, પણ જેને શુદ્ધ કર્મફળચેતના પ્રગટી છે અને તે તો પર્યાયને અને દ્રવ્યને બેયને માને છે. સમજાય છે કાંઈ પણ જેને એકલું રાગનું જ વેદન છે, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ થાય ત્યાં જ જે સંતુષ્ટ છે તેણે પર્યાયમાત્રને આત્મા માન્યો. આહાહા...! અંદર ભગવાન ધ્રુવ ચૈતન્ય છે.
જે પર્યાયમાં રાગના કર્તુત્વરૂપ પરિણમન છે એ પર્યાય અંદર ન જઈ શકે. શું કહ્યું ઈ? જે પર્યાય ઉપર છે એ પર્યાયમાં રાગનો અને દયા, દાનના વિકલ્પનો કર્તા છે એ પર્યાય અંદરમાં ન જઈ શકે, એ તો ત્યાં રહી ગઈ. સમજાય છે કાંઈ? પછીની પર્યાય ઉત્પન્ન થઈને અને અંદર પ્રવેશ કર્યો બેયનો એક જ સમય છે. આહાહા.! શું કહે છે? સમજાય છે કાંઈ? શું કહ્યું?
મુમુક્ષુ :- વ્યય અને ઉત્પાદ બેય એક જ સમયે છે.
ઉત્તર :- એ તો બરાબર છે, પણ જે પર્યાય રાગ તરફ ઝુકીને કર્તાપણામાં પરિણમી છે એ પર્યાય હવે અંતર્મુખ ન થઈ શકે. કારણ કે એ પર્યાયનો તો વ્યય થઈ જાય છે. હવે વ્યય થાય છે અને જે નવી પર્યાય ઉત્પન્ન થાય છે, દ્રવ્યના આશ્રયે એ ઉત્પન્ન થઈ અને અંદર ઝુકી બેયનો એક જ સમય કહેવામાં આવે છે. આહાહા.! શું કહ્યું છે સમજાયું?
મુમુક્ષુ :- અંદરમાં ઝુકતી ઉત્પન્ન થાય છે?
ઉત્તર :- અંદરમાં ઝૂકવાની જે પર્યાય છે એ રાગની પર્યાય (જી કર્તા છે એ પર્યાય અંદરમાં નથી ઝૂકી શકતી. હવે તે સમયે બીજી પર્યાય તો છે નહિ ત્યારે બીજી પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ કરવાથી આવે છે... આહાહા.... અને તે જ પર્યાય અંદર ઝુકી એમ કહેવામાં