________________
૩૩૨
કલશામૃત ભાગ-૬
છે. એ સંબંધીનું જ્ઞાન એ તો પોતાનું છે. ઝીણી વાત છે, બાપુ... આહાહા...!
મુમુક્ષુ :- ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ કેવી રીતે?
ઉત્તર :- કાંઈ છે નહિ ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ. ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ પોતામાં જ છે, પરની સાથે કાંઈ છે નહિ. નિમિત્ત-નિમિત્ત સંબંધ છે એટલે કાંઈ સંબંધ નથી એમ. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ! તત્ત્વનો વિષય.
આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ જ્ઞાન સ્વરૂપ છે. અહીં એ કહે છે કે, એ જ્ઞાનમાં પર જાણવામાં આવે માટે એ જ્ઞાનની પર્યાય ત્યાં અંદરમાં ગઈ છે? સમજાણું કાંઈ? અને પર જાણવામાં આવ્યું તેથી તે અવસ્થા અહીં જ્ઞાનમાં આવી ગઈ છે? આહાહા. ઝીણી વાતું છે, બાપુ આ તત્ત્વ છે, આ તો તત્ત્વજ્ઞાનનો વિષય છે. તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે. લોકોને મળ્યું નથી. સ્થૂળરૂપે બધું મળીને... આહાહા...!
આ જડ લક્ષ્મી છે અને જ્ઞાન જાણે તે જ્ઞાનની પર્યાયમાં લક્ષ્મી આવી ગઈ છે અંદર? અને લક્ષ્મીની પર્યાયમાં આ જ્ઞાનની પર્યાય ત્યાં પેઠી છે? જ્ઞાનની પર્યાયમાં તે શેયની અવસ્થાનો અભાવ છે અને શેયની અવસ્થામાં જ્ઞાન અવસ્થાનો અભાવ છે. આરે...! સમજાણું કાંઈ? સ્વપણે છે અને પરપણે નથી. મહાસિદ્ધાંતો છે બાપા આ તો. દુનિયાથી જુદી જાત છે આખી. આહાહા.!
એ અહીં કહે છે, “જીવ શુદ્ધ સ્વરૂપથી અલિતપણું જાણી ખેદખિન થતો મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ કેમ ખેદખિન્ન થાય છે?” અરે.! શું કરે છે તું આ? આહાહા...! ભગવાન! તારો સ્વભાવ તો જાણવું છે ને જેમ અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, મીઠાનો-લવણનો સ્વભાવ ખારો છે, ખડીનો સ્વભાવ ધોળો છે એમ તારો સ્વભાવ જાણવું છે. આહાહા.. તો એ જાણતા, પરને જાણતા તારું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે એ ભ્રમ કયાંથી તને થઈ ગયો? એમ કે, આ પર આવ્યું ને જાણવામાં? પર આવ્યું ને? એમ. પર આવ્યું નથી, જાણવું તારું તારાથી થયું છે. એમાં ઓલાને અશુદ્ધતા કેમ લાગે છે કે, આ પર અહીં આવ્યું ને? અગ્નિ અહીં જણાણી માટે અગ્નિ અહીં આવી ગઈ. અગ્નિ ક્યાં (આવી છે? અગ્નિ અગ્નિમાં છે. જાણવું તારે જાણવામાં છે. આહાહા...! હેં?
મુમુક્ષુ :- તાવ જણાય છે ત્યારે દુઃખ થાય છે.
ઉત્તર :- તાવ જણાય છે માટે નહિ. તાવનું જાણવું કરવું એ તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, પણ એ ઠીક નથી એમ એને લાગે છે એનું એને દુઃખ છે, એ તો દ્વેષનું દુઃખ છે. તાવની દશા તો આ શરીરમાં, જડમાં થઈ, આત્મામાં થઈ છે? આત્મા ઊનો છે? આત્મા તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની અરૂપી ચીજ છે. નિરંજન નિરાકાર અરૂપી ચૈતન્ય ભગવાન છે. એમાં આ રૂપી તાવ એમાં પેસી જાય છે? તાવ. તાવના પરમાણુની પર્યાયને જ્ઞાન જાણે અને જ્ઞાન (તેને) જાણતા જ્ઞાન અશુદ્ધ થઈ ગયું એમેય નથી.