________________
કળશ- ૨૧૨
૩૩૩
બીજી વાત, એ તાવના પરમાણુને જાણતા જ્ઞાન દુઃખને વેદે એમેય નથી. એ તો તાવની પર્યાય દેખતા એને થઈ જાય કે, મને આ ઉષ્ણ થઈ ગયું? હું ઊનો થઈ ગયો? એમ કરીને એને દુઃખ લાગે છે. આહાહા.! ઝીણી વાત, બાપુ લોજીક, ન્યાય. ન્યાયમાં નિ-ધાતુ છે. વાય છે ને? એમાં નિ ધાતુ છે. નિ એટલે? જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જ્ઞાન, નિ એટલે જ્ઞાનને દોરી જવું. એ રીતે વસ્તુને નક્કી કરવી–નિર્ણય (કરવો). આહાહા...! નવરાશ ક્યાં? આખો દિ સંસારની હોળી. રળવું ને ભોગ... આહાહા..!
મુમુક્ષ – ખાવું જોઈએ ને? ખાવા માટે તો કરીએ છીએ. ઉત્તર :- કોણ ખાવાનું કરે છે? એ તો ખાવાની ક્રિયા જડની છે. આહાહા...!
અહીં તો કહે છે, જીભને એ ચૂરમાનો લાડવો કે મોસંબી, એ પાણી જીભને અડતું નથી. જીભ પાણીને અડતી નથી. આહાહા.! બાપુ! વતનું અસ્તિત્વ પોતાથી છે પરને લઈને નહિ અને પરનું અસ્તિત્વ આનાથી નહિ, એનું અસ્તિત્વ એને લઈને છે. આહાહા..! ત્રીજી ગાથા આવે છે ને? ભાઈ! ઝીણી વાત છે, બાપુ! આ તો બધી નિર્ણય થઈ ગયેલી વસ્તુની સ્થિતિ છે, પણ અત્યારે બહુ ગડબડ થઈ ગઈ છે. સંપ્રદાયમાં ગડબડ થઈ ગઈ છે તો પછી બીજે તો ક્યાં છે? આહાહા...! હું
મુમુક્ષુ - ઈ ગડબડ આપે મટાડી દીધી.
ઉત્તર :- ત્રીજી ગાથા છે ને? “સમયસાર'. ત્યાં એમ કહ્યું છે, દરેક પદાર્થ પોતામાં રહેલા ગુણ અને પર્યાયરૂપી ધર્મ, ધર્મ નામ એણે ધારી રાખેલી ચીજ છે, વસ્તુએ ધારી રાખેલા ગુણ અને પર્યાય છે, એને ધર્મ કહીએ. ધર્મ એટલે આ કલ્યાણ થાય એ અત્યારે પ્રશ્ન નથી. એ ગુણ અને પર્યાયને ધારી રાખેલું જે દ્રવ્ય, તે પોતે પોતાના ધર્મને ચૂંબે છે, સ્પ છે, અડે છે પણ તે દ્રવ્ય બીજા દ્રવ્યના ધર્મને ચુંબતું નથી. આહાહા...! ગજબ વાત છે. પાણી ઊનું આમ શરીરમાં નાખે તો કહે છે કે, ઊના પાણીની પર્યાય શરીરને સ્પર્શી જ નથી, અડી જ નથી. એ.ઈ....! હૈ?
મુમુક્ષુ – ચામડી દાઝી જાય.
ઉત્તર :- ચામડી પોતાની પર્યાયથી (ઊની) થાય છે, પાણીથી નહિ. આ ડૉક્ટર બધા ઇંજેક્શન આપે છે, એ ઇંજેક્શન શરીરને અડતુંય નથી, એમ કહે છે અહીં તો. પણ બધા અભિમાની ડોક્ટર જાણે, આમ આપું, આમ કરે. ઇંજેક્શન આપે ત્યારે લોહી કાઢે. આ લોહી કાઢવા અમારે અહીં આવે છે ને? કે, આ ઠેકાણે રગ છે. આ ફેરે આકરું પડ્યું લાવ્યા ત્યારે. બે-ત્રણ વાર નાખ્યું તોય લોહી ન નીકળ્યું. ભાઈ, બાપુ! ઝીણી વાત બહુ ભાઈ! તત્ત્વદૃષ્ટિ એવી ઝીણી છે કે, એ ઇંજેક્શન એને અડતુંય નથી. આહાહા..!
મુમુક્ષુ :- સોય તો અડી ને? ઉત્તર:- સોય અડતી નથી. સોયનું અસ્તિત્વ પોતામાં રહેલું છે અને લોહીનું અસ્તિત્વ