________________
કળશ- ૨૦૭
૨૬૩
મુમુક્ષુ :- સમુદ્રમાં ઉપર ઉપર તરંગ ઊઠે છે તેની જેમ
ઉત્તર :- પાણીનું તો ત્યાં દૃષ્ટાંત આપ્યું છે કે, જેમ જળમાં તેલ... તેલ કહે છે ને? (તેલનું) બિંદુ પડે તો એ તેલની અંદર પ્રવેશ કરતું નથી, ઈ ઉપર ઉપર રહે છે. પણ એ જળમાં ઉપર ઉપર રહે છે. એ સ્થૂળ દૃષ્ટાંતમાં શું કહેવું? બાકી જળના જે પ્રદેશ છે અંદરમાં એ ઉપર ઉપર પર્યાયના છે. સમજાય છે કાંઈ? ભાઈ! આ તો દ્રવ્યાનુયોગનો વિષય છે, સૂક્ષ્મ છે.
આ અસંખ્ય પ્રદેશનું દળ આખો આત્મા છે. આ કર્મ, શરીર નહિ. એ ચીજ તો એમાં છે જ નહિ, તેનાથી તો ભિન્ન જ છે, પણ એ અસંખ્ય પ્રદેશ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે પ્રદેશ ઉપર પર્યાય છે, નહિ કે અસંખ્ય પ્રદેશ એટલે ઉપર ઉપરની પર્યાય તે જ એની પર્યાય છે, એમ નહિ. સમજાય છે કાંઈ? કાલે રાત્રે કહ્યું હતું ઘણું, એ પહેલા ઘણીવાર વ્યાખ્યાનમાં કહીએ છીએ કે, ભઈ! આ પર્યાય ઉપર છે અને દ્રવ્ય અંદર છે તેનો અર્થ શું? આહાહા.. તેનું ભાવભાસન થવું જોઈએ ને? એમ ને એમ માની લેવાનો અર્થ શું? ભાવમાં... આવે છે “મોક્ષમાર્ગ પ્રકાશકમાં ભાવભાસન. જ્ઞાનમાં આ આમ છે એમ ભાસન થવું જોઈએ ને? તો આ પર્યાય ઉપર છે તેનું ભાસન શું? અને અંદરમાં નથી એ શું? તો અસંખ્યપ્રદેશ પ્રભુ આત્મા આખો અંદર છે, શરીર, કર્મથી બધાથી ભિન્ન તો એ બધાથી ભિન્ન હોવા છતાં અસંખ્ય પ્રદેશ જે છે, દરેક પ્રદેશના પિંડમાં જે છે, એ અંદરના જે પ્રદેશ છે તેમાં પણ ઉપર પર્યાય છે. “ડાહ્યાભાઈ! આહા.! આવી વાતું છે. શું કીધું?
મુમુક્ષુ :- કોઈ વસ્તુ હોય એને કાગળ વીંટીએ.
ઉત્તર :- એમ નહિ. એમેય નહિ. એ તો ઉપર ઉપરથી થયું. એ માટે તો આ સ્પષ્ટ કરાય છે. આ લાકડીનું જેમ ઉપર ઉપર કહ્યું એમ નહિ. અહીં તો લાકડીમાં જે પ્રત્યેક પરમાણુ છે એ પ્રત્યેક પરમાણુ, આ માત્ર) ઉપરના પરમાણું નહિ, અંદરના પરમાણુમાં પણ ઉપર ઉપર પર્યાય છે. આહાહા.! આવી પ્રત્યક્ષ વસ્તુ છે. સમજાય છે કાંઈ
અહીં તો બીજું કહેવું છે કે, ક્ષણિકવાદી અને બૌદ્ધમતિ ઉપર ઉપર જે પર્યાય છે તેને જ માને છે, પણ પર્યાયનો આધાર દ્રવ્ય અંદર પૂર્ણ ધ્રુવ બધા સ્થાનમાં છે તેની ખબર નથી. એમ અનાદિનો પર્યાયબુદ્ધિવાળો નવમી રૈવેયક અનંત વાર ગયો. જૈન સાધુ (થઈને) પંચ મહાવ્રત પણ કેવા પાળ્યા)? નિરતિચાર, મિથ્યાત્વભાવમાં. એની પણ પર્યાયબુદ્ધિ હતી. આહાહા.! ઉપર ઉપરની પર્યાયને જ માનતો હતો. એ ત્યાં લગી માનતો હતો કે, આ પ્રદેશમાં, દરેક પ્રદેશનું દળ છે તે પ્રદેશ ઉપર પર્યાય છે એમ પણ માનતો હતો પણ એ પર્યાય જેવડો જ હું છું, બસ! આહાહા...! ઝીણી વાત છે, ભઈ! આ એકલી ક્ષણિક બૌદ્ધની વાત નથી.
મુમુક્ષુ - દ્રવ્યલિંગીનું આખુ જોર પર્યાય ઉપર જ હતું.