________________
કળશ- ૨૦૭
૨૬૫
સમજાય છે કાંઈ? આહાહા.!
એક વાત તો બીજી પણ છે, ક્યાંનું ક્યાં આવી જાય મગજમાં. શુદ્ધ જ્ઞાનચેતના, શુદ્ધ કર્મચેતના અને શુદ્ધ કર્મફળચેતના એવા ત્રણ બોલ પ્રવચનસારમાં આવ્યા છે. ભાઈ! હૈ? છે ને? અંદરમાં આનંદસ્વરૂપ ધ્રુવમાં જાય છે ત્યારે પર્યાયમાં જે શુદ્ધ ઉપયોગ થયો એ શુદ્ધ ઉપયોગને કર્મચેતના કહેવામાં આવ્યું છે. શુદ્ધ કર્મચેતના. આહાહા.. પ્રવચનસારમાં છે. આહાહા..! શુદ્ધ કર્મચેતના! આહા..! છે તો પર્યાય પણ એ ધ્રુવ તરફ ઝુકવાથી જે આનંદની શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તેને પણ કર્મચેતના કહેવામાં આવે છે. રાગને કર્મચેતના કહ્યું એ તો અશુદ્ધ ચેતનાની ક્રિયા માટે કહ્યું છે. આ તો શુદ્ધકર્મચેતના. કર્મ નામ કાર્ય. શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે ધ્રુવ છે તેના અવલંબનથી, તેના આશ્રયથી, તેના ધ્યેયથી, તેના લક્ષથી પર્યાયમાં શુદ્ધતા જે પ્રગટ થઈ એ શુદ્ધતાને પણ શુદ્ધ કર્મચેતના કહેવામાં આવે છે. આહાહા...! યશપાલજી'! ઝીણી વાત છે, ભગવાના શું થાય? માર્ગ કોઈ એવો છે.
કર્મફળચેતના. એ શુદ્ધ નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તે આનંદનું જે વેદન છે એ શુદ્ધ કર્મફળચેતના છે. છે તો પર્યાય. આહાહા.! કર્મ શબ્દ અહીંયાં રાગ પણ નહિ, જડ પણ નહિ. આહાહા.! ફક્ત પોતાનું કાર્ય શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિથી થયું એ કાર્યને અનુભવવું એ શુદ્ધ કર્મચેતનાનો અનુભવ છે, એમ કહેવું છે. આહાહા.. અને તેનું ફળ આનંદરૂપ ભોગવવું તેને શુદ્ધ કર્મફળચેતના કહેવામાં આવે છે. વાત એવી છે, બાપુ આ તો વીતરાગનો માર્ગ એવો સૂક્ષ્મ છે. આહાહા...! અને એ સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય છે નહિ. અંદરમાં કબુલાત આવે કે, આ ચીજ આવી છે. એ ચીજ બીજે ક્યાંય નથી. આહાહા.! સમજાય છે કાંઈ?
કર્મચેતના, કર્મફળચેતનાના બે પ્રકાર થયા. સમજાય છે? રાગને વેદવું એ કર્મચેતના છે એ અશુદ્ધ કર્મચેતના છે. રાગનું, સુખ-દુઃખનું વેદન એ કર્મફળ ચેતના અશુદ્ધ ચેતના છે. આહાહા.. છે તો એ પર્યાય અને પર્યાય પાછળ ધ્રુવ પડ્યો છે. એ પર્યાય પણ ઉપર છે. આહાહા.! અસંખ્ય પ્રદેશના દળમાં ભિન્ન સ્વરૂપ છે). કર્મ છે જ નહિ, અડતા જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યારેય ત્રણકાળમાં અડતા નથી. એ તો “સમયસાર ત્રીજી ગાથામાં આવી ગયું. પોતાના ધર્મને ચૂંબે છે, પરને ચૂંબતા નથી. એટલી વાત તો પરથી ભિન્ન કરવા માટે કહી. હવે પછી જ્યારે અંદરમાં રાગને કર્મચેતના કહેવામાં આવી છે તો એ કર્મચેતના પણ દ્રવ્યને સ્પર્શતી નથી. સમજાય છે કાંઈ? અને પછી એમ લ્યો કે, શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેનો અનુભવ થઈને જે શુદ્ધ પરિણમન થયું એ શુદ્ધ ચેતના, શુદ્ધ ઉપયોગરૂપી ચેતના-કર્મચેતના છે એ પણ ઉપર ઉપર પર્યાયમાં છે. માર્ગ બાપા (આવો છે). ભગવાન! તું કોણ છો? ભાઈ આહાહા.!
આનંદનું વેદન (આવ્યું) એ શુદ્ધ કર્મફળચેતના એ પણ પર્યાય છે. એ પર્યાયની પાછળ