________________
૨૬૦
કલશામૃત ભાગ-૬
(અત્યન્ત) દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? (વૃત્તિ) અવસ્થા, તેના વંશ) અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો (મેવત:) ભેદ છે અર્થાતુ કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે–એવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદૃષ્ટિ જીવ (વૃત્તિમન્નાશવીનત) વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કહ્યું છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે. ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી. માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. ૧૫-૨૦૭.
મહા સુદ ૬, સોમવાર તા. ૧૩-૦૨-૧૯૭૮.
કળશ–૨૦૭ પ્રવચન–૨૩૧
કળશટીકા ૨૦૭.
(અનુષ્ટ્રપ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात् । अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।।१५-२०७॥
ક્ષણિકવાદી પ્રતિબોધવામાં આવે છે-' અર્થાતુ એકાન્ત પર્યાયને જ માનવાવાળાને સમજાવવામાં આવે છે. “તિ કાન્તઃ મા વારંતુ “એ રીતે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના...' શું કહે છે? દ્રવ્યાર્થિકથી દ્રવ્ય નિત્ય છે અને પર્યાયથી અવસ્થા અનિત્ય છે. બે ભેદનો સ્વીકાર નહિ કરતાં એકાંતનો સ્વીકાર કરવો તે મિથ્યાત્વ છે. આગળ લેશે. એકલા દ્રવ્યનો જ સ્વીકાર કરે અને પર્યાયનો સ્વીકાર ન કરે તો એ પણ મિથ્યાત્વ છે અને એકલી પર્યાયનો જ સ્વીકાર કરે અને ત્રિકાળને ન સ્વીકારે તો તે પણ મિથ્યાદૃષ્ટિ છે.
કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો” આહાહા.! સ્વપ્નમાં પણ એવી કલ્પના ન હો કે હું એક પર્યાયમાત્ર છું અને ત્રિકાળી દ્રવ્ય નથી. દ્રવ્ય ત્રિકાળ રહેનારી ચીજ છે તે નથી, એવું સ્વપ્નમાત્રમાં પણ ન હો. આહાહા...! સમજાય છે કાંઈ? “એવું કેવું?” ‘ાઃ રોતિ કન્ય: મુફત્તે’ ‘અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જ છે, અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે,-એવું એકાન્તપણું મિથ્યાત્વ છે.'