________________
કળશ-૨૦૦૭
૨૬૧
આહાહા..!
ભાવાર્થ આમ છે કે–જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે.’ એકલી પર્યાયરૂપ પણ નથી, એકલી દ્રવ્યરૂપ પણ નથી. ક્ષણિક બૌદ્ધમતિ આદિ અજ્ઞાની અનાદિથી પર્યાયને જ માને છે અને સાંખ્યમતિ જે વેદાંતી આદિ એકલા દ્રવ્યને જ માને છે, પર્યાયને નથી માનતા. એ કહે કે, આત્મા અને આત્માનો અનુભવ, એ તો બે થઈ ગયા. એમ. બે નથી. એક જ સર્વવ્યાપક છે. એ પણ ખોટું છે. અને પર્યાયમાત્ર માને છે એ દૃષ્ટિ તો અનાદિથી બૌદ્ધની તો છે પણ અનાદિ અજ્ઞાનીનું પણ પર્યાય ઉપર લક્ષ છે. કેમકે પ્રગટ પર્યાય છે. વસ્તુ પર્યાયની સમીપમાં પર્યાયની અપેક્ષાએ અપ્રગટ કહેવામાં આવે છે. પર્યાયની અપેક્ષાએ. તેની અપેક્ષાએ પ્રગટ છે. આહાહા..! સમજાય છે કાંઈ? અવ્યક્ત કહ્યું ને? પણ અવ્યકત્ તો પર્યાયની અપેક્ષાએ કહ્યું છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યક્ત છે. આહા..! આવી વાત છે, ભાઈ! મુમુક્ષુ :– એક ને એક પદાર્થ વ્યક્ત અને એક ને એક પદાર્થ અવ્યક્ત.
ઉત્તર ઃ– હા, એક ને એક પદાર્થ વ્યક્ત અને એક ને એક પદાર્થ અવ્યક્ત. આહાહા..! એ કહે છે, હમણાં બીજા શ્લોકમાં વિશેષ કહેશે.
એ વ્યક્ત–પ્રગટ પર્યાયનો જ અનુભવ અનાદિથી છે ને. નવમી ત્રૈવેયક અનંત વાર દિગંબર જૈન સાધુ થઈને ગયો, પંચ મહાવ્રતાદિ પાળ્યા) પણ એની દૃષ્ટિ પર્યાય ઉપર જ છે. બહુ સૂક્ષ્મ વાત, ભગવાન! એ પર્યાયની સમીપમાં આખી અસંખ્ય પ્રદેશી વસ્તુ છે તેની ઉપર કદી દૃષ્ટિ કરી જ નથી. સમજાય છે કાંઈ? આહાહા..! રાત્રે થોડું કહ્યું હતું અને પહેલા પણ કહ્યું હતું. શું? કે, જે આ અસંખ્યપ્રદેશી આત્મા છે ને? તો જે પર્યાય છે તે દરેક પ્રદેશ ઉપર છે. હૈં?
પ્રશ્ન :- ઉપરના ભાગમાં કે નીચેના ભાગમાં?
ઉત્તર :- બધા ભાગમાં. બીજું કહેવું છે, એ વાત તો કાલે કહી હતી, પહેલા ખૂબ કહી હતી કે પર્યાય ઉપ૨ના પ્રદેશમાં જ છે, આ નહિ, અંદર પ્રદેશ અસંખ્ય (છે), એમ નથી. પર્યાય તો અંદરમાં જે આ છે ત્યાં અસંખ્યપ્રદેશનો પિંડ છે તો દરેક પર્યાય દરેક પ્રદેશ ઉપર પર્યાય છે અને આ જે પેટ છે અંદરમાં અસંખ્યપ્રદેશી જીવ છે, અસંખ્ય પ્રદેશનું દળ, તો ઉપરના પ્રદેશની પર્યાય છે એટલું નહિ પણ પ્રત્યેક પ્રદેશ ઉપર પર્યાય અંદરમાં છે. સમજાય છે કાંઈ?
પ્રશ્ન :- દરેક પર્યાય પ્રદેશની ઉપર રહે?
ઉત્તર ઃ- નવી નવી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન :- પ્રદેશની ઉપર રહે?
ઉત્તર :– પ્રદેશની ઉ૫૨ ૨હે, અંદરમાં ન જાય. તે દિ' કહ્યું હતું, પર્યાય ઉ૫૨ છે તેનો અર્થ શું? કે, આ અસંખ્યપ્રદેશ છે, શરી૨-વાણી-મન એક કો૨ રાખો, કર્મ એક કોર