________________
૨૬૪
કલશામૃત ભાગ-૬
ઉત્તર :- પર્યાય ઉપર જ અનાદિનું અજ્ઞાનીનું બધું જોર છે. પંચ મહાવ્રત પાળીને આખું લક્ષ, રુચિ, પ્રેમ ત્યાં જામી રહે કે, હું આ કંઈક કરું છું. આ ચીજ જ હું છું. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં તો ક્ષણિકવાદને ન્યાયે, પર્યાય જે ક્ષણિક છે એ પર્યાયની પાછળ અંદર ધ્રુવતા પડી છે એ ધ્રુવ ઉપર પર્યાય તરે છે. સમજાય છે કાંઈ? “સમયસારમાં આવી ગયું છે. ચૌદમી ગાથા છે. સામાન્ય ઉપર ઉપર તરે છે. અબદ્ધસ્કૃષ્ટ. આહા...! “સમયસાર’ તો દરિયો છે. એક એક શબ્દ દરિયો, હોં! એક એક શબ્દા આહાહા...!
મુમુક્ષ :- દરિયામાં ડૂબકી ખાતા પાછું તરતા આવડવું જોઈએ ને
ઉત્તર :- ડૂબકી મારે તોય એને–તરતાને ખબર છે, અંદર. આ સાંભળ્યું નહિ તમે? દરિયામાં મોતી લેવા જાય છે. દરિયામાં ઘણા પડ્યા હોય ને? કોઈકની બોટ ભાંગી હોય, પ્લેન તૂટી ગયું હોય. નીચે રત્ન પડ્યા છે, નીચે ઘણા પડ્યા છે. એ લેવા માણસ નીચે જાય છે ને? સાંભળ્યું છે ને? તો એ એક ભૂંગળી સાથે લઈને જાય. એ ભૂંગળી બહાર રહે. ત્યાંથી પવન અંદર આવે તો ત્યાં ઊંડો જઈ શકે, નહીંતર શ્વાસ લીધા વિના મરી જાય. શું કહ્યું એ? એ મોતી લેવા જાય છે ને ત્યાં એક તો અંદર જરી પ્રકાશ પણ જોઈએ. એટલે આંખમાં પણ અંદર થોડો પ્રકાશ રહે છે. જોવા માટે. અને હવા જોઈએ, હવા વિના તો મરી જાય. એક ભૂંગળી એવી રાખે કે ઉપરથી હવા અંદર આવે છે. ઉપરથી અંદર આવે છે અને અંદર જાય તો હવાને લઈને શ્વાસ લઈ શકે છે અને પ્રકાશને લઈને જોઈ શકે છે કે, આ મોતી છે, આ હીરા છે. સમજાય છે કાંઈ? અત્યારે થાય છે. અમે તો બધી વાત સાંભળી છે ને!
એમ ભગવાનઆત્મા... આહાહા.! પોતાની પર્યાયને અંદર ઝુકાવવાથી હીરો હાથ આવે છે. દરિયો પડ્યો છે પ્રભુ અંદર. આહાહા. વર્તમાન પર્યાયને, આવડો જ હું છું એમ નહિ માનતા, પર્યાય જેની છે તેની સત્તાના અંતર્મુખ હોવાપણારૂપ ઉપર દૃષ્ટિ પડે તેને દ્રવ્યદૃષ્ટિ કહે છે, તેને સમ્યગ્દષ્ટિ કહે છે અને એને આનંદનો પત્તો લાગે છે. અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન છે, ત્યાં પર્યાયને અંદર ઝુકાવવાથી અતીન્દ્રિય આનંદનું તળ જે છે, તળ જે નીચે તળિયું છે, ધ્રુવ છે. આહાહા...! (તેનો) પત્તો લાગવાથી પર્યાયમાં પણ આનંદ આવે છે તો એ પર્યાયમાં આનંદ આવ્યો.
કાલે તમારો પ્રશ્ન હતો ને? ચેતના કેમ કહ્યું? એમ કે, પહેલા જ્ઞાન કહ્યું, પછી દષ્ટિ કહ્યું, પછી ચારિત્ર કહ્યું પછી વળી ચેતના કેમ કહ્યું? કાલે કળશમાં આવ્યું હતું. ત્યાં આનંદ કહેવો છે. શું (કહ્યું? ત્યાં ચેતનાનો આનંદ કહેવો છે. જ્ઞાનચેતના, કર્મચેતના, કર્મફળચેતના પર્યાયના ત્રણ ભેદ છે ને પર્યાયમાં? જ્ઞાનચેતના (અર્થાતુ) સમ્યગ્દર્શનમાં સ્વરૂપની એકાગ્રતા થાય) એ જ્ઞાનચેતના. અંદર રાગમાં એકાગ્રતા (થાય) એ કર્મચેતના. કર્મ એટલે જડની અહીં વાત નથી અને રાગનું ફળ ભોગવવું એ કર્મફળચેતના. રાગનું ફળ કર્મફળચેતના.