________________
૨૬ ૨
કિલશામૃત ભાગ-૬
રાખો, અસંખ્યપ્રદેશનો પિંડ છે તો ઉપર ઉપરના પ્રદેશમાં પર્યાય છે એમ નથી. અંતર જે અસંખ્યપ્રદેશનો પિંડ છે અંદર તે પ્રદેશમાં પણ પ્રદેશદીઠ ઉપર પર્યાય છે. આહાહા.! સમજાય છે કાંઈ?
મુમુક્ષુ :- અસંખ્ય પ્રદેશોમાં વ્યાપક.
ઉત્તર :- વ્યાપક, ઉપર. પણ ઉપરનો અર્થ એટલા માટે કહ્યો. ઉપરનો અર્થ શું? કે, પ્રદેશ અસંખ્ય છે તો પ્રદેશદીઠ ઉપર પર્યાય છે અને અંદરમાં ધ્રુવતા છે.
મુમુક્ષુ :- ઉપરથી પર્યાયનું આવરણ છે?
ઉત્તર:- પર્યાય-ફર્યાયનું આવરણ નથી. પર્યાય છે. આવરણ-ફવરણ કંઈ નથી. સમજાણું કાંઈ? અહીંયાં તો પર્યાયને ઉપર છે એમ કહીએ છીએ તો ઉપરની વ્યાખ્યા શું એટલી વાત છે. આ શરીરને એક કોર રાખો, કર્મ એક કોર રાખો. અસંખ્ય પ્રદેશનો જે પિંડ છે તો ઉપર ઉપરના પ્રદેશ ઉપર પર્યાય છે એમ નથી, અસંખ્ય પ્રદેશનું અંદર દળ છે તો દરેક પ્રદેશની ઉપર પર્યાય છે. દરેક પ્રદેશની ઉપર પર્યાય છે તો એ પર્યાયને અંદર ઝુકાવવી. સૂક્ષ્મ વિષય છે, પ્રભુ! આહાહા. અહીંયાં પણ પ્રદેશ છે ને અંદર અસંખ્ય પ્રદેશનું દળ (છે), એ દરેક પ્રદેશની અંદર ઉપર ઉપર પર્યાય છે. ઉપર એટલે? આ અસંખ્ય પ્રદેશ અહીંયાં છે તેની ઉપર પર્યાય છે એમ નહિ. અંદર જે અસંખ્ય પ્રદેશનું દળ છે (એ બધા ઉપર પર્યાય છે). સમજાય છે કાંઈ? હૈ?
મુમુક્ષુ :- સમજાતું નથી કાંઈ. ઉત્તર :- વધારે સ્પષ્ટ કરાવવા એમ કહે છે.
આ ઉપર ઉપર છે એ જ પ્રદેશની પર્યાય છે એમ નહિ. અંદર પણ પ્રદેશ છે, આ પરમાણુ છે ને? એ પરમાણમાં તો ઉપર ઉપર પર્યાય છે. આવો વિષય. અહીં તો પર્યાય અને દ્રવ્ય બે ભિન્ન છે પણ કઈ રીતે છે? કે, આ ઉપર ઉપર પર્યાય છે એટલું જ નહિ, પણ અંદર પ્રત્યેક પરમાણુ ભિન્ન છે, એ પ્રત્યેક પરમાણુની પર્યાય ઉપર ઉપર છે. આની જ ઉપર છે એમ નથી. એમ પ્રત્યેક પ્રદેશ આત્મામાં છે એ પ્રત્યેક પ્રદેશની ઉપર ઉપર પર્યાય છે, અંદરમાં ધ્રુવમાં પ્રવેશ કરતી નથી. એ તો આવે છે ને? પર્યાય ઉપર ઉપર રહે છે. અબદ્ધસ્કૃષ્ટમાં આવે છે). અબદ્ધસ્કૃષ્ટ શ્લોક આવ્યો ને? એ પર્યાય ઉપર ઉપર રહે છે, એવો પાઠ છે. અબદ્ધસ્કૃષ્ટ. ૧૪-૧૫ ગાથામાં લખ્યું છે. જયચંદ્રજી પંડિતે ઘણું સ્પષ્ટ કર્યું છે કે, એ બધી પર્યાય અનિત્ય છે તો એ ઉપર ઉપર રહે છે, સામાન્યમાં–ધ્રુવમાં પેસતી નથી. હવે આવો વિષય ઝીણો, શું થાય? હું
મુમુક્ષુ :- બે ભાગલા પડ્યા.
ઉત્તર :- બે ભાગ જ છે. એક પર્યાયનો ભાગ અને એક દ્રવ્યનો ભાગ, એવા બે ભાગ છે. બેયના ક્ષેત્ર પણ ભિન્ન છે.