________________
૩૩૪
લોહીને કા૨ણે પોતાથી રહેલું છે. આહાહા..! મુમુક્ષુ :તો લોહી નીકળ્યું કેમ?
=
ઉત્ત૨ :– અંદર છે ઇ પોતાની પર્યાયપણે એ રીતે થવાનું હતું તો નીકળ્યું છે. આહાહા..! ભારે, દુનિયાથી આકરું પડે. બધા એલ.એલ.બી. ને એમ. એ. ના પૂંછડા ભણ્યા હોય, આ ડૉક્ટરો, એમાંય હાથ ન આવે ત્યાં. રામજીભાઈ’ એલ.એલ.બી. અને એમ. એ. આ. એમાં કાં આ આવ્યું હતું તમારે ત્યાં? આહાહા..!
કહે છે, આ લૂગડું નાકને અડતું નથી. કેમકે લૂગડાનું હોવાપણું એમાં રહેલું છે અને આનું હોવાપણું એમાં રહેલું છે. આના હોવાપણામાં આનું હોવાપણું અડતું નથી આહાહા..! અને આનું હોવાપણું આને અડતું નથી. આહાહા..! આ તે કંઈ... તત્ત્વની અસ્તિત્વતા, મોજૂદગી, હયાતી કઈ રીતે છે તેની આ વાત છે, પ્રભુ! આહાહા..! અરે..! દુનિયાથી જુદી જાત છે, દુનિયાની ખબર નથી?
આ તો સર્વજ્ઞ પરમેશ્વર આત્માનો સ્વભાવ જ શ’ છે, શ’ કહો, શાયક કહો, સર્વશ કહો એ એનું સ્વરૂપ જ ત્રિકાળ છે. એના અંતરના અવલંબે પર્યાયમાં–અવસ્થામાં સર્વજ્ઞપણું આવે છે. જે અંદરમાં હતું એ બહાર આવે છે. એ પણ એક વ્યવહાર છે, પણ એ પર્યાય અંદરમાં હતી તે આવે છે, શક્તિ હતી એમાંથી પ્રગટ થાય છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરેલી છે તો એને ઘૂંટતા એ ચોસઠ પહોરી જે ભરેલી છે એ બહાર આવે છે. આ લીંડીપીપર ઘસે છે ને? એ ચોસઠ એટલે રૂપિયો. રૂપિયે રૂપિયો, સોળ આના. એ પી૫૨માં સોળ આના, રૂપિયે રૂપિયો તીખાશ, ચરપાઈ ભરી છે. એ ચ૨૫૨ાઈ ઘૂંટવાનું નિમિત્ત અને ચ૨૫૨ાઈ બહાર આવે છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, એ છે એમાંથી આવે છે. કૂવામાંથી અવેડામાં આવે છે. એમ અંદરમાં છે તે બહાર આવે છે. આહાહા..!
મુમુક્ષુ :- તો પછી આપે વ્યવહા૨ કેમ કહ્યો?
ઉત્તર ઃ- એ વ્યવહાર છે. એમ કેમ કહ્યું? કે, દ્રવ્યથી પર્યાય થઈ ઈ વ્યવહા૨ છે, એમ કહેવું છે. ઝીણી વાત છે, બાપુ! બધી ખબર છે. એ દ્રવ્યમાંથી પર્યાય આવી, શક્તિમાંથી આવી એમ કહ્યું ને? એ વ્યવહાર છે. એ પર્યાયની સ્વતઃ તાકાતથી પોતે પર્યાય થઈ છે. શક્તિ તો એકસરખી છે, છતાં પર્યાય ભિન્ન ભિન્ન જાતની થાય છે એનું કારણ શું? જો દ્રવ્ય અને ગુણ છે એ તો અંદર એકરૂપ ત્રિકાળ છે, હવે તેમાંથી તેને લઈને આવે તેમ જો કહો તો બધાની પર્યાય સરખી આવવી જોઈએ. ન્યાય સમજાય છે કાંઈ? વસ્તુ છે એ તો શક્તિ અનંત ગુણથી ભરેલું તત્ત્વ છે. એ શક્તિવાળું તત્ત્વ છે એમાંથી પર્યાય આવે તો શક્તિવાળું તત્ત્વ તો એકરૂપ પૂર્ણ છે અને પૂર્ણમાંથી પર્યાય આવે તો એના જેવી સરખી પૂરી આવવી જોઈએ અને ઓછીવત્તી આવે છે એનું કારણ શું? એ શું કીધું તમે? એમ કે જે બીજા ચા૨ ધર્માસ્તિ, અધર્માસ્તિ આદિ (દ્રવ્ય) છે કે ૫૨માણુ છે એની પર્યાય
કલામૃત ભાગ-૬