________________
કળશ- ૨૦૭
૨૫૯
શ્રદ્ધાએ એમ માન્યું.
મુમુક્ષુ :- શ્રદ્ધાનો વિષય તો એકાંત ધ્રુવ છે.
ઉત્તર – વિષય ભલે ધ્રુવ હો પણ શ્રદ્ધાનું ભાન થયું તેની સાથે જ્ઞાન પણ થયું કે નહિ? શ્રદ્ધામાં તો સ્વ-પર ભેદ છે જ ક્યાં? પણ સાથે જ્ઞાન થયું એ જ્ઞાન એમ જાણે છે કે, આ વસ્તુને મેં જે જાણી એમાં અંદર આનંદમાં હું જેટલો લીન થઈશ તે ચારિત્ર છે. તેનાથી મારા કર્મનો નાશ થશે. હું સમજાય છે કાંઈ? તો એ માટે આ શબ્દ વાપર્યો છે–પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. આમ જ જાણજો.” આમ જ જાણજો. એકાંત (કર્યું. “અન્યથા નહીં. બીજી રીતે છે નહિ. વિશેષ કહેશે.)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)
(અનુષ્ટ્રપ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।।१५-२०७।
ખંડાન્વય સહિત અર્થ – ક્ષણિકવાદીને પ્રતિબોધવામાં આવે છે-“રૂતિ વાન્તઃ મા. વારતુ' (તિ એ રીતે વત્ત:) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના “સર્વથા આમ જ છે” એમ કહેવું તે (મા વરતુ) ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો. એવું કેવું ? “જન્ય: રોતિ કન્ય: મુંવરુતે' (અન્ય: વરાતિ) અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જે છે, (અન્ય: મુંજને અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે,–એવું એકાન્તપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય આવતાં ભોગવે છે; પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ–અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે–આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે. જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે કર્યું વિપરીતપણું? ‘ત્યન્ત વૃક્વંશમેવતઃ વૃત્તિમન્નાશવત્વના”