________________
કળશ- ૨૧૨
૩૩૧
પર્યાય પેઠી નથી. આહાહા. એને તત્ત્વની ખબર નથી કે, શું તત્ત્વ છે. જાણવાની પર્યાય પરને જાણતા પરને જાણવાની પર્યાયમાં પેસતી નથી. આહાહા...!
મુમુક્ષુ :- આ પર્યાય' શબ્દ જ અમે સાંભળ્યો નથી.
ઉત્તર :- પર્યાય એટલે અવસ્થા. પરી-આય, પરી-આય. પરી ઉપસર્ગ છે. સમસ્ત પ્રકારે બદલવું, પલટવું. વસ્તુ છે તે કાયમ રહીને વર્તમાન દશામાં પલટો ખાવો એનું નામ પર્યાય કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું કાંઈ? આ તો બધી ભઈ અધ્યાત્મ વાતું છે, અનંતકાળમાં એણે સાંભળી નથી. બાકી બધું આ કર્યું ને તે કર્યું. આહાહા...!
સોનું છે ને સોનું? સોનાની સાંકળી, સાંકળી, ચેન કહે છે ને? આખા સોનાની સાંકળી છે એ સોનું છે. હવે એનામાં જે મકોડા છે એ મકોડાદીઠ સોનું છે, તો એ પીળો એનો ગુણ છે. સોનું કાયમ રહીને, પીળું પણ કાયમ રહીને એની અવસ્થા જે બદલાય છે, સોનામાંથી કડી થાય, કુંડળ થાય, કડી, કુંડળ, વીંટી (થાય) એ બધી એની અવસ્થાઓ કહેવાય. અવસ્થા નામ પર્યાય કહેવાય. પર્યાય નામ બદલતી દશા કહેવાય.
મુમુક્ષુ :- સોની એની મરજી પ્રમાણે એમાંથી જે આકાર કરવા હોય તે કરે.
ઉત્તર:- બિલકુલ જૂઠી વાત છે. આવી વાત છે. સોનીની મરજી પ્રમાણે સોનાના દાગીનો કરે. ના, બિલકુલ જૂઠી વાત છે. એ સોની પોતાની વર્તમાન અવસ્થામાં ત્યાં રહે. આત્મા આત્માની પર્યાયમાં, શરીર શરીરની અવસ્થામાં રહે. એ પરની ઘડવાની અવસ્થામાં એની પર્યાય પેસતી નથી કે તે પરને ઘડે. આહાહા.! આવી વાત. નહિતર એનું સ્વયં ભિન્ન અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એનું હોવાપણું, પદાર્થનું હોવાપણું પરથી ભિન્ન સ્વયં અસ્તિત્વ છે એ સિદ્ધ થતું નથી. પરને લઈને થાય તો પોતાનું અસ્તિત્વ ક્યાં ગયું? આહાહા..! લોજીકથી, ન્યાયથી કંઈ સમજશે કે નહિ? ઝીણી વાત છે, ભઈ! દુનિયાથી તો બીજી જાત છે. ઈ તો બધી દુનિયાની ખબર નથી? આહાહા...! સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે, જુઓ “સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે-' “ સ્વમાવતનાપુનઃ મોહિતઃ વિ વિનશ્યતે” “જીવ સમસ્ત શેયને જાણે છે એમ દેખીને જીવના શુદ્ધ સ્વરૂપથી અલિતપણું જાણી...” શું કહે છે? ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રજ્ઞા, ચૈતન્યબિંબ, ચૈતન્યપ્રકાશનું બિંબ છે. જેમ આ સૂર્ય પરમાણુના પ્રકાશનો બિંબ છે એમ આ ચૈતન્યપ્રકાશનું બિંબ છે. એ પરને જાણતા એને–અજ્ઞાનીને શંકા પડી જાય છે કે, પરને જાણવું થાય) ત્યાં મને અશુદ્ધતા થઈ જાય છે. પણ પરને જાણવાની પર્યાય તારામાં રહે છે, એનામાં જાતી નથી અને એ ચીજ છે એ તારી જાણવાની પર્યાયમાં આવતી નથી.
જ્ઞાને અગ્નિ છે એમ જાણ્યું. જ્ઞાનની અવસ્થાએ અગ્નિ છે એમ જાણ્યું, તો અગ્નિની પર્યાયમાં જ્ઞાનપર્યાય પેઠી છે? અગ્નિની પર્યાયમાં જ્ઞાનપર્યાય પેઠે તો જ્ઞાનપર્યાય ઊની થઈ જાય અને અગ્નિની પર્યાય ઊની છે એ જ્ઞાનની પર્યાયમાં આવી ગઈ છે? જ્ઞાન આવ્યું